Site icon News Gujarat

અનુજ હવે માલવિકાને કરશે પ્રેમનો એકરાર, પગ પાછા પડશે અનુપમાના

ટીવી શો ‘અનુપમા’માં તમે અત્યાર સુધી જોયું હશે કે અનુજ હવે એકદમ સાજો થઈ ગયો છે અને બીજી તરફ અનુપમાના મનમાં અનુજ માટે પ્રેમના ફૂલો ખીલી રહ્યાં છે. અનુપમા અનુજ સાથે નવી શરૂઆત કરવા તૈયાર છે, પરંતુ માલવિકા નામનું એક તોફાન પણ અનુપમાની રાહ જોઈ રહ્યું છે જે ટૂંક સમયમાં તેની દુનિયાને બરબાદ કરી દેશે.

અનુપમાની બેચેની

image soucre

આજના એપિસોડમાં તમે જોશો કે અનુપમા બધાના મનને ટટોળશે કે શું કોઈને ખરેખર અનુજ અને તેની મિત્રતાથી કોઈ ફરક નથી પડતો. બાપુજી તેમને તેમના જીવનના નિર્ણયો જાતે લેવા કહેશે. બાપુજી કહેશે કે અનુજને તેની જરૂર છે. અનુપમા પોતે જ કહેશે કે તેણીએ તેના અને અનુજના સંબંધો માટે પોતે જ પરવાનગી આપી છે. બીજી તરફ, અનુજ ખૂબ જ ખુશ હશે કે અનુપમા હવે થોડા દિવસો સુધી તેની સંભાળ રાખવા જઈ રહી છે.

અનુપમાના હાથમાં આવશે ફોટા

image soucre

અનુપમા અનુજના ઘરમાં પગ મૂકશે અને ત્યારે જ તેના પગ નીચે એક તસવીર આવશે, જેમાં અનુજની સાથે એક છોકરી ઉભી હશે પરંતુ તેના મોઢાનો ભાગ ફાટી ગયો હશે. એક પછી એક ઘણા ફોટા અનુપમાની સામે ઉડતા જોવા મળશે. માંદગીની સ્થિતિમાં પણ અનુજ ઉતાવળમાં તમામ તસવીરો લેશે. અનુજને આ રીતે જોઈને અનુપમા તેને ખૂબ ઠપકો આપશે.

વનરાજની મદદ કરશે માલવિકા

માલવિકાએ હજુ સુધી આ શોમાં એન્ટ્રી કરી નથી, પરંતુ તેણે અનુપમા સાથે જોડાયેલા લોકો પર અસર પાડવાનું શરૂ કરી દીધું છે. માલવિકાએ વનરાજને મદદ કરી છે, જેના વિશે તે ખૂબ જ ઉત્સાહિત હશે. માલવિકાનું નામ સાંભળીને કાવ્યા પણ ચોંકી જશે. કિંજલ અને પરિતોષ વચ્ચે પણ બધું બરાબર ચાલી રહ્યું છે અને પરિતોષ પણ બીજી કોઈ કંપનીમાં નોકરીની શોધ કરશે.

પોતાના પગ પાછા ફેરવશે અનુપમાં

image soucre

આગામી એપિસોડ્સમાં, તમે જોશો કે અનુપમા જ્યારે અનુજને તેનો પ્રેમ વ્યક્ત કરવા જઈ રહી હતી ત્યારે જ અનુજ કોઈની સાથે વાત કરતા સાંભળશે. તે એની સાથે પ્રેમથી વાત કરશે અને કહેશે કે તે તેને ખૂબ પ્રેમ કરે છે. આ સાંભળીને અનુપમા પોતાનું પગલું પાછું ખેંચી લેશે.

તમને જણાવી દઈએ કે ગયા વર્ષમાં જુલાઈ મહિનામાં શરૂ થયેલા અનુપમાં શોને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે અને ટીઆરપી લિસ્ટમાં પણ એ હંમેશા ટોપ પર રહે છે. આ શોમાં રૂપાલી ગાંગુલી, સુદ્ધાંશું પાંડે, મદાલસા શર્મા અને ગૌરવ ખન્ના લીડ રોલ કરી રહ્યા છે

Exit mobile version