મખાના બાસુંદી – નાના મોટા દરેકને પસંદ આવશે આ બાસુંદી એકવાર જરૂર બનાવજો…

મખાના બાસુંદી

દોસ્તો જય શ્રી કૃષ્ણ! કેમ છો મજામાં ને.આપને બાસુંદી તો ખાતા જ હોય એ છે જેમ કે અંગુર બાસુંદી,રબડી બાસુંદી,સીતાફળ બાસુંદી, એવી ઘણી બધી બાસુંદી ફેમસ તો છે જ.પણ હા બધા ની ફેવરિટ પણ હોય છે… બાસુંદી એ નાન મોટા સૌ ની ફેવરિટ છે અને એ આપની ટ્રેડિશનલ સ્વીટ પણ છે.

તો ચલો આજે કોઈક નવી બાસુંદી બનાવીએ.તો દોસ્તો હું આજે મખાના બાસુંદી ની રેસીપી લઈ ને આવી છું. મખાના ના આપના હેલ્થ માટે ખૂબ જ બેનિફિટ છે.મખાના ને એક ચમચી દેશી ઘી માં એક બાઉલ મખાના ને થોડું મીઠું એડ કરી રોસ્ટ કરવાથી તે નાસ્તા માં પણ સરસ લાગે છે..

મખાનાં ને લોટસ સિડ્સ પણ કહેવાય છે.મખાના ના ઘણા બધા ફાયદા છે.મખાના આયુર્વેદ માં મેડીસીન તરીકે ઉપયોગી છે. મખાના માં ફેટ ,કોલેસ્ટ્રોલ અને સોડિયમ ઓછી માત્રા માં હોય છે.મખાના માં કેલ્શિયમ, આયન,ઝીંક, મેગ્નેશિયમ સારી માત્રા માં હોય છે.મખાના પ્રોટીન , કાર્બોહાઈડ્રેટ અને ફોસ્ફસ નો સ્ત્રોત છે.બી.પી . અને ડાયાબિટીસ ને કન્ટ્રોલ કરે છે.

સામગ્રી

  • ૨૫૦ ગ્રામ દૂધ
  • ૨ ચમચી મિલ્ક પાઉડર
  • ૧૦૦ ગ્રામ ખાંડ
  • ૧ ચમચી કાજુ બદામની કતરણ
  • ૧ બાઉલ મખાના
  • ૧ ચમચી ઘી

રીત

સૌપ્રથમ એક કડાઈમાં એક ચમચી ઘી લો.

મખાના ને ૫ થી ૭ મિનિટ શેકી લો.

ત્યારબાદ અડધા મખાના ને મિક્સર માં કકરા રે એવી રીતે ક્રશ કરી લો.

હવે એક કડાઇમાં ઘી લગાવીને ૨૫૦ ગ્રામ દૂધ ગરમ કરવા મૂકો.

દૂધ ઉકળે એટલે તેમાં મખાના જે કકરા ક્રશ કરી લીધા છે તે એડ કરો.

હવે દૂધ ઉકળે એટલે તેમાં ૧૦૦ ગ્રામ ખાંડ અને ૨ ચમચી મિલ્ક પાવડર નાખો.

બાસુંદી ઘટ્ટ થાય ત્યાં સુધી ઊકળવા દો.

બાસુંદી ઘટ્ટ થઈ ગયા પછી તેને સર્વિંગ બાઉલમાં કાઢીને તેની ઉપર આખા મખાના અને કાજુ બદામની કતરણ નાખીને સર્વ કરો.

રસોઈની રાણી : રીના ત્રિવેદી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.