પહેચાન કૌન ? બોલિવૂડની સુંદરીઓના મેલ લુક વાયરલ થયા બાદ આવા છે લોકોના રીએકશન

કોરોના વાયરસે જાણે લોકોને સોશિયલ મીડિયાથી વધારે અટેચ કરી દીધા હોય તેમ જણાય છે. લોકો સમય પસાર કરવા માટે સોશિયલ મીડિયા પર સતત કંઈક નવું પોસ્ટ કરે છે અને તેના કારણે અન્ય લોકો પણ આનંદ માણવા મળે છે.

image source

સોશિયલ મીડિયા પર સતત અલગ અલગ ટ્રેંડ જોવા મળે છે. થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર મેલ-ફીમેલ લુકનો ટ્રેંડ ચાલી રહ્યો છે. એટલે કે જાણીતા મેલ સિલેબ્સના ફીમેલ લુક કેવા લાગે છે તે અને તેવી જ રીતે ફીમેલ સ્ટાર્સ મેલ લુકમાં કેવી લાગે છે તે દર્શાવતા ફોટો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યા છે.

આ ટ્રેંડની શરુઆત ભારતીય ક્રિકેટરોના ફોટો સાથે થયા હતા. આ ફોટોને લોકોએ ખૂબ પસંદ કર્યા હતા. ત્યારબાદ ઈંટરનેટ પર આગની જેમ ફેલાયા છે બોલિવૂડની જાણીતી અભિનેત્રીઓના મેલ લુક. આ તસવીરોએ વાયરલ ફોટોના તમામ રેકોર્ડ તોડી દીધા છે.

image source

આ તસવીરોમાં દીપિકા પાદુકોણ, ઐશ્વર્યા રાય બચ્ચન, આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપડા દાઢી અને મુંછ સાથે મેલ લુકમાં કેવી દેખાય છે તે દર્શાવવામાં આવ્યું છે. તેમના નવા લુકની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી ત્યારથી ખૂબ જ વાયરલ થઈ છે.

આ તસવીરો પર અભિનેત્રીઓના ચાહકો પણ અઢળક કોમેન્ટ કરી રહ્યા છે. ફોટો પર લોકો તે કઈ અભિનેત્રી છે તેમના નામનો ઉલ્લેખ કરી કોમેન્ટ કરી રહ્યા છે. તો જુઓ તમે પણ આ તસવીરો અને જુઓ કે કેવી દેખાય છે તમારી પ્રિય અભિનેત્રી કેવી દેખાય છે દાઢી મુછ સાથે.

image source

દીપિકા પાદુકોણ દાઢી મૂછમાં જોવા મળી ત્યારે તેના ચાહકોએ તેના આ લુકમાં પણ વખાણ કર્યા હતા. તે ખૂબ માસૂમ દેખાય છે. આ જ રીતે સોનમનું મેલ વર્ઝન પણ ખૂબ જ સુંદર છે.

પ્રિયંકા ચોપડાનું મેલ લુક ટફ જણાય છે. દાઢી- મુંછ સાથે તેની હેરકટ મેલ લુકને કંમ્પ્લીટ કરે છે. પ્રિયંકાએ આ તસવીર એકવાર તો જોવી જ જોઈએ.

image source

આલિયા ભટ્ટ તેનું પોતાનું મેલ વર્ઝન જોઈને આશ્ચર્યચકિત થઈ જશે. આ તસવીરમાં આલિયાના ચહેરા કોઈપણ ઓળખી જાય તેવો જ છે. આ અગાઉ અભિનેત્રીઓના અને અભિનેતાઓના વૃદ્ધાવસ્થાના ફોટા પણ વાયરલ થયા હતા. જે પણ લોકોને ખૂબ ગમ્યા હતા.

ઐશ્વર્યા રાય બચ્ચનની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જો કે ઐશ્વર્યા ટુંકા વાળ, દાઢી મુંછમાં પણ સુંદર લાગે છે.

image source

દીપિકા પાદુકોણ દાઢી, મુંછ અને મિલિટ્રી કટ વાળમાં જોવા મળે છે… દીપિકાનો આ લુક તેના રીયલ લુક સાથે મળતો આવે છે.

શ્રદ્ધા કપૂરને આ તસવીરમાં ઓળખવી મુશ્કેલ છે. મેલ લુકમાં તેનો દેખાવ સાવ જુદો પડી જાય છે. જો કે ચાહકોને આ લુક ખૂબ જ પસંદ છે અને સોશિયલ મીડિયા પર તે ખૂબ શેર થઈ રહ્યો છે.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત