માનવ મહેરામણ ઉમટ્યું અને સોશિયલ ડિસ્ટન્સની સાથે રાસ – ગરબા નિહાળ્યા

અતિ આધૂનિક સમયમાં કોરોનાના કહેરે ફરી એકવાર લોકોને પ્રાચીન શેરી ગરબા તરફ વાળી દીધા છે.. ભલે તે હાલ પુરતા જ કેમ ન હોય.. પરંતુ આ જ પ્રાચીન ગરબા અને પ્રચલિત રાસ જોવા મળ્યા રાજકોટના સોરઠિયાવાડી બગીચા ખાતે.. છઠ્ઠા નોરતે પ્રચલિત રાસ નિહાળવા માટે માનવ મહેરામણ ઉમટ્યું હતું.. પરંતુ ગરબી મંડળ દ્વારા એ પ્રકારે આયોજન કરવામાં આવ્યું હતુ કે લોકોને મુશ્કેલી ન પડે.. અસંખ્ય લોકોએ રાજકોટના પ્રાચીન ગરબી મંડળના રાસ સહપરિવાર જોયા.. પરંતુ સોશિયલ ડિસ્ટન્સીંગની સાથે.. દીકરીઓ દ્વારા વિવિધ રાસ રજૂ કરવામાં આવ્યા હતા.. જેમાં સૌથી વધુ આકર્ષણનુ કેન્દ્ર બન્યા હતા છત્રી સાથેના મેઘરસ રાસ.. આ રાસ જોવા માટે પવનપુત્ર ચોકમાં એક હરોળમાં અને સુવ્યવસ્થિત આયોજન સાથે લોકો બેઠેલા નજરે પડ્યાં..

image soucre

નવરાત્રિનો રંગ બરાબર જામ્યો છે ત્યારે ખેલૈયાઓ પણ શેરી, સોસાયટી, પોળ કે ફ્લેટમાં મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે.. નવરાત્રિની રમઝટ બરાબર જામી છે ત્યારે પરંપરાને પણ જાળવવામાં આવી રહી છે.. તે પણ સરકારની કોવિડ ગાઇડલાઇનની સાથે.. ઉદાહરણ જોવા મળ્યું રાજકોટના સોરઠીયાવાડી બગીચા ખાતે..

ભૂવારાસે કર્યા મંત્રમુગ્ધ

image soucre

નવલી નવરાત્રિનું ગઈકાલે છઠ્ઠું નોરતું હતું. છઠ્ઠા દિવસે રાજકોટના ખેલૈયાઓમાં ઉત્સાહ બેવડાયો હોય એમ ગરબે ઘૂમી રહ્યા હતા. ત્યારે રામનગરમાં આવેલી તુલસી બાગ સોસાયટી ગરબી મંડળની દીકરીઓએ ભૂવારાસ રમી સૌ કોઇને મંત્રમુગ્ધ કરી દીધા હતા. દીકરીઓએ કંકુથી હાથ રંગી ભૂવારાસ લીધો હતો તેમજ વિતરાગ નેમિનાથ સોસાયટીમાં મોટેરાઓ પણ રાસ-ગરબે ઘૂમી રહ્યા હતા. આ ઉપરાંત ધરમનગર વિસ્તારમાં ઋષિ વાટિકા સોસાયટીમાં કિશોરીઓથી માંડી મોટેરાઓ ગરબે ઘૂમી મા અંબાની આરાધના કરી રહ્યાં છે.

9 વર્ષથી ઋષિ સોસાયટીમાં આયોજન

image soucre

રાજકોટના ધરમનગર વિસ્તારમાં આવેલી ઋષિ સોસાયટીમાં જય અંબે ગરબીનું છેલ્લાં 9 વર્ષથી આયોજન થાય છે. આ વર્ષે સરકાર દ્વાર છૂટ મળતાં કોરોનાની ગાઇડલાઇન્સ અનુસાર, મર્યાદિત સંખ્યામાં લોકોની હાજરીમાં કિશોરીઓથી માંડી મોટી ઉંમરની મહિલાઓ પણ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરવા આવી હતી.

વીરપુરમાં 225 વર્ષ જૂની ગરબીમાં ગરબાની રમઝટ

image socure

યાત્રાધામ વીરપુરમાં રાજાશાહી વખતથી માતાજીના ગરબા રમાડવામાં આવતી 225 વર્ષ જૂની પ્રાચીન નવદુર્ગા ગરબીની કિશોરીઓ પ્રાચીન ગરબે ઘૂમી રહી હતી, જેમાં તેમણે પોતાના માથે બેડા પર માતાજીનો ગરબો રાખી નવદુર્ગા તેમના પૂજન રાસ-ગરબા રમી આરાધના કરી હતી. નવલી નવરાત્રિમાં કિશોરીઓ દ્વારા લેવાયેલા આ પૂજન રાસે લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. આ રાસ જોવા લોકો ઊમટી પડ્યા હતા. વીરપુરના ટાવરચોકમાં આવેલી 225 જૂની આ નવદુર્ગા ગરબી રાજાશાહી વખતથી અવિરતપણે દર વર્ષે નવરાત્રિમાં દીકરીઓ દ્વારા પ્રાચીન રાસ-ગરબા રમીને ધામધૂમથી ભક્તિ ભાવ પૂર્વક જગત જનની મા જગદંબાની આરાધના કરવામાં આવે છે.