બોલીવૂડ ક્વિન – આ 30 કરોડના બંગલામાં કંગના રહે છે કોઈ રાણીની જેમ…

બોલીવૂડ ક્વિન – કંગના મનાલીના પહાડો વચ્ચે ધરાવે છે મહેલ જેવું આલિશાન મકાન – આ 30 કરોડના બંગલામાં તેણી રહે છે કોઈ રાણીની જેમ

જ્યારથી સુશાંત સિંહનું મૃત્યુ થયું ત્યારથી કંગના રનૌત લગભગ રોજે કોઈને કોઈ નવા મુદ્દાના કારણે ચર્ચામા રહે છે. હાલ તમે સોશિયલ મિડિયા સાઇટ જુઓ કે પછી તમારા ટેલિવિઝન પર આવતી સ્થાનીક કે નેશનલ ચેનલ જુઓ બધા જ પર કંગના છવાયેલી રહે છે. તેણે સુશાંતના મૃત્યુને લઈ નેપોટિઝમને મુદ્દે બનાવીને એક મોટી ચર્ચા શરૂ કરી દીધી હતી અને ધીમે ધીમે તેણીના નિવેદનોએ રાજકીય સ્વરૂપ ધારણ કરી લીધું. અને પછી જે થયુંતે બધા જ જાણે છે.

image source

થોડા દિવસ પહેલાં જ મુંબઈને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મિર સાથે સરખાવીને તેણે ફરી વાર એક મોટો વિવાદ ઉભો કરી દીધો હતો. અને તેના પરિણામ સ્વરૂપે તેણીની મુંબઈ ખાતેની કરોડોની ઓફિસમાંના ગેરકાયદેસરના બાંધકામને બીએમસી દ્વારા તોડી પાડવામા આવ્યુ હતું. અને ત્યાર બાદ તો જાણે કંગના અને શિવસેનાના નેતા સંજય રાઉત વચ્ચે જાણે કે દલીલોની આગજ ભડકી ઉઠી હતી.

image source

કંગનાની ઓફિસ તોડી પડાતાં તેણીએ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેણી પાસે તેની ઓફિસના રીપેરીંગ કામ માટે હવે પૈસા નથી બચ્યા. પણ આજે આપણે કંગનાના વિવાદોની વાત નથી કરવાના પણ કંગનાના વતન એવા મનાલીના પહાડોની વચ્ચોવચ આવેલા આલિશાન મહેલ જેવા મકાનની વાત કરવાના છીએ.

image source

લોકડાઉનના કારણે કંગના છેલ્લા ઘણા મહિનાઓથી પોતાના વતન મનાલીમાં રહેતી હતી. અને તેના પીઓકેના નિવેદન બાદ તેણી મુંબઈ આવી હતી અને ત્યાર બાદ તે ફરી પાછી મનાલી રવાના થઈ ગઈ હતી. જ્યાં તેણી પોતાના ભવ્ય મહેલ જેવા મકાનમાં કોઈ મહારાણીની જેમ રહે છે. તો ચાલો જોઈએ તેના આ ભવ્ય મકાનની તસ્વીરો

image source

કંગનાનો આ ભવ્ય બંગલો કુદરતના ખોળામાં આવેલો છે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી. હિમાલયની ગીરીમાળામાં આવેલા હિલસ્ટેશન એવા મનાલીમાં તેનો આ સુંદર બંગલો આવેલો છે. કંગનાના આ બંગલામાં કુલ 8 બેડરૂમ આવેલા છે. સ્વાભાવીક રીતે તેનો બેડરૂમ ખૂબ જ ભવ્ય છે અને તેનો લૂક પણ મોડર્ન છે. તેણીના આ બેડરૂમમાં એક સુદંર આર્મચેર મુકવામાં આવેલી છે અને જમીન પર જયપુરની જાજમ બીછાવવામાં આવી છે. તો વળી તેની દિવાલોને સુંદર અનોખા આર્ટપીસથી સજાવવામાં આવી છે.

image source

કંગનાએ પોતાના આ ઘરની ડિઝાઈન દુબઈથી પ્રેરિત રાખી છે. તેના ઘરની સજાવટમાં દેશ તેમજ દુનિયાના વિવિભ ભાગોમાંથી રાચરચીલુ મંગાવીને ગોઠવવામાં આવ્યું છે. તેના આ બંગલામાં જીમ તેમજ યોગા માટે પણ એક અલાયદી જગ્યા ફાળવવામાં આવી છે. જે તેના બંગલાના ટોપ પર આવેલી છે અને તેમાં એક ગ્લાસ રૂફ પણ લાગેલી છે. 2018માં કંગનાનો આ બંગલો બનીને તૈયાર થઈ ગયો હતો.

image source

ફિલ્મ ક્વિનના સફળ થયા બાદ કંગનાએ પોતાના વતનમાં આ બંગલો લીધો હતો. તેણે અહીં પ્રથમ તો 10 કરોડમાં વિશાળ જમીન ખરીદી હતી. અને તેના પર 30 કરોડમાં આ ભવ્ય બંગલો ખડો કર્યો હતો. બંગલાની ભવ્યતા જોઈને જ તમે બોલી ઉઠશો કે તેમાં રહેનારી કોઈ રાણીથી કમ નહીં હોય.

image source

આ બંગલાની શોભા વધારવા માટે કંગનાએ તેમાં એક મોટો પીયાનો પણ ગોઠવ્યો છે. અને માત્ર શોભા ખાતર જ નહીં પણ તેણી આ પીયાનો વગાડતી પણ હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત