મલેશિયાના ગાયબ થયેલા આ વિમાન છે અનેક રહસ્યો, જલદી જાણી લો તમે પણ

વિશ્વમાં ક્યારેક ક્યારેક એવી ઘટનાઓ પણ ઘટતી રહે છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. વર્ષ 2014 માં આવી જ એક વિમાની દુર્ઘટના ઘટી હતી જે આજદિન સુધી એક રહસ્ય બનેલી છે.

image source

ઘટના મુજબ 8 માર્ચ 2014 ના દિવસસે મલેશિયન એરલાઇનનું એક વિમાન 239 યાત્રીઓ સાથે અચાનક ગાયબ થઇ ગયું હતું. જેનો કોઈ પત્તો આજદિન સુધી નથી મળી શક્યો. ચાલો આ દુર્ઘટના વિષે જરા વિસ્તારથી વાત કરીએ.

8 માર્ચ 2014 ના તે દિવસે મલેશિયન એરલાઇન્સનું MH – 370 વિમાન 239 યાત્રીઓ સાથે કુઆલાલમ્પુરથી ચીનના બેઇજિંગ ખાતે જવા રવાના થયું હતું. પરંતુ વિમાન ઉડ્યાને થોડા સમય બાદ અચાનક આ વિમાનનો કંટ્રોલ પોઇન્ટ સાથેનો સંપર્ક તૂટી ગયો અને ત્યારબાદ વિમાન સાવ ગાયબ થઇ ગયું. આ ઘટના અંગે અનેક પ્રકારની વાતો થઇ પરંતુ તેની હકીકત ક્યારેય બહાર ન આવી.

image source

સૌથી પહેલા એ શંકા વ્યક્ત કરાઈ કે વિમાનમાં આતંકીઓ હશે અને વિમાનને હાઇજેક કરવામાં આવ્યું હશે. પરંતુ તેનો કોઈ પુરાવો ન મળ્યો. ત્યારબાદ એવું માનવામાં આવ્યું કે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હશે અને તેના આધારે ખાસ શોધ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું. મહિનાઓ સુધી અલગ અલગ દેશોમાં તપાસ કાર્ય કરવા છતાં ક્યાંય વિમાનનો કોઈ અવશેષ ન મળ્યો.

કહેવાય છે કે દુર્ઘટનાગ્રસ્ત વિમાનના અવશેષો શોધવા કરાયેલા વિશ્વભરના અનેક અભિયાનોમાં આ સૌથી મોટું અભિયાન હતું. આ શોધખોળ અભિયાન લગભગ એક લાખ વર્ગ કિલોમીટરના વિસ્તારમાં કરવામાં આવ્યું હતું અને તેની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો છતાં MH – 370 વિમાનની કોઈ ભાળ નહોતી મળી.

image source

નોંધનીય છે કે વિમાનમાં કુલ 239 લોકો સવાર હતા જેમાં 227 યાત્રીઓ અને અન્ય 12 વ્યક્તિઓમાં પાઇલટ અને ક્રૂ મેમ્બરો હતા. સૌથી વધુ યાત્રીઓ ચીનના હતા જયારે બાકીના મલેશિયાના. એવું પણ કહેવાય છે કે સૌથી છેલ્લે આ વિમાનને હિન્દ મહાસાગર ઉપર ઉડતું જોવામાં આવ્યું હતું પરંતુ ત્યારબાદ તે રડારમાંથી અચાનક ગાયબ થઇ ગયું હતું. અનેક પ્રકારની શોધખોળ બાદ જયારે વિમાનનો કોઈ પત્તો ન મળતા અંતે મલેશિયા સરકારે વર્ષ 2017 માં આ વિમાન શોધવાના અભિયાનને સત્તાવાર રીતે બંધ કરવાની જાહેરાત કરી.

image source

પરંતુ ઓસ્ટ્રેલિયાના પૂર્વ પ્રધાનમંત્રી ટોની એબોટના એ દાવાએ સૌને ચોંકાવી દીધા જેમાં તેણે એવો આરોપ લગાવ્યો હતો કે મલેશિયાના ઉચ્ચ અધિકારીઓના માનવ મુજબ MH – 370 વિમાનના પાઇલટે જ વિમાનને દરિયામાં ડુબાડી દીધું હતું. પરંતુ તેની પાસે આવા આરોપોનો કોઈ પુરાવો ન હતો. એટલે એમની વાતને માત્ર અંદાજ જ ગણવામાં આવ્યો. 2014 માં થયેલી આ વિમાન દુર્ઘટના અને તેમાં સવાર 239 લોકોનું શું થયું અને દુર્ઘટનાગ્રસ્ત વિમાન ક્યાં છે તે આજદિન સુધી જાણી નથી શકાયું.