મલાઈકા અરોરા અને અર્જુન કપૂર વચ્ચે થયો ઝગડો, સાથે નહિ કરે નવા વર્ષની ઉજવણી

અર્જુન કપૂર અને મલાઈકા અરોરા ભલે જાહેરમાં તેમના સંબંધો વિશે વધુ વાત ન કરતા હોય પરંતુ સોશિયલ મીડિયા પર એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળે છે. પરંતુ બંનેની જોડીને પસંદ કરતા ફેન્સ માટે એક ખરાબ સમાચાર છે. મળેલી માહિતી મુજબ, આ દિવસોમાં અર્જુન અને મલાઈકા વચ્ચે લડાઈ ચાલી રહી છે અને મલાઈકા અર્જુનથી ખૂબ જ નારાજ છે

image soucre

વાત જાણે એમ છે મેં મહારાષ્ટ્રમાં સિનેમા હોલ શરૂ થયા બાદ ફિલ્મોના કામે જોર પકડ્યું છે. છેલ્લા ઘણા મહિનાઓથી ધીમી ગતિએ ચાલી રહેલા કામો હવે ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહ્યા છે. અર્જુન કપૂરે તાજેતરમાં મોહિત સૂરીની એક વિલન રિટર્ન્સનું શૂટિંગ પૂરું કર્યું છે.

આ પછી પણ અર્જુન ફ્રી નથી. તે તેના આવનારા ઘણા પ્રોજેક્ટના શૂટિંગમાં વ્યસ્ત છે, જેના કારણે તે આ વખતે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી વખતે પણ વ્યસ્ત રહેશે. એવામાં તેઓ ઈયર એન્ડની ઉજવણી કરી શકશે નહીં

image soucre

તાજેતરમાં જ દિવાળીના અવસર પર અર્જુન અને મલાઈકાએ ખૂબ જ મસ્તી કરી હતી અને સાથે મળીને તહેવારની ઉજવણી કરી હતી. મલાઈકા પણ અર્જુન સાથે ક્રિસમસ અને ન્યૂ યર સેલિબ્રેટ કરવા માંગતી હતી, પરંતુ અર્જુને પોતાના વ્યસ્ત શેડ્યૂલને કારણે આમ કરવાની ના પાડી દીધી છે.

image socure

તમને જણાવી દઈએ કે અર્જુન કપૂર અને મલાઈકા અરોરા લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે. બંનેએ વર્ષ 2018માં એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેમના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા હતા. છૂટાછેડા લીધેલ મલાઈકા અરોરા અર્જુન કપૂર કરતા 12 વર્ષ મોટી છે.

image source

જો કે, આ ઉંમરનો તફાવત તેમના સંબંધોના રસ્તામાં આવતો નથી. ઘણી વખત મલાઈકા તેની ઉંમર કરતા નાના બોયફ્રેન્ડને ડેટ કરવા બદલ ટ્રોલ પણ થઈ છે. આ ટ્રોલિંગ પણ બંને વચ્ચેના સંબંધોને અસર કરતું નથી. ગયા વર્ષે, મલાઈકા અને અર્જુન લોકડાઉન દરમિયાન લિવઇનમાં રહેતા હતા. મલાઈકાએ તેના એક ઈન્ટરવ્યુમાં પણ આ વાતનો ખુલાસો કર્યો હતો. બંને ઘણીવાર રોમેન્ટિક વેકેશન પર પણ જાય છે. ઘણીવાર ચાહકો અર્જુન અને મલાઈકાને તેમના લગ્ન વિશે સવાલો કરે છે. મલાઈકા અને અર્જુન બન્ને સ્પષ્ટ કરી ચુક્યા છે કે એ પ્રેમના સંબંધને લગ્નનું નામ આપવાની ઉતાવળ નહિ કરે. એ રિલેશનશિપના આ ફેઝને એન્જોય કરી રહ્યા છે