જોઇ લો તમે પણ આ વ્યક્તિએ વેસ્ટ નુડલ્સમાંથી બનાવેલા ઘરની તસવીરો…

વેસ્ટ નૂડલ્સમાંથી બનાવ્યું ઘર – તસ્વીરો થઈ રહી છે વાયરલ

image source

નાનપણમાં આપણે સ્વપ્નમાં ઘણીવાર ચોકલેટના ઘરની કલ્પના કરી છે, પણ નૂડલ્સના ઘરની કલ્પના તમે ક્યારેય નહીં કરી હોય. ચીનના આ વ્યક્તિએ નૂડલ્સમાંથી સર્જન કર્યું છે એક ઘરનું. જોકે આ વ્યક્તિનો ઉદ્દેશ આ ઘરને તેના આવનારા સંતાનને ભેટ આપવાનો છે. માટે જ તેણે પોતાના બાળકના જન્મ પહેલાં આ નૂલડલ્સ હાઉસ તૈયાર કર્યું છે.

ચીનના ઝાંગ નામના યુવાને આ નૂડલ્સ પ્લે હાઉસ બનાવ્યું છે. અને ત્યાર બાદ તેની કેટલીક તસ્વીરો પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરી છે. અને તસ્વીરો શેર કરતાની સાથે જ વાયરલ થઈ ગઈ હતી. અને આ તસ્વીરો એટલી વાયરલ થઈ ગઈ હતી કે ચીનના ન્યૂઝ પેપરે પણ તેની નોંધ લેવી પડી હતી. ઝાંગે પોતાના આ ક્રિએશન બાબતે વિગત આપતા જણાવ્યું કે આ નૂડલ હાઉસ તેણે 2000 નૂડલ્સ પેકેટમાંથી બનાવ્યું છે. ઝાંગે આ ઘરમાં ઇટની જગ્યાએ નૂડલ્સના સ્લેબ્સનો ઉપયોગ કર્યો છે.

image source

આ એક અત્યંત નાનનકડું ઘર છે. જેનો વિસ્તાર માત્ર ચાર ચોરસ મીટર એટલે કે લગભગ 12 સ્ક્વેર ફૂટનો છે. એટલે કે આજકાલના ફ્લેટ્સમાં આવતા બેડરૂમ જેવડું આ નૂડલ હાઉસ છે. તેમાં એક પુખ્તવયની વ્યક્તિ આરામથી રહી શકે છે. ઝાંગે આ નૂડલ્સ હાઉસમાં એક બારી પણ રાખી છે.

વાસ્તવમાં ઝાંગનો એક મિત્ર નૂડલ્સનો જથ્થાબંધ વેપારી છે અને તેની પાસે એક્સપાયર્ડ થઈ ગયેલી નૂડલ્સના જથ્થાનો ભરાવો થઈ ગયો હતો. તે તેને નાખી દેવા માગતો હતો પણ તે જ વખતે ઝાંગને તે નક્કામા નૂડલ્સમાંથી ઘર બનાવવાનો વિચાર આવ્યો. અને તેણે પોતાના આવનારા બાળક માટે આ સુંદર ઘર બનાવ્યું.

image source

સ્વાભાવિક છે કે કેટલાક લોકો ઝાંગના આ ક્રિએશનના વખાણ કરે અને કેટલાક તેની ટીકા પણ કરે. કેટલાક લોકો ઝાંગની ક્રીએટીવીટી પર ફીદા થઈ ગયા તો કેટલાક લોકોને એવી પણ ચિંતા છે કે તે ઘરમાં રહેનાર નાનું બાળક જો અકસ્માતે પણ આ એક્સપાયર્ડ ડેટવાળી નુડલ્સ મોઢામાં નાખી દે તો કેટલી તકલીફમાં મુકાઈ શકે છે. આ ઉપરાંત તે એખ ખાદ્ય પદાર્થ છે માટે ભવિષ્યમાં તેમાં જીવાત વિગેરે થવાની પણ શક્યતા રહેલી છે જે બાળકના સ્વાસ્થ્ય માટે જરા પણ યોગ્ય ન કહી શકાય.

image source

બીજી બાજુ તેને પાણી અડતાં તે ભીની પણ થઈ શકે છે અને ઘર ટૂટી પણ શકે અને તેનાથી પણ બાળકને નુકસાન થઈ શકે છે. લોકોની ચિંતા પણ વ્યાજબી જ છે. તમે કંઈ અલગ કરવાના મોહમાં એટલા આગળ નીકળી જાઓ છો કે મહત્ત્વની બાબતો વિષે તમે વીચારી જ નથી શકતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત