Site icon News Gujarat

પતિ હોય તો આવો! પતિએ પત્નીને લગ્નની વર્ષગાંઠ પર ગિફ્ટમાં આપ્યો ચંદ્રની જમીનનો એક ટૂકડો

પતિએ પત્નીને લગ્નની વર્ષગાંઠ પર ગિફ્ટમાં આપ્યો ચંદ્રની જમીનનો એક ટૂકડો

તમે માનો કે ન માનો રાજસ્થાનના અજમેરમાં રહેતા આ પુરુષે પોતાની પત્નીને ચંદ્ર પર ત્રણ એકર જમીન ખરીદીને ગીફ્ટ કરી છે. આ ગીફ્ટ પતિએ પોતાની પત્નીને તેમના લગ્નની આંઠમી વર્ષગાંઠ નીમીતે આપી છે. વ્યક્તિનું નામ છે ધર્મેન્દ્ર અનીજા અને તેમની પત્નીનું નામ સપના અનીજા, હવે આ પતિ પત્ની શાહરુખ ખાન, અને સ્વ સુશાંત સિંગ રાજપુતની હરોળમાં આવી ગયા છે, કારણ કે તેમણે પણ પૃથ્વીના આ કુદરતી ઉપગ્રહ ચંદ્હર પર જમીનના ટુકડા લીધા છે.

image source

ધર્મેન્દ્રએ ચંદ્રની જમીન પરનો ટુકડો લૂના સોસાયટી ઇન્ટરનેશન, કે જે ન્યૂયોર્ક સીટીમાં આવેલી એક પેઢી છે તેની પાસેથી ખરીદી છે. અને તેને તેમણે પોતાની પત્નીને આ ‘ચાંદ કા ટૂકડા’ ભેટ તરીકે પોતાની 8મી વેડિંગ એનિવર્સરી પર આપ્યો છે. આ ગીફ્ટ તેમણે પોતાની પત્નીને 24મી ડિસેમ્બરે આપી છે. જો કે આ ખરીદીની પ્રક્રિયા પૂર્ણ થતાં તેમને એક વર્ષનો સમય લાગ્યો હતો.

image source

તેઓ પોતાની આ ગિફ્ટ બાબતે કહે છે કે ‘બધા ભેટમાં જમીનની વસ્તુઓ જેમ કે કાર્સ કે પછી જ્વેલરી આપતા હોય છે, પણ હું કંઈક અલગ ઇચ્છતો હતો, માટે મેં ચંદ્ર પર તેણી માટે જમીન ખરીદી.’

જે ઇન્ટરનેશનલ લૂનર લેન્ડ રજીસ્ટ્રી પાસેથી તેમણે ચંદ્ર પર જમીન ખરીદી છે તેઓ ચંદ્ર પરના વિવિધ વિસ્તારોની જમીન વિવિધ નામ હેઠળ વેચતા હોય છે. જેમ કે બે ઓફ રેઇનબોઝ, સી ઓફ રેઇન્સ, લેક ઓફ ડ્રીમ્સ, સી ઓફ ટ્રોન્ક્વીલીટી, ધ લૂનર આલ્પ્સ, સી ઓફ ક્લાઉડ્સ અને ઓશન સ્ટોર્મ્સ.

પણ શું તમે ખરેખર ચંદ્ર પરની જમીનના નાનકડા ટુકડાના માલિક બની શકો છો ?

પણ તમને કદાચ એ પ્રશ્ન થતો હશે કે આ પ્રકારના પ્રોપર્ટી સર્ટીફીકેટ વાસ્તવમાં કેટલા માન્ય હોય છે ખરા? આવી ઘણી બધી વેબસાઇટ ચંદ્રની જમીન કે પછી બીજા કોઈ ઉપગ્રહની જમીન વેચતી હોય છે. જ્યારે એક રિયાલીટી ચેક કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે ભારત તે 104 દેશોમાંનો એક દેશ છે જેણે ઇન્ટરનેશનલ ટ્રીટી પર સહી કરી છે જે પ્રમાણે એક વ્યક્તિ માટે કાયદેસર રીતે બ્રહ્માન્ડના કોઈ પણ ગ્રહ કે કોઈ પણ પદાર્થ પર જમીનના ટૂકડા પર પોતાનો માલિકી હક જતાવવો અશક્ય છે.

image source

આ ટ્રીટીનું નામ છે ધી આઉટર સ્પેસ ટ્રીટી. આ ટ્રીટી 10મી ઓક્ટોબર 1967ના રોજ અસ્તિત્વમાં આવી હતી. આ ટ્રીટી જણાવે છે ‘પૃથ્વી બહારનું અંતરિક્ષ, જેમાં ચંદ્ર તેમજ અન્ય આકાશી પદાર્થ એ માનવજાતીનો સહિયારે વારસો છે. જેને કોઈ પણ દેશ કે પછી કોઈ પણ વ્યક્તિ માલિક નથી.’

image source

આ ટ્રીટીના 11માં અનુચ્છેદમાં ઉલ્લેખવામાં આવ્યું છે, ‘ચંદ્ર સંપ્રભુતાના કોઈ પણ દાવા, ઉપયોગ કે વ્યવસાયના માધ્યમથી કે પછી અન્ય કોઈ માધ્યમથી રાષ્ટ્રીય વિનિયોજન નથી. તેના ઉપરની સરફેસ કે પછી તેની સબસર્ફેસ કે પછી તેનો કોઈ પણ ભાગ, કે તેના કુદરતી સંસાધનો કોઈ પણ ઇન્ટરનેશનલ ઇન્ટરગવર્નમેન્ટલ કે નોન ગવર્નમેન્ટલ કે કોઈ નેશનલ ઓર્ગેનાઇઝેશન કે નોન ગવર્નમેન્ટલ એન્ટીટી કે પછી કોઈ પણ વ્યક્તિનો તેના પર કોઈ જ હક્ક નથી.’

image source

માટે હવે જો તમે પણ ચંદ્ર પર જમીન ખરીદવા માગતા હોવ તો તમારે ઉપરની ટ્રીટીને ધ્યાનમા રાખવી જોઈએ જેથી કરીને તમે ચંદ્ર પર જમીન ખરીદવાની ભૂલ ન કરો.

Source: timesofindia

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version