જગ્ગનાથનું મામેરુ ભરાયુ મોસાળમાં, શું આ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળશે? જાણો આ વિશે લેટેસ્ટ માહિતી

રથયાત્રા પહેલાં ભગવાનના મોસાળમાં ભરાયું જગ્ગનાથનું મામેરુ

image source

કોરોના વાયરસની મહામારીના કારણે આ વર્ષે ઇતિહાસમાં પહેલી વાર એવું બની રહ્યું છે કે રથયાત્રા દરમિયાન હજારો લોકોની જનમેદની જોવા નહીં મળે. પણ તેમ છતાં રથયાત્રા તો આયોજિત થવા જઈ રહી છે. અને તે માટેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. રથયાત્રામાં જમાલપુર ખાતેના જગ્ગનાથજીના મંદીરથી રથયાત્રા સરસપુરના કે જેને ભગવાનનું મોસાળ ગવણવામાં આવ્યું છે ત્યાંના રણછોડરાયજીના મંદીરે રથ આવે છે અને ત્યાર બાદ પાછા જગ્ગનાથ મંદીરે રથ રવાના થાય છે.

image source

હાલ ભગવાનના મામેરાની સુંદર તસ્વીરો સામે આવી રહી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા સરસપુર વિસ્તાર ખાતેના રણછોડરાયજીના મંદીર ખાતે રથ યાત્રા પૂર્વે દર વર્ષે મામેરુ ભરવામાં આવે છે. અને તમને જણાવી દઈએ કે ઘણા વર્ષો પહેલાં જ મામેરૂ ભરવા માટેના બુકીંગ થઈ જાય છે. આખાએ સરસપૂરને રથયાત્રા પૂર્વે સુંદર રીતે સજાવવામાં આવે છે. અને અહીંનું વાતાવરણ ભગવાનના આગનમન માટે ઉત્સાહિ બની જાય છે.

image source

રથયાત્રા યોજાય તે પહેલાં પરંપરા પ્રમાણે જગન્નાથજીના સ્વાગત માટે સરસપૂરના રણછોડરાયજીના મંદીરમાં મામેરુ ભરવામાં આવે છે. અને મામેરુ જોવા માટે પણ સેંકડો લોકો ઉમટી પડે છે. મામેરાના મુખ્ય યજમાન પણ ત્યાં હાજર હોય છે. પણ હાલ કોરોનાની મહામારી ચાલી રહી હોવાથી રણછોડજીનું મંદીર જ યજમાન બન્યું છે.

સરસપૂરના રણછોડરાયજીના મંદીર ખાતે આ મામેરુ 17 જૂન બુધવારના રોજ ભરવામાં આવ્યું હતું. પણ દર વર્ષની જેમ આ વર્ષે ભક્તોની ભીડ વગર જ તેનું આયોજન થયું હતું. આ મામેરામાં ભગવાન માટે તેમના સુંદર વાઘા, મુગટ, ડિઝાઈનર ઘરેણા વિગેરે મુકવામાં આવ્યા હતા. તેમજ આખાએ મંદીરને સુંદર રીતે સજાવવામાં આવ્યું હતું.

image source

જો સામાન્ય સંજોગો હોત તો મંદીરમાં અત્યારથી જ ભક્તોની ભીડ લાગી ગઈ હોત. પણ કોરોનાની મહામારીના પગલે તંત્ર દ્વારા નિર્ણય લઈને માત્ર જરૂરી લોકોની હાજરીમાં જ આ પ્રસંગ પાર પાડવામાં આવ્યો હતો. બીજી બાજુ રથયાત્રામાં પણ આ વખતે માત્ર ગણતરીના લોકો જ હાજરી આપી શકશે.

રથ ખેંચતા ખલાસીઓના પણ કોરોનાના ટેસ્ટ લેવામાં આવી રહ્યા છે. બીજી બાજુ ગઈ કાલે સુપ્રિમ કોર્ટે એક આદેશ જારી કરતાં જણાવ્યું છે કે જગન્નાથની રથયાત્રા કરવાની જો અમે મંજુરી આપશું તો ભગવાન તેમને માફ નહીં થાય માટે આ વર્ષે જગન્નાથજીની રથયાત્રા નહીં થઈ શકે. જો કે આ નિર્ણય ઓરિસ્સાની જગ્ગનાથ પૂરીની યાત્રા બાબતે લેવામાં આવ્યો છે પણ, અમદાવાદની રથયાત્રા વિષે હજુ કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો.

image source

ચીફ જસ્ટિસની બેન્ચે ઓરિસ્સા સરકારને આદેશ આપતા જણાવ્યું છે કે હાલના વર્ષે રાજ્યમાં કોઈ પણ જગ્યાએ રથયાત્રા સાથે સંબંધીત કામની પરવાગની આપી શકાશે નહીં. આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે રથયાત્રા દરમિયાન હજારો લાખોની જનમેદની ભેગી થાય છે. અને હાલ જે સંજોગો ચાલી રહ્યા છે તે જોતાં આટલી મોટી સંખ્યામાં મેળાવડા જો થાય તો કોરોનાનું સંક્રમણ અંકુશ બહાર જઈ શકે છે અને હાલ એમ પણ સ્થિતિને કાબૂમાં કરવી મુશ્કેલ થઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત