મંદિરો ખુલતાં જ ભક્તે માનતા કરી પુરી, બહુચર માતાજીને ચઢાવ્યો સોનાનો મુગટ
સંકટનો સમય દરેક વ્યક્તિના જીવનમાં આવે જ છે. આવા સમયમાં દરેક વ્યક્તિ પોતાના આરાધ્ય દેવના શરણે પહોંચે છે. કેટલાક લોકોની આસ્થા માનતા અથવા તો આખડી જેને કહીએ તેના પર ખૂબ વધારે હોય છે. તેવામાં લોકો જીવનના કપરા કાળમાંથી બહાર આવવા માટે ઈષ્ટદેવ કે માતાજીની માનતા રાખતા હોય છે. માનતા પૂરી થતા પોતે મનમાં ધારેલું કામ પૂર્ણ પણ ભક્તો કરે છે. તેવામાં એક ભક્તની અનોખી ભક્તિ ગુજરાતમાં ચર્ચામાં છે.

લોકડાઉનના 4 તબક્કા બાદ અનલોક 1ના પહેલા તબક્કામાં રાજ્યભરમાં મંદિરો પરથી પ્રતિબંધ દૂર કરવામાં આવ્યો છે ત્યારે મહેસાણા નજીક આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ શંખલપુરમાં એક ભક્તે તેની અનોખી આસ્થા દર્શાવી માનતા પુરી કરી છે. અહીં માતાજીની એક ભક્તે માનતા રાખી હતી. તેણે પોતાની મનોકામના પૂર્ણ થવા પર બહુચર માતાજીને સોનાનો મુગટ અર્પણ કરવાનું નક્કી કર્યુ હતું. માતાજી પરની તેની આસ્થા એટલી હતી કે તેની માનતા પુરી થઈ અને હવે મંદિરો ખુલતાની સાથે જ તેણે માતાજીને સોનાનો મુગટ અર્પણ કરી પણ દીધો છે.

ભક્તે માતાજીને અર્પણ કરેલા આ મુગટની અંદાજિત કિંમત 25 લાખથી વધુ છે. આ મુગટનું 600 ગ્રામ જેટલું છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર મહેસાણા જિલ્લાના પવિત્ર યાત્રાધામ શંખલપુર ધામે બિરાજમાન બહુચર માતાજીને એક માઈ ભક્તે સોનાનો મુગટ અર્પણ કર્યો છે. આ વાત ચર્ચામાં એટલા માટે પણ છે કે કોરોનાના કારણે જાહેર થયેલા લોકડાઉન પછી મંદિરો ખુલ્યા બાદ ગુજરાતના કોઈ મંદિરે થયું હોય તેવું આ આ પ્રથમ મોટું સુવર્ણદાન છે.

મહત્વપૂર્ણ છે કે ગુજરાત સહિત દેશના તમામ મંદિરો ખોલવા મંજૂરી આપવામાં આવી છે. જેમાં ગુજરાતના અમદાવાદના 40, દેવભૂમિ દ્વારકાના 6, મહેસાણાના 5, પાટણના 4, ખેડાના 3, સુરેન્દ્રનગરના 3, જુનાગઢના 3, મોટી દમણના 3, ભાવનગરના 2, સુરતના 2, દીવના 2, ગીર સોમનાથના 1, દાહોદના 1, સાબરકાંઠાના 1 અને ભરૂચના 1 એમ કુલ 77 પુજાસ્થળોનો સમાવેશ થાય છે. કેન્દ્રિય સંસ્કૃતિ મંત્રાલયે ગુજરાત સહિત દેશમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે 820 પ્રાચીન પૂજાસ્થળ ખોલવા મંજૂરી આપી દીધી છે. પરંતુ ગુજરાતની રાણકીવાવ અને સૂર્યમંદિર બંધ હજુ પણ બંધ જ રહેશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત