વાહન મળ્યું નહીં તો યુવકે હૈદરાબાદથી ચાલતી પકડી, 24 દિવસે પહોંચ્યો કાનપુર

જ્યારથી કેરળમાં પહેલો કેસ નોંધાયા બાદ દેશભરમાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાવા લાગ્યા છે ત્યારથી દેશમાં પહેલા આંશિક બંધ અને પછી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. પહેલા તબક્કામાં લોકડાઉન 21 દિવસનું હતું અને તે 14 એપ્રિલે પૂર્ણ થનાર હતું પરંતુ ત્યારે પણ દેશમાં સ્થિતિ ચિંતાજનક હોવાથી વડાપ્રધાનએ આ લોકડાઉનને 3 મે સુધી લંબાવ્યું છે.

image source

આવી સ્થિમાં જે બીજા રાજ્ય કે શહેરમાં કામકાજ માટે ગયા હતા તેવા લોકોની હાલત કફોડી થતાં તેઓ વતન પાછા ફરવા તલપાપડ છે. પરંતુ લોકડાઉનમાં વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ હોવાથી લોકો કરે પણ શું. તેવામાં કેટલાક લોકો એવા પણ છે જે વતન જવા ચાલતા ચાલતા સફર પર નીકળી પડે છે. આવો જ એક યુવક છે જે લોકડાઉન બાદ હૈદરાબાદમાં રહી ન શકે તેવી સ્થિતિ સર્જાતા ચાલતાં ચાલતાં કાનપુર પહોંચવા નીકળી પડ્યો હતો.

આ યુવક ધોમધખતા તાપમાં પણ હજારો કિલોમીટર ચાલ્યો બસ પોતાના વતન પોતાના લોકો પાસે પહોંચવા માટે.  24 દિવસમાં આ યુવક 1300 કિલોમીટર ચાલ્યો. તેનું એક માત્ર કારણ હતું કે તેની પાસે ખાવા અનાજ પણ ન હતું કે ન તો ત્યાં કમાવા માટે કામ.

20 વર્ષનો આ યુવક હૈદરાબાદની એક આઈસક્રીમની ફેક્ટરીમાં રોજે કામ કરો. પરંતુ લોકડાઉન થતા તેનું કામ બંધ થઈ ગયું અને માલિકએ ઘરે જતું રહેવા કહી દીધું તેની પાસે ન તો પૈસા હતા ન તો ખોરાક. પરંતુ રસ્તામાં તેને સમાજ સેવકો ભોજન પુરુ પાડતા.

આ વ્યક્તિનું 1200 કિલોમીટરના અંતર સુધીમાં 25 જગ્યાએ સ્વાસ્થ્ય ચેકઅપ થયું. તેણે આ અનુભવ બાદ નક્કી કરી લીધું કે હવે તે હૈદરાબાદ કામ શરુ થશે તો પણ પરત જશે નહીં.