ઉંદર, માંકડ અને ગરોળીને આ રીતે રાખો ઘરની બહાર, આ રહ્યા ઉપયોગી થાય તેવા નુસ્ખાઓ

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને ઘરમાં તેમજ ઘરની આજુબાજુ ભેજયુક્ત વાતાવરણ રહેવાને કારણે મચ્છર, માખી અને અનેક નાના જીવજંતુઓનો ત્રાસ પણ વધવા પામ્યો છે. તેવામાં આ જીવજંતુઓને ઘરથી બહાર રાખવાથી પોતાને અને પોતાના પરિવારને રોગચાળાથી બચાવી શકાય છે. ત્યારે આજના આ આર્ટિકલમાં નાના જીવજંતુઓને ઘરની બહાર કેમ રાખવા તે માટેના ઘરેલુ નુસ્ખાઓ આપવામાં આવ્યા છે જે આપણા માટે ઉપયોગી સાબિત થશે.

વંદા

image source

વંદા સામાન્ય રીતે મહિલાઓ વંદાનું નામ સાંભળીને જ ડરી જાય છે પરંતુ વંદા બીમારી ઓનુ કારણ પણ બની શકે છે. જો તમે વંદાથી તમારાં ધરને સુરક્ષિત રાખવા માંગતા હો તો તમારે લસણ, ડુંગળી અને તીખાને સમાન માત્રામાં લઇ , તેને વાટીને પેસ્ટ બનાવવાની રહેશે અને તેને એક પાણીની બોટલમાં ભરી બરાબર મિક્સ કરી લો. આ પ્રવાહીનો જ્યાંથી વંદાઓ આવતાં હોય એ જગ્યાએ છંટકાવ કરી દો.

માખી – મચ્છર

image source

મચ્છર અને માખીને ભગાડવા માટેનો સૌથી અસરકારકે ઉપાય લસણની વાસ છે. જો કે આ વાસ એટલી બધી તીવ્ર હોય છે કે જ્યાં લસણના રસનો છંટકાવ કરવામાં આવ્યો હોય ત્યાં માણસને ઉભા રહેવું પણ ભારે પડી જાય. તેમ છતાં જુનવાણી સમયથી જ લસણની ગંધને માખી મચ્છર ભગાડવા માટેનો અકસીર ઘરેલુ નુસખો ગણવામાં આવે છે. આ માટે લસણની કળીઓને પાણીમાં ગરમ કરી તે પાણીને રૂમમાં છંટકાવ કરી દેવાથી માખી મચ્છરના ઉપદ્રવથી રાહત મળે છે. જો કે એ સિવાય પણ સિટ્રોનેલા, તુલસી અને પુદીનાના છોડને રૂમમાં રાખવાથી પણ ઘરમાં માખી મચ્છર નથી આવતા. એ ઉપરાંત તમે તીવ્ર ગંધ ધરાવતા પ્રવાહીને પણ કોટન કપડાના બોલમાં છાંટી તેને ઘરના બારી અથવા દરવાજા પર લટકાવી આ સમસ્યાથી રાહત મેળવી શકો છો.

ઉંદરનો ત્રાસ

image source

ખાસ કરીને ચોમાસાના માહોલમાં ઉંદરનો ત્રાસ બહુ વધી જાય છે અને તે ઉપરાંત ઘરમાં ઉંદરોની સંખ્યા વધી જાય તો ઘરમાં સાપને આવવાનું આમંત્રણ મળી જાય છે. ઉંદરોને ઘરની બહાર રાખવા માટે પુદીનાના થોડાક પત્તાને ઘરના ખૂણા અને દીવાલોની નીચે કિનારીઓ પર રાખી શકો છો.

ગરોળી

image source

મોરના પીંછા તો તમે જોયા જ હશે અને ઘણા ઘરોમાં મોરના પીંછાઓ દીવાલો પર પણ મુકેલા હોય છે. તમને કદાચ જાણીને નવાઈ લાગશે પણ જો તમે પણ દીવાલમાં મોરના પીંછાઓ લગાવશો તો તમારા ઘરમાં ગરોળીનો ઉપદ્રવ ઓછો થઇ જશે. એ સિવાય નેપથલીન બોલ્સ દ્વારા પણ ગરોળીનો ત્રાસ ઓછો કરી શકાય છે.

માંકડ

image source

માંકડને ઘરથી દૂર રાખવા અંતે ડુંગળીનો રસ અકસીર છે. તેના માટે ડુંગળીના રસને એક કાચની બોટલમાં ભરી જ્યાંથી માંકડ આવતા હોય તે જગ્યાએ તેનો છંટકાવ કરવાથી તે આવતા બંધ થઇ જષગે. એ સિવાય લીમડાના, પુદીનાના પાન તેમજ લવિંગનું તેલ પણ આ સમસ્યામાં ઉપયોગી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત