નોઈડામાં અન્ય યુવતી સાથે સંબંધ રાખનાર પતિને પત્નીએ ચખાડી મજા, પોલીસને પણ કરી દીધી દોડતી

એવું માનવામાં આવી રહ્યું હતું કે લોકડાઉન હોવાથી ગુનાખોરીની ઘટનાઓ બનતી સદંતર બંધ થઈ જશે. પરંતુ ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં આવું નથી. લોકડાઉનનો અમલ કરાવવામાં વ્યસ્ત પોલીસને લોકોના ઘરે થતી સમસ્યાઓમાં દોડવું પડી રહ્યું છે.

image source

મથુરા જિલ્લામાંથી રહેતી એક મહિલાને ખબર પડી તે તેના પતિનું અન્ય યુવતી સાથે અફેર છે તો તેણે એવો પ્લાન ઘડ્યો કે પતિ સામેથી તેની પ્રેમિકાને ઘરે લાવ્યો અને પછી જે થયું તે વાતની ચર્ચા આજે દેશભરમાં થઈ રહી છે.

મહિલાએ સૌથી પહેલા તો પતિને પોતાની પ્રેમિકાને ઘરે લાવવા મનાવી લીધો. પતિ પણ પત્નીની વાત માની પોતાની પ્રેમીકાને ઘરે લઈ આવ્યો. આ બાદ સાબિત થઈ ગયું કે મહિલાનો પતિ બેવફા હતો અને તેણે લગ્નેતર સંબંધ રાખ્યા. આ બાદ પુરુષની પત્નીએ એવો હોબાળો મચાવ્યો કે પોલીસને ઘટનાસ્થળે દોડવું પડ્યું. પોલીસએ વચ્ચે પડી અને ત્રણેયને સમજાવ્યા અને પ્રેમીકાને તેના ઘરે નોઈડા પરત મોકલી.

આ પ્રેમ સંબંધ બંધાયાની કહાની આ પ્રકારની છે. મથુરાના ટેંટીગામનો યુવક નોઈડામાં બારીઓમાં કાચ અને અરીસા લગાડવાનું કામ કરતો હતો. તેણે ગુરુગ્રામની મહિલા સાથે 3 વર્ષ પૂર્વે લગ્ન કર્યા હતા. ત્યારબાદ તેની પત્ની ગામમાં જ રહેતી અને પતિ કામના કારણે નોઈડામાં રહેતો. યુવક શરુઆતમાં નિયમિત ઘરે આવતો પરંતુ છેલ્લા 6 મહિનામાં તે ઘરે આવ્યો નહીં અને પત્નીને દાળમાં કાળુ હોવાની શંક ગઈ.

ત્યારબાદ પત્નીએ તપાસ કરાવી તો જાણવા મળ્યું કે તેનો પતિ નોઈડામાં અન્ય મહિલા સાથે રહે છે. પરંતુ પત્નીએ ઉગ્ર થવાને બદલે પતિને વિશ્વાસમાં લઈ પ્રેમિકાને ઘરે લાવવા મનાવ્યો અને પછી જોરદાર ધમાલ કરી. આ મામલે પોલીસએ મધ્યસ્થી કરી અને પતિ-પત્ની વચ્ચે સમાધાન કરાવ્યું.