વોટર આઇડી માટે વારંવાર ઓફિસોના ધક્કા ના ખાવા હોય તો ઘરે બેઠા કરો આ ઓનલાઇન પ્રોસેસ

જો હજુ સુધી તમારું વોટર આઈડી કાર્ડ ન બન્યું હોય તો તમે તેને ઓનલાઈન પણ બનાવડાવી શકો છો.

ઘરે બેઠા જ ઓનલાઈન બનાવડાવો વોટર આઈડી કાર્ડ – જાણો આખી પ્રોસેસ

image source

વોટર આઈડી કાર્ડનો ઉપયોગ માત્ર વોટ આપવા માટે જ નથી કવરામાં આવતો. પણ એક ભારતીય નાગરીકનો તે એક અત્યંત મહત્ત્વનો દસ્તાવે જ છે. તેના દ્વારા સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ સેવાઓનો લાભ મેળવી શકાય છે. નોકરીથી માંડીને, વાહન ખરીદવા કે પછી બસની ટીકીટ ખરીદવા સુધી તમારે વોટર આઈડી કાર્ડની જરૂર પડતી રહે છે.

જો તમે ભારતના નાગરીક હોવ પણ તમારી પાસે વોટર આઈડી કાર્ડ ન હોય તો તમે તેના વગર કોઈ પણ ચૂંટણીમાં તમારો વોટ નથી આપી શકતા. જો તમે હજુ સુધી તમારું વોટર આઈડી કાર્ડ ન બનાવડાવ્યું હોય તો આજે અમે તમને જણાવીશું કે તમે ઘરે બેઠા જ ઓનલાઈન સગવડ દ્વારા કેવી રીતે વોટર આઈડી કાર્ડ બનાવડાવી શકો છો. તો ચાલો જાણીએ આખી પ્રક્રિયા વિષે.

image source

વોટર આઈડી કાર્ડ માટે જરૂરી દસ્તાવેજો

સૌ પ્રથમ તો તમારે તમારું વોટર આઈડી કાર્ડ બનાવવા માટે કેટલાક મહત્ત્વના દસ્તાવેજની જરૂર પડે છે જે તમે ભારતીય નાગરીક છો તેમજ વોટર આઈડી કાર્ડ ધરાવવાને લાયક છો તે સાબિત કરે છે. આ દસ્તાવેજની યાદી આ પ્રમાણે છે.

– બર્થ સર્ટીફીકેટ

– 10માં ધોરણનું સર્ટિફિકેટ

image source

– ભારતીય પાસપોર્ટ

– પેન કાર્ડ

– ડ્રાઇવિંગ લાયસન્સ

– આધાર કાર્ડ

image source

બધા જ જરૂરી દસ્તાવેજ ભેગા કરી લીધા બાદ સૌ પ્રથમ તમારે નેશનલ વોટર સર્વિસિસના પોર્ટલ પર જવાનું છે. જેનું એડ્રેસ છે. https://www.nvsp.in/ આ સાઇટ પર જવું. તેના માટે તમારે સૌ પ્રથમ તમારા ઇમેઈલ આઈડી અને મોબાઈલ નંબર સાથે તમારું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યાર બાદ તમારે ફોર્મના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.

image source

હવે અહીં તમારે ફોર્મ 6 પસંદ કરવાનું છે અને તેને તમારે ખુબ જ કાળજીથી ભરવાનું છે. અહીં તમારે તમારા રાજ્ય અને વિધાનસભા/સંસદીય ક્ષેત્રની પસંદગી કરવાની છે, તેની સાથે સાથે તમારું નામ, ઉંમર, સરનામું જેવી વિગતો ભરવાની રહેશે. ફોર્મને બરાબર ભરી લીધા બાદ તેને એકવાર ફરી ચેક કરી લેવું. જેથી કરીને જો કોઈ ભૂલ રહી ગઈ હોય તો તેને સુધારી શકાય. હવે ફોર્મની વિગતો ચકાસી લીધા બાદ તે ફોર્મને સબમીટ કરી લેવું.

image source

હવે તમારા ઇમેઇલ પર લિંક સાથે એક ઇમેઇલ આવશે. જેના દ્વારા તમે તમારા વોટર આઈડી કાર્ડની એપ્લિકેશનનું સ્ટેટસ ચકાસી શકશો. તમારી એપ્લિકેશનને પ્રક્રિયામાંથી પસાર થતાં તેમજ તમારું આડી કાર્ડ બનતા લગભગ 30 દિવસનો સમય લાગી શકે છે. આ સિવાય તમે તમારી એપ્લીકેશનનું સ્ટેટસ વોટર હેલ્પલાઈન એપ દ્વારા પણ મેળવી શકો છો અને આ એપ દ્વારા તમે વોટર આઈડી કાર્ડ માટે અરજી પણ કરી શકો છો.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત