Site icon News Gujarat

મલાઈ મેસુબ – વાર-તહેવાર હોય કે પછી ભગવાનને પ્રસાદ ધરાવવો હોય આ છે બેસ્ટ ઓપશન

આજે હું આપની સાથે મલાઈ મેસુબ બનાવવાની રેસિપી શેર કરવા જઈ રહી છું, જે ઈઝી અને ફાસ્ટ બનતી હેલ્થી સ્વીટ છે જે માત્ર 10 થી 12 મિનિટ્સમાં તૈયાર થઇ જાય છે અને તે બનાવવા માટે 2 જ ઇન્ગ્રેડિયન્ટ્સની જરૂર પડે છે જે આપણા ઘરમાં જ હોય છે.

વાર-તહેવાર હોય કે પછી ભગવાનને ભોગ ધરાવવો હોય આ મલાઈ મેસુબ બેસ્ટ વિકલ્પ છે તો ચાલો બનાવીયે મેસુબ પાક….

સામગ્રી :

રીત :

1…1 કપ મલાઈ લો.તેમાં ખાંડ ઉમેરો.હવે બને ને હલાવો. ગેસ સાવ ધીમો રાખવો. 30 – 40 મિન્ટ હલાવો એક જ દિશા માં ગોળ ગોળ ફેરવું.કડાઈ જાડા તળિયાવાળી લઈશું. મલાઈની સાથે જ કોપરું(ઓપ્શનલ )ને દળેલી ખાંડ નાખો.

2..બધુ જ બરાબર મિક્સ કરો. સ્ટવની ફ્લેમ મીડીયમ રાખવી, સતત હલાવતા જ રહેવાનું છે.એક જ દિશામાં હલાવવાથી મેસુબ જાળીદાર બને છે. બધું જ ઘી છૂટું પડી જાય અને કલર સહેજ બ્રાઉનિશ થાય ત્યાં સુધી સતત હલાવતા રહેવું.

3..ત્યારબાદ તેલથી ગ્રીસિંગ કરેલી પ્લેટમાં ઢાળી લો. નાનકડા ક્યુબ શેઈપમાં આકા પડી લેવા. મનપસંદ ડ્રાયફ્રુટ્સથી ગાર્નિશ કરો. ઠંડુ પડે પછી પીસીસ અલગ કરી લેવા.

4..તો આ આપણો મેસુબ તૈયાર છે….

નોંધ :

– ઇન્ગ્રેડિયન્ટ્સમાં લીધેલ મલાઈ પ્રોટીનનો સારો એવો સોર્સ છે અને કોપરમાં ભરપૂર ફાઇબર્સ હોય છે જે આપણી રેસિપીને હેલ્થી તો બનાવે જ છે સાથે ખુબ જ રિચ ટેસ્ટ આપે છે…..

– જયારે લાગે કે તેમાં થી ઘી છૂટું પડે છે અને જારી પડવા માંડે તયારે તેમાં 2 ચમચી ઘી ઉમેરો અને એક પ્લેટ માં ગ્રીસ કરી કાઢી લો.

– બાળકો માટે ખુબ હેલ્થી છે …


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Exit mobile version