આ તો ખરુ કહેવાય, લાકડાની પુતળી સાથે પરણી ગયો આ યુવાન, કારણ જાણીને તમે પણ મુકાઇ જશો આશ્વર્યમાં

એક પિતાની ઈચ્છાને કારણે પુત્રે કર્યા લાકડાના પૂતળા સાથે લગ્ન.

આપણે સમાચારમાં કેટલી વાર જોયું હોય છે કે એક છોકરીના કૂતરા સાથે કે દેડકા સાથે લગ્ન કરાવવામાં આવ્યા. અને ત્યારે આપણે થોડા દુઃખી તો થોડો ગુસ્સો પણ આવે છે કે દુનિયામાં કેવા કેવા લોકો રહે છે. આ બધા લગ્ન કોઈને કોઈ અંધશ્રદ્ધાને કારણે કરવામાં આવેલા હતા.

image source

પરંતુ હમણાં એક એવા સમાચાર બહાર આવ્યા છે કે એક યુવાન લાકડાના પૂતળાની છોકરી સાથે લગ્ન કર્યા છે. તો એ યુવાનને એવું તે પગલું કેમ ભર્યું કે તેને લાકડાના પૂતળા સાથે લગ્ન કર્યા અને તેના ઘરવાળા પણ તેની સાથે સંમત થયા. એટલું જ નહીં લગ્ન કર્યા અને એ પણ ખુબજ ધામધૂમ થી. બધા સગા વ્હાલાને આમંત્રણ આપ્યું અને ભોજન સમારંભ પણ યોજાયો. ચાલો જાણીએ આખી ઘટના.

એક યુવાન માણસે તેના વૃદ્ધ પિતાનું મન રાખવા માટે એક લાકડાના પૂતળા સાથે લગ્ન કરે છે. પ્રયાગરાજનાં ઘૂરારપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક યુવકે લાકડાના પુતળા સાથે લગ્ન કર્યાં હતાં. તમને આંચકો લાગ્યો નથી ને, પરંતુ તે સાચું છે. ચાલો તમને જણાવી દઈએ કે આ લગ્નમાં બધી વિધિ કરવામાં આવી હતી અને લોકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

image source

પ્રયાગરાજનાં ઘૂરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના માનકવાડ ગામે રહેતા 90 વર્ષીય વડીલ શિવ મોહનને 9 પુત્રો છે. 9 માંથી 8 પુત્રો પરિણીત છે. પરંતુ સૌથી નાના પુત્ર પંચરાજ માટે છોકરી હજુ સુધી મળી નહોતી અને લગ્ન પણ નહોતાં કરી શક્યા. જ્યારે વૃદ્ધ શિવ મોહન, જેમણે 90 વર્ષની વય પસાર કરી છે, તે તેના બધા 9 પુત્રોના લગ્નને પોતાની આંખોથી જોવા ઇચ્છતા હતા.

વૃદ્ધ પિતાનું મન રાખવા તેના પુત્રો અને પરિવારના અન્ય સભ્યોએ પણ ઘણા પ્રયત્નો કર્યા. પરંતુ કન્યા મળી ન હતી.

image source

કન્યા ન મળે તે સંજોગોમાં, પરિવારના સભ્યોએ પુજારીઓ પાસે પહોંચ્યા અને તેમનો અભિપ્રાય લીધો. જ્યારે પરિવારના સભ્યો પુરોહિતને મળ્યા, ત્યારે તેમણે બધી સમસ્યાઓ સાંભળી અને એક વિચાર આપ્યો. પરિવારના સભ્યો પણ આશ્ચર્યચકિત થયા.

પૂરોહિતે કહ્યું કે જો લાકડાની છોકરી સાથે લગ્ન કરાય તો પણ પંચરાજને લગ્નજીવન સુખ મળશે નહીં, પરંતુ તે ચોક્કસ લગ્ન કરેલ ગણાય.

image source

પુરોહિતની સલાહને ધ્યાનમાં રાખીને ઘરના બધા ભાઈ અમે બીજા સભ્યોએ નક્કી કર્યું કે નાના ભાઇ લગ્ન આપણે લાકડાના પૂતળા સાથે કરીએ અને બધા સગા વ્હાલાને આમંત્રણ આપીને ધામધૂમથી લગ્ન કરીએ. બસ પછી તો નાના ભાઈ પંચરાજના લગ્ન પણ ધામધૂમથી કર્યા અને બધી જ વિધિથી લગ્ન પૂર્ણ કર્યા.

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત