12 વર્ષ નાના અર્જુનને ડેટ કરી રહી છે મલાઇકા, કોઇ પણ જાતની શરમ રાખ્યા વગર મિડીયા સામે કહી દીધું કંઇક એવું કે…

મિત્રો, ફિલ્મજગત એ અનેરુ જગત છે એ આપણે સૌ ખુબ જ સારી રીતે જાણીએ છીએ. આ ફિલ્મજગતમા અવારનવાર અનેકવિધ પ્રકારના કિસ્સાઓ બહાર આવતા હોય છે. ક્યારેય કોઈની પ્રેમગાથા તો ક્યારેય કોઈના સંબધ તૂટવાના સમાચાર તો પછી ક્યારેક કોઈ વ્યક્તિના એક્સ્ટ્રા મેરીટલ અફેરના ન્યુઝ. આ બધી બાબતો જાણે આજકાલના ફિલ્મજગતમા સાવ સામાન્ય બની ચુકી છે.

image source

આજે આ લેખમા આપણે પણ કઈક આવા જ એક કિસ્સા પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો ચાલો જાણીએ. આપણે સૌ ખુબ જ સારી રીતે જાણીએ છીએ કે, બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાએ વર્ષ ૨૦૧૭મા અરબાઝ ખાન સાથે છૂટાછેડા લીધા હતા.

આ પછી તેને અર્જુન કપૂર સાથે પ્રેમ થઈ ગયો. આ બંને લગભગ ત્રણ વર્ષથી રિલેશનશિપમા છે. મલાઇકા એ વારંવાર બાર વર્ષીય નાના અર્જુનને ડેટિંગ કરવા માટે ટ્રોલ કરવામા આવે છે, જેના પર તેણે એક ઇન્ટરવ્યૂમાં વિગતવાર ચર્ચા કરી હતી, ચાલો જાણીએ.

image source

મલાઈકાએ જણાવ્યુ હતુ કે, ‘આ સમસ્યા આ યુગની નથી. મહિલાઓને નીચી દેખાડવા માટે સમાજ કોઈપણ કસર છોડતો નથી. જો તમે સ્વતંત્ર અને મજબૂત મહિલા હોવ તો તમે એકદમ નરમ લક્ષ્યાંક છો. મને ઘણીવાર સોશિયલ મીડિયા પર એવી અનેકવિધ સલાહ આપવામા આવે છે કે, મારે મારી ઉંમર મુજબ જ કપડા પહેરવા જોઈએ.

image source

આનો અર્થ શું થયો? દરેક વ્યક્તિને જે પસંદ હોય તે પહેરે? જો તમને મારા ડ્રેસ સાથે કોઈ સમસ્યા છે, તો તે તમારી સમસ્યા છે એ મારી સમસ્યા નથી. આ ઉપરાંત તેણીએ વધુમા જણાવ્યું કે, ‘જો તમને મારા ફરીથી સંબંધોમાં પડવાની કોઈ તકલીફ હોય તો તે પણ તમારી સમસ્યા છે.

image source

જો તમને મારા જીવનસાથીની ઉમર સાથે કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તે પણ તમારી સમસ્યા છે. હુ અહી કઈ બધાને ખુશ કરવા માટે નથી આવી. આજે એક સારી એવી ઉમરની સાથે મે એ પણ શીખી લીધુ છે કે, લોકોની સાથે કેવી રીતે વ્યવહાર કરવો?

લોકો મારા વિશે જે કંઈપણ વિચારે છે તે મારા માટે એક ટકા પણ વાંધાજનક નથી. શું તમે મારું બિલ ચૂકવી રહ્યા છો? તો હું તમને શું સમજાવું? અમુક લોકો કહેશે લોકો પાસે ખાલી ખોટેખોટી વાત કરવાનો જ સમય છે. ત્યારે હવે આગળ જોવાનુ રહ્યું કે, મલાઈકા અને અર્જુનના સંબંધો હજુ પણ આગળ કયા-કયા નવા રંગ લાવે છે?

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *