Site icon News Gujarat

માલદીવ્સના બીચ પર સોનાક્ષી લાગી એકદમ હોટ, તસવીરો અને વિડીયો પરથી નહિં હટે તમારી નજર

બોલિવૂડ એક્ટ્રેસ અને એક્ટર્સ માટે ફરવા માટેનો એકમાત્ર વિકલ્પ જાણે માલદિવ્સ હોય તેમ એક પછી એક કલાકારો અહીં પહોંચી રહ્યા છે. તેવામાં સોનાક્ષી સિંહા હાલના દિવસોમાં માલદિવ્સમાં રજાઓ માણી રહી છે. અભિનેત્રી હાલ પણ માલદીવ્સમાં છે અને ત્યાંથી તેના ફોટા અને વીડિયો શેર કરી રહી છે. આ રીતે તે પોતાના ચાહકો સાથે જોડાયેલી પણ રહે છે.

image source

સોનાક્ષીએ તેના સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો પણ શેર કર્યો છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એન્જોય કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં સોનાક્ષીને જોઈ તેના ચાહકો પણ સોનાક્ષીની પ્રશંસા કરી રહ્યા છે. સોનાક્ષી સિંહાનો આ વીડિયો ફિલ્મફેર દ્વારા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કરવામાં આવ્યો છે, જે અત્યાર સુધીમાં 37 હજારથી વધુ વખત જોવાઈ ચુક્યો છે.

સોનાક્ષી સિંહાએ તેના આ વીડિયોમાં ટોપી પહેરી છે અને તે બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસમાં જોવા મળી રહી છે, જેમાં તેનો લુક પણ જબરદસ્ત લાગે છે. વીડિયોમાં અભિનેત્રીનો ગ્લેમરસ લુક ખરેખર જોવા યોગ્ય છે.

વીડિયો સિવાય સોનાક્ષી સિંહાએ માલદીવ્સમાં ક્લિક કરેલી કેટલીક તસવીરો પણ શેર કરી છે. શેર કરેલા આ ફોટોમાં સોનાક્ષી સિંહા બીચ પરના દરિયાના મોજા વચ્ચે એન્જોય કરતી જોવા મળી રહી છે. આ સિવાય અભિનેત્રીએ તેના બ્રેકફાસ્ટના વીડિયો પણ શેર કર્યા છે, જેમાં તે પાણીની વચ્ચે નાસ્તાની મજા માણતી જોવા મળે છે.

image source

જણાવી દઈએ કે સોનાક્ષી સિંહા હાલ કોઈ ફિલ્મ પર કામ કરી નથી રહી પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. થોડા દિવસો પહેલા સોનાક્ષી સિંહા ટ્રોલરના નિશાન પર આવી હતી. પરંતુ અભિનેત્રી સોનાક્ષી જે લોકોને જવાબ આપવા માટે જાણીતી છે જ તેણે લોકોને યોગ્ય જવાબ આપવામાં કોઈ કસર છોડી ન હતી.

સોનાક્ષી સિંહાના કામની વાત કરીએ તો તેણે 2010 માં ફિલ્મ ‘દબંગ’ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો અને સલમાન ખાન સાથેની તેની ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. સોનાક્ષી સિંહાની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ દબંગ 3 છે. હવે તે અજય દેવગન અને સંજય દત્ત સાથે સોનાક્ષીની આગામી ફિલ્મ ‘ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ છે. ફિલ્મનું દિગ્દર્શન અભિષેક દૂધીયાએ કર્યું છે અને આ ફિલ્મ ડિઝની પ્લસ હોટ સ્ટાર પર રિલીઝ થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version