મલાઈકા અરોડા પહેલીવાર અર્જુન કપૂરના આખા પરિવારને મળવા પહોંચી આવીરીતે…
કોરોના વાયરસ સંક્રમણની મહામારીની અસર હજી સુધી ઓછી નથી થઈ. રોજ કોરોના વાયરસ સંક્રમણનો હજારો વ્યક્તિઓ શિકાર થઈ રહ્યા છે અને ઘણા બધા વ્યક્તિઓની મોત પણ થઈ ગઈ છે. ભારતમાં પણ કોરોના વાયરસ સંક્રમણ મહામારીની અસર ઓછી નથી થઈ. ભારતમાં પણ દરરોજ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધતી જ જઈ રહી છે. જો કે, સરકાર દ્વારા લોકોની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને લાગુ કરવામાં આવેલ લોકડાઉનને હવે ધીરે ધીરે અનલોકની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે.

પરંતુ આવું થવા છતાં પણ સામાન્ય લોકોની જેમ જ સેલેબ્સ પણ જરૂરિયાત હોય તો જ ઘરની બહાર નીકળી રહ્યા છે. આવામાં સેલેબ્સ સાથે જોડાયેલ કેટલાક કિસ્સાઓ, ફોટોઝ અને વિડિયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ બધામાં ૪૬ વર્ષીય મલાઈકા અરોડાને લઈને એક જાણકારી ઝડપથી વાયરલ થઈ રહી છે. આ ખબર એ દરમિયાનની છે જયારે મલાઈકા અરોડા પહેલીવાર અર્જુન કપૂરના ઘરે ગઈ છે. આજની વાત કરીએ તો મલાઈકા અરોડાએ રીયાલીટી શો ‘ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ની શુટિંગ શરુ કરી દીધી છે.

મલાઈકા અરોડાનું નામ જ્યારથી અર્જુન કપૂરની સાથે જોડાયું છે ત્યારથી મલાઈકા અરોડા અને અર્જુન કપૂરના ફેંસ જલ્દીથી જલ્દી લગ્નના બંધનમાં બંધાતા જોવા ઈચ્છે છે.

આપને જણાવીએ કે, મલાઈકા અરોડા પહેલીવાર અર્જુન કપૂરના આખા પરિવાર સાથે મળવા માટે બિલકુલ દુલ્હનની જેમ સજીને તૈયાર થઈને પહોચી હતી. ખરેખરમાં, આ અવસર સોનમ કપૂરની બર્થ ડે પાર્ટી હતી, જ્યાં મલાઈકા અરોડા થીમથી અલગ એકદમ અલગ સ્ટાઈલમાં જોવા મળી.

મલાઈકા અરોડા આ દરમિયાન રોહિત બાલ દ્વારા ડીઝાઈન કરવામાં આવેલ વાઈટ એન્ડ ગોલ્ડન સાડીમાં જોવા મળી હતી. આ સાડીમાં કશિદાકારી ધાગાની સાથે લાલ અને સોનેરી રંગના મોટા મોટા ફૂલોથી કામ કરવામાં આવ્યું હતું. એટલું જ નહી, આ સાડીની સુંદરતા વધારવાનું કામ બોટકટ સ્લીવ્સ બેકલેસ બ્લાઉઝ કેરી કર્યું હતું, જેની સાથે મલાઈકા અરોડાએ પોતાના લુકને લાઈટ મેકઅપ, હૈવી હાઈલાઈટર અને સ્ટેટમેન્ટ જ્વેલરી સાથે કમ્પ્લીટ કર્યું. એમાં એક પન્ના અનકટ ડાયમંડથી બનેલ રીગલ ચોકર અને એક મોટો માંગટીકો પણ સામેલ હતા.

આપને જણાવીએ કે, મલાઈકા અરોડાએ ૫ વર્ષ સુધી અરબાઝ ખાનને ડેટ કર્યા પછી લગ્ન કર્યા હતા. મલાઈકા અરોડાએ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, તેમણે અરબાઝ ખાનને લગ્ન માટે પહેલા પ્રપોઝ કર્યું હતું. આની સાથે જ મલાઈકા અરોડા કહ્યું હતું કે બંનેને પહેલી નજરમાં જ એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો અને અંદર અનુભવ થયો કે, બંને એકબીજા માટે જ બન્યા છે.

લગ્નના ૧૯ વર્ષ પછી મલાઈકા અરોડાએ અરબાઝ ખાન સાથે તલાક લેવાનો નિર્ણય કર્યો અને બંનેએ વર્ષ ૨૦૧૭માં તલાક થઈ ગયા. ખરેખરમાં, મીડિયા રીપોર્ટસની માનીએ તો અરબાઝ ખાનને સટ્ટો લગાવવાની આદત હતી અને ત્યાં સુધી અરબાઝ ખાન 3 કરોડ રૂપિયા હારી ગયો હતો. એકવાર આઈપીએલમાં સટ્ટેબાજીની લિસ્ટમાં અરબાઝ ખાનનું નામ પણ સામે આવ્યું હતું. અરબાઝ ખાનની આ આદતથી હેરાન થઈને અભિનેત્રી મલાઈકા અરોડાએ તલાક લેવાનો નિર્ણય લીધો.

મલાઈકા અરોડાએ તૂટી ગયેલ સંબંધ અને નવા સંબંધને લઈને પણ વાત કરી હતી. મલાઈકા અરોડાએ કહ્યું હતું કે, જી હા, કેમ નહી. સંબંધ તૂટી ગયા પછી આગળ વધવું જરૂરી છે. એક સંબંધ તૂટી ગયા પછી બીજા કોઈને ડેટ કરવાનું મુશ્કેલ હોય છે, પરંતુ આ અસંભવ નથી.

આ વાત કોઈનાથી છુપાયેલી નથી કે, મલાઈકા અરોડા અને અર્જુન કપૂર ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે હવે તો બંને પોતાના સંબંધ પર મોહર પણ લગાવી દીધી છે. એટલું જ નહી બંને સાથે વેકેશન માટે પણ જાય છે.
તેમણે એક ચેટ શોમાં પોતાના લગ્નને લઈને પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, હું વાઈટ વેડિંગ ઈચ્છું છું જે સમુદ્ર કિનારે હોય. મને લગ્નમાં બધી જ વસ્તુઓ સફેદ જોઈએ. એલી સાબ ગાઉન પહેરીશ. બ્રાઈડ્સમેટ્સ મારી ગર્લગેંગ હશે.
Source : asianetnews
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત