Site icon News Gujarat

માનવતાના નામે કશુ જ નથી વધ્યું? એમ્બ્યુલન્સના ડ્રાઇવરે દર્દીને વચ્ચે જ ઉતારી દીધો, કરૂણ મોત થતાં દેશમાં હાહાકાર

હાલમાં કોરોના કાળ ચાલી રહ્યો છે અને એવામાં પણ ઘણા લોકોને બેડની તો કોઈને દવાની તો કોઈને એમ્બ્યુલન્સ મળી રહી નથી અને લોકોના મોત પણ થઈ રહ્યા છે. કોરોના કાળમાં લોકો આમપણ એકબીજાથી દુર દુર ભાગી રહ્યાં છે એવામાં માનવતા મરી પરીવારશે તો લોકો એકબીજાના સહારા વગર કેમ જીવશે અને શું એમને આવી રીતે નકારાત્મકતાનો જ સામનો કરવો પડશે.

આ વાતો એટલા માટે કરવી પડી રહી છે કારણ કે એક કિસ્સો સામે આવ્યો એ જોઈને હચમચી જવાશે. બન્યું એવું કે મધ્યપ્રદેશના શિવપુરીમાં એમ્બ્યુલન્સના ડ્રાઈવરે ટીબીના દર્દી અને તેની પત્નીને રસ્તા વચ્ચે જ ઉતારી દીધા હતા. દર્દી ફોરલેન પર તડપતો રહ્યો હોવાના સીન પણ જોવા મળ્યા.

આ કેસમાં કરૂણતા તો જુઓ કે પોલીસ પહોંચી અને તેને હોસ્પિટલ લઈ ગયા પરંતુ દર્દીએ ત્યાં સુધીમાં જીવ ગુમાવી દીધો હતો. હવે આ વાત એટલી ચગી કે આખા દેશમાં આ બેદરકારીની ચર્ચા કરવામાં આવી રહી છે. બેદરકાર એમ્બ્યુલન્સના ચાલકની હાલમાં પોલીસ તપાસ કરી રહી છે. આ કેસ વિશે વાત કરતાં પોલીસે જણાવ્યું હતું કે દર્દીને ગ્વાલિયરથી શિવપુરી લઈ જવામાં આવી રહ્યો હતો. ત્યારે જ દર્દીની સાથે તેની માત્ર 25 દિવસની દીકરી પણ સાથે હતી. રસ્તામાં સામાન્ય વાતે વિવાદ થયો અને એમ્બ્યુલન્સનો ડ્રાઈવર તેને જ રસ્તાની વચ્ચે જ ઉતારીને ભાગી ગયો. આ હદે લોકો વ્યવહાર કરે એ વાતની તો કોઈ મરીજને ભાન પણ ન હોય.

સમગ્ર ઘટનાને આંખે જોનાર પત્ની રચનાએ વાત કરી હતી કે બીમાર નિરેન્દ્ર જાટવે ગ્વાલિયરથી શિવપુરીના શહપુરા આવવા માટે 2 હજાર રૂપિયામાં એમ્બ્યુલન્સ બાંધી હતી. દુખાવો થવાને કારણે કે પછી કોઈ બીજા ટેન્શનના કારણે રસ્તામાં પરેશાન નિરેન્દ્ર રડવા લાગ્યો હતો. આ વાતને લઈને તેની ડ્રાઈવર સાથે થોડી બોલાચાલી પણ થઈ હતી. બસ આટલી જ વાત અને એમ્બ્યુલન્સનો ડ્રાઈવર તેને રસ્તા પર છોડીને જતો રહ્યો હતો.

આટલી ઘટના બાદની વાત કરીએ તો નિરેન્દ્ર ફોરલેન પર જ ઘણા ટાઈમ સુધી પડ્યો રહ્યો. તેની એકાએક સ્થિતિ બગડી જતાં તે તડપી તડપીને અચેત થઈ ગયો. ઘટના શનિવારની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. રવિવારે આ ઘટનાનો વીડિયો સામે આવ્યો હતો અને ત્યારબાદ જ ફરિયાદ નોંધવામાં આવી છે અને તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આ સમગ્ર ઘટનાની સૂચના મળી ત્યારે સુભાષપુરા પોલીસ સ્ટેશનના પ્રભારી મનીષ જાદૌન તેમની ટીમની સાથે ઘટનાસ્થળે પહોંચ્યા તો નિરેન્દ્રના લગભગ છેલ્લા છેલ્લા શ્વાસ ચાલી રહ્યા હતા.

આ ઘટના જોઈ પોલીસને પણ ઝાટકો લાગ્યો હતો. જ્યારે પોલીસ નિરેન્દ્રને લઈને સતનવાડા હોસ્પિટલ પહોંચી, જ્યાં તેમની પ્રાથમિક સારવાર થઈ. જ્યાં તેમના ડોકટરે તેને જિલ્લા હોસ્પિટલ રિફર કરી દીધો. અહીં લાવતાં-લાવતાં નિરેન્દ્રનું મોત થઈ ગયું હતું. SP રાજેશ સિંહ ચંદેલે જણાવ્યું કે હાલમાં આ મામલાની તપાસ થઈ રહી છે.

પોલીસે સૂચના મળી હતી કે કોઈ યુવક પોતાની પત્ની સાથે મારપીટ કરી રહ્યો છે. તે પોતાની બાળકીને પણ મારી રહ્યો છે. રાહદારીઓએ છોડાવ્યા હતા. પત્નીએ પોલીસને એમ્બ્યુલન્સ છોડવાની વાત કરી હતી. ત્યારે હવે આ મામલે દરેક એંગલથી તપાસ કરવામાં આવી રહી છે અને સોલ્યુશન આવે એવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version