માનવતા મરી પરવારી: પિતા માટે મહિલાએ ઓક્સિજનની માગ કરી તો પાડોશી કહ્યું…’એક રાત સાથે…, પૂરી વાત જાણીને તમારું પણ લોહી ઉકળી ઉઠશે

કોરોનાએ ખરેખર લોકોને કંઈ કેટલા પાઠ ભણાવ્યા છે અને હજુ પણ કેવા કેવા દિવસો આવશે એ વિશે કોઈ વાત નક્કી જ નથી. કારણ કે હાલમાં પણ લોકો આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં સુધરતા જ નથી. આપણે કેટલીય નવી નવી વસ્તુઓ જોઈ. ત્યારે હવે ફરીથી એક એવો જ બધાને હચમચાવી નાખે એવો કિસ્સો સામે આવ્યો છે. એક બાજુ સતત મૃત્યુઆંક વધી રહ્યો છે ત્યારે બીજી બાજુ આ મહામારીમાં માનવતા મરી પરવારી હોય એવા સીન જોવા મળી રહ્યા છે.

image source

સોશિયલ મીડિયા પર અત્યારે એક એવી ઘટના સામે આવી કે જ્યારે એક યુવતીએ તેના પિતા માટે ઓક્સિજન-સિલિન્ડરની જરૂર હતી તો તેના પડોશીએ તેની સાથે શારીરિક સંબંધ બાંધવાની માગ કરી અને બદલામાં મદદ કરીશ એવું કહ્યું હોવાથી હાહાકાર મચી ગયો છે. હકીકતમાં આ ઘટના સોશિયલ મીડિયા મારફત સામે આવી છે. ભાવરીન કંધારી નામની છોકરીએ કહ્યું છે કે મારા એક મિત્રની બહેનને તેના પિતા માટે ઓક્સિજન-સિલિન્ડરની જરૂર હતી. તો તેના પડોશી પાસે મદદ માંગવા ગઈ. જો કે બન્યું એવું કે સિલિન્ડરના બદલામાં પોતાની સાથે સૂવા માટે કહ્યું હતું.

image source

ભાવરીને આ કેસ અંગે કહ્યું કે-આ અંગે શું કાર્યવાહી કરી શકાય છે, જ્યારે તે આ ઈનકાર કરી દે કે તેણે આવી કોઈ વાત કહી નથી. બીજી બાજુ સોશિયલ મીડિયા પર લોકોની અલગ અલગ પ્રતિક્રિયા આપવા લાગ્યા છે. લોકોએ આ વ્યક્તિનું નામ જાહેર કરવાની માગ કરી છે તો વળી કોઈએ આકરામાં આકરી સજા કરવાની પણ માગ કરી છે.

image source

જો કે આ કોઈ પહેલી ઘટના નથી. આવી જ અન્ય એક ઘટના સામે આવી છે. અન્ય એક છોકરીએ સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે જ્યારે તેણે કોરોના બીમારીની સારવાર અંગે જાણકારી માટે એક નંબર પર કોલ કર્યો તો જવાબ મળ્યો કે મેડમ, હું તો છોકરીઓ સપ્લાઇ કરું છું. ત્યાર બાદ કોલ ડિસ્કનેક્ટ કરી દેવામાં આવ્યો.

ઉલ્લેખનીય છે કે હાલમાં દેશમાં કોરોનાના કેસ ઘટવા માંડ્યા છે. છેલ્લા 24 કલાકમાં 3 લાખ 26 હજાર 14 કેસ નોંધાયા હતા અને 3,876 લોકોનાં મોત નીપજ્યાં હતાં. રાહતની વાત છે કે આ દરમિયાન 3 લાખ 52 હજાર 850 લોકો કોરોનાથી સાજા થયા હતા. દેશનાં 18 રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન જેવા પ્રતિબંધો છે.

image source

આમાં હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તામિલનાડુ, મિઝોરમ, ગોવા, તેલંગાણા અને પુડુચેરી સામેલ છે. અહીં પહેલાંના લોકડાઉન જેવા કડક પ્રતિબંધો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!