મંદિરા બેદીની હાલત જોનારા ચોધાર આંસુએ રડી પડ્યા, પતિની અર્થીને ખુદ કાંધ આપી અને દોણી પકડી

ગઈ કાલે એટલે કે 30 જુલાઈએ મંદિરા બેદીના 49 વર્ષના પતિ રાજ કૌશલનું આકસ્મિક નિધન થયું હતું. જેના કારણે નાના પડદાથી લઈને મોટા પડદા અને ક્રિકેટ જગત સુધી પોતાની ઓળખ બનાવી ચુકેલી અભિનેત્રી મંદિરા બેદી પર દુખનો પહાડ તૂટી પડ્યો છે. કહેવામાં આવે છે કે રાજ કૌશલનું હાર્ટ એટેકને કારણે આજે નિધન થયું છે. મંદિરા માટે આ સમય ખરાબ સ્વપ્ન સમાન છે.

image source

મંદિરાએ ભારે હ્રદયે પોતાના પતિને અંતિમ વિદાય આપી રાજ કૌશલને 30મી જૂનના રોજ વહેલી સવારે સાડા ચાર વાગે હાર્ટ એટેક આવ્યો હતો. રાજ કૌશલના અવસાનથી મિત્રો તથા ઇન્ડસ્ટ્રીઝ શોકમાં છે.

image source

ત્યારબાદની વાત કરીએ તો રાજની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી ત્યારે જે રીતે સીન જોવા મળ્યા હતા એ સીન જોનારની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. માહિતી મળી રહી છે કે રાજ કૌશલના અંતિમ સંસ્કાર 11.30ની આસપાસ દાદરના શિવાજી પાર્ક સ્મશાનમાં કરવામાં આવ્યા હતા. મંદિરા બેદીએ દોણી પકડી હતી અને કાંધ આપી હતી. જેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી હતી. પતિના આકસ્મિક નિધનથી મંદિરા બેદી એકદમ ભાંગી પડી હતી.

image source

હાલત એવી થઈ ગઈ હતી કે મંદિરાની આંખના આંસુ સૂકાતા નહોતા. મિત્રોને વળગીને મંદિરા ધ્રુસકેને ધ્રુસકે રડતી હતી. રાજ કૌશલના અંતિમ સંસ્કારમાં રોનિત રોય, આશિષ ચૌધરી, માનસી જોષી રોય, સમીર સોની, અપૂર્વ અગ્નિહોત્રી સહિતના સેલેબ્સ જોવા મળ્યા હતા. તસવીરો સામે આવી એમાં એ પણ જોવા મળતું હતું કે રોનિત રોયને ગળે લગાવી મંદિરા બેદી રડવા લાગી.

image source

ત્યારબાદ રોનિતે તેને હિંમત આપી સંભાળી હતી. મહત્વનું છે કે રાજ કૌશલ ડાયરેક્ટર અને પ્રોડ્યૂસર હતા. રાજે પ્યાર મેં કભી-કભી, શાદી કા લડ્ડૂ જેવી ફિલ્મો ડાયરેક્ટ અને પ્રોડ્યૂસ કરી છે. મંદિરા ભારે દુખી છે. પરિવાર અને ઇન્ડસ્ટ્રીના લોકો તેને સહારો આપી રહ્યાં છે.

image source

આ ક્ષણે મંદિરાએ પતિની અંતિમ યાત્રામાં ખુદ ઘંટ ઉઠાવ્યો અને તે હિંમતથી આગળ વધતી જોવા મળી હતી. આ દરમિયાન તેની આંખો આંસુથી ભરેલી સૌ કોઈ જોઈ શકતા હતા. ટીવી અને બોલીવુડના ઘણા સેલેબ્સ મંદિરાના પતિ રાજ કૌશલની અંતિમ વિદાયમાં સામેલ થયા. રોનિત રોય અને અપૂર્વ અગ્નિહોત્રી પણ સામેલ થયા. ત્યારે હજુ પણ મંદિરા આ ઘેરા દુખમાંથી બહાર નથી આવી અને મિત્રો પ્રયાસ કરી રહ્યાં છે કે જલ્દી જ તે આ દુખમાંથી બહાર આવી શકે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!