બ્રેકઅપની અફવાઓ પછી ફરી એકવાર સાથે સ્પોટ થયા અર્જુન કપૂર અને મલાઈકા અરોરા, જોઈ લો ફોટા

બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર અને પ્રખ્યાત ડાન્સર મલાઈકા અરોરા તાજેતરમાં ઈન્ટરનેટ પર તેમના બ્રેકઅપના સમાચાર સામે આવ્યા બાદ ચર્ચામાં આવ્યા હતા. આ સમાચાર સાંભળીને ઘણા ચાહકોના દિલ તૂટી ગયા હતા અને બધા જ વિચારતા રહ્યા કે આખરે શું થયું? પરંતુ, અર્જુન કપૂરે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર મલાઈકા અરોરા સાથેની પોતાની એક તસવીર શેર કરી અને આ બધી અફવાઓ પર પૂર્ણ વિરામ મૂક્યો હતો. વાત જાણે એમ છે કે બંને લંચ ડેટ માટે બહાર જતા જોવા મળ્યા હતા અને બંને સ્ટાઇલિશ કપડા પહેરેલા જોવા મળ્યા હતા.

image soucre

શાનદાર તસવીરોમાં, મલાઈકા અરોરા સફેદ શોર્ટ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રી મલાઈકા આરોરા ખૂબ જ આકર્ષક દેખાતી હતી કારણ કે તેણીએ ફ્રિલ્સના ઘણા બધા સ્તરો સાથે સફેદ બોડીકોન ડ્રેસ ફ્લોન્ટ કર્યો હતો. ડ્રેસમાં પ્લઝિંગ નેકલાઇન અને બલૂન સ્લીવ્ઝ હતાથોડા દિવસ પહેલા કેટલાક રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનું બ્રેકઅપ થઈ ગયું છે. પરંતુ તે જ દિવસે અર્જુન કપૂરે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખીને તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું હતું. તેમણે લોકોને જડબાતોડ જવાબ આપ્યો હતો

image soucre

હવે મલાઈકા અરોરાએ પણ તેના સોશિયલ મીડિયા હેન્ડલ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે. મલાઈકા અરોરાએ લખ્યું કે જો તમને 40 વર્ષની ઉંમરે ખરેખર પ્રેમ મળે છે તો આ વાતને સામાન્ય ગણો. 30 વર્ષની ઉંમરે, નવા સપના જોવા અને નવી વસ્તુઓની ઇચ્છાને નવી ન સમજો. તમે 50 વર્ષની ઉંમરે પણ તમારા જીવનનો હેતુ શોધી શકો છો, જીવન 25 વર્ષની ઉંમરે સમાપ્ત થતું નથી. આવું વર્તન કરવાનું બંધ કરો અને જીવનમાં તમારી વિચારસરણીનો વિસ્તાર કરો.

image socure

અગાઉ, મલાઈકા સાથે પોતાની એક સેલ્ફી પોસ્ટ કરતી વખતે, અર્જુને લખ્યું હતું – ‘અફવાઓ માટે કોઈ સ્થાન નથી. દરેક વ્યક્તિ સુરક્ષિત રહો, ખુશ રહો. લોકોના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરો. હું તમને બધાને ખૂબ પ્રેમ કરું છું.’ આના પર મલાઈકાએ જવાબ આપતા હાર્ટ ઈમોજી પણ પોસ્ટ કરી હતી.

image soucre

તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા અને અર્જુન કપૂર લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર પણ બંને પાર્ટી કરતી વખતે ઘણીવાર તસવીરો શેર કરતા હોય છે. આ બંને વચ્ચેનો સંબંધ ઘણો જૂનો છે, જો કે અરબાઝ ખાનથી છૂટાછેડા બાદ મલાઈકાએ તેના જન્મદિવસ પર એક તસવીર શેર કરીને અર્જુન પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો અને દુનિયાની સામે ખુલ્લેઆમ પોતાના પ્રેમ વિશે જણાવ્યું હતું

image soucre

વર્કફ્રન્ટની વાત કરીએ તો અર્જુન કપૂર હાલમાં જ ફિલ્મ ભૂત પોલીસમાં જોવા મળ્યો હતો, તેના પાત્રની લોકોએ ખૂબ પ્રશંસા કરી હતી. ટૂંક સમયમાં અર્જુન કપૂર એક વિલન રિટર્ન્સ ફિલ્મમાં પણ જોવા મળશે. તમને જણાવી દઈએ કે હાલ મલાઈકા અરોરા ફિલ્મોથી દૂર છે પણ એ ઘણા ટીવી રિયાલિટી શોના જજ બનીને આવે છે.મલાઈકા અરોરા બેસ્ટ ડાન્સર, નચ બલિયે અને ઝલક દિખલાજામાં જજ બનીને આવી ચૂકી છે.