જોઇ લો તમે પણ દીકરા સાથે ક્રિકેટ રમતાં રમતાં પિતાને આવેલો હાર્ટ એટેકનો આ વિડીયો, બે મહિના જૂની ઘટનાના CCTV ફૂટેજ સામે આવતા હાહાકાર

દીકરા સાથે ક્રિકેટ રમતાં હતા પિતા, રમતા રમતાં પિતાને આવ્યો હાર્ટ એટેક આવ્યો, આ વિડીયો તમને હચમચાવી મુકશે.

બે મહિના પહેલા બની હતી આ ઘટના. CCTV ફૂટેજ સામે આવતા મચ્યો હાહાકાર, વીડિયો 31મી માર્ચનો છે જેમાં પિતાનું હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતું

image source

આપણી રોજબરોજની જિંદગીમાં આપણે લોકોના મૃત્યુના ઘણા કિસ્સા સાંભળતા હોઈએ છે પણ તમે અત્યાર સુધી મોતનો આવો કિસ્સો તો નહીં જ સાંભળ્યો હોય. સુરતના ભટાર વિસ્તારમાં એક પિતા પોતાના નાનકડાં દીકરા (son) સાથે સોસાયટીમાં ક્રિકેટ રમી રહ્યા હતા. એ દરમિયાન અચાનક જ ક્રિકેટ રમતા રમતા જ દીકરાની નજર સામે તેના પિતા જમીન પર ઢળી પડ્યા હતા. તપાસ કરતા જાણવા મળ્યું કે પિતાને હાર્ટ એટેક આવ્યો હતો અને એના જ કારણે એમનું મોત થયું હતું. અહીં વર્ણવેલી આખી ઘટનાના CCTV સામે આવ્યા છે. જેમાં એ નાનકડા દીકરાના પિતાનુંલાઈવ મોત કેદ થઈ ગયું છે

સુરતના સોશિયલ મીડિયા આજે એક વીડિયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયો આજથી બે મહિના પહેલાનો છે, જેમા એક યુવાનના મોતની સમગ્ર ઘટના કેદ થઈ ગઈ છે. આ વીડિયોમાં જે વ્યક્તિને હાર્ટ એટેક આવે છે તે શહેરના ભટાર વિસ્તારમાં આવેલ જમનાનગર ખાતે રહેતા પરિક્ષિત સોસાયટીના રહેવાસી વિજય રમેશચંદ્ર વરેનો હતો.

image source

વિજય ભાઈ પોતાના પરિવાર સાથે ભટારમાં રહેતા હતા અને તેમના પરિવારમાં તેમના માતા-પિતા, તેમની પત્ની અને તેમનો એક પાંચ વર્ષનો દીકરો છે . વિજય ભાઈ બીએડ કોલેજમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગઈ 31મી માર્ચના રોજ વિજયભાઈ તેમના પાંચ વર્ષના દીકરાની સાથે સોસાયટીની ગલીમાં ક્રિકેટ રમી રહ્યા હતા. અને એ જ વખતે હાર્ટ એટેક આવતા લથડીયા ખાતા-ખાતા જમીન પર ઢળી પડ્યા હતા.

જોકે આ ઘટના બન્યા બાદ તરત જ સોસાયટીના લોકો દોડી આવ્યા હતા અને વિજયભાઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પર હાજર ડૉક્ટરે તમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાને લઇને સમગ્ર વિસ્તાર શોકની લાગણી છવાઈ જવા પામી હતી.

પોતાના દીકરાનું આમ અચાનક જ મૃત્યુ થઈ જવાના કારણે વિજયભાઈના માતાપિતા શોકમાં ગરકાવ થઈ ગયા છે. તેમની પત્ની સ્થિતિ પણ ઘણી જ કફોડી બની છે. વિજય ભાઈના મૃત્યુની આ સમગ્ર ઘટના સોસાયટીના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. અને આજે અચાનક બે મહિના બાદ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હાહાકાર મચી ગયો છે.

source : news18

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત