Site icon News Gujarat

મંદિરા બેદીને મળવા રાત્રે બોલિવૂડ સ્ટાર્સ પહોંચ્યા, રવિનાથી લઈ મૌની રોયે પાઠવી સાંત્વના…

અભિનેત્રી મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું નિધન 49 વર્ષની વયે હાર્ટ એકેટથી થયું છે. આ ખબરથી તેના ફ્રેન્ડ સહિત ઈંડસ્ટ્રીના સ્ટાર્સને પણ મોટો ઝટકો લાગ્યો હતો કારણે કે રવિવારે જ મંદિરા અને રાજે તેમના નજીકના મિત્રો સાથે પાર્ટી કરી હતી. જ્યારે બુધવારે રાત્રે હાર્ટ એટેક આવતા રાજે દુનિયાને અલવિદા કહી દીધું. આ ઘટનાથી મંદિરા બેદી રીતસર ભાંગી પડી હતી.

image source

પતિના આકસ્મિક નિધનથી પત્ની મંદિરા શોકમાં ડુબી ગઈ છે. રાજના અંતિમ સંસ્કાર સમયે પણ મંદિરા બેદી ધ્રુસકે ધ્રુસકે રડતી જોવા મળી હતી. મંદિરા બેદીએ રડતી આંખોએ પતિ રાજની અર્થીને કાંધ આપી હતી અને દોણી પકડી હતી. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. અંતિમ સંસ્કાર બાદ પણ મંદિરા સતત રડતી જોવા મળી હતી.

image source

સ્મશાનથી પરત ફર્યા બાદ મંદિરાના ઘરે રાત સુધી એક પછી એક બોલિવૂડ સ્ટાર્સ પહોંચ્યા હતા. મંદિરાને મળી અને તેને સાંત્વના પાઠવવા મૌની રોય, રવિના ટંડન, વિદ્યા માલવડે, રોહિત રોય, અદિતિ ગોવિત્રિકર, સુલેમાન મર્ચન્ટ સહિતના સ્ટાર્સ પહોંચ્યા હતા.

image source

જણાવી દઈએ કે રાત સુધી મંદિરના ઘરે તેના મિત્રો તેની સાથે રહ્યા હતા. કારણ કે પતિના નિધનથી મંદિરા ભાંગી પડી હતી. સામે એમ પણ આવ્યું છે કે મંદિરા જ્યારે રાજને હોસ્પિટલમાં લઈ જઈ રહી હતી ત્યારે કારમાં જ મંદિરા સામે રાજે અંતિમ શ્વાસ લીધા હતા. આ વાતથી મંદિરા આઘાતમાં સરી પડી છે.

image source

ઉલ્લેખનીય છે કે રાજે પ્યારમે કભી કભી, શાદી કા લડ્ડુ અને એન્થની કોન હૈ જેવી ફિલ્મોને ડાયરેક્ટ કરી છે. આ ઉપરાંત માય બ્રધર નિખિલ, શાદી કા લડ્ડુ અને પ્યારમે કભી કભી તેમણે પ્રોડ્યુસ પણ કરી હતી. મંદિરા અને રાજે લવ મેરેજ કર્યા હતા. બંનેના લગ્ન 1999માં થયા હતા તેઓ 2011માં દીકરા વીરના માતા પિતા બન્યા અને તાજેતરમાં જ તેમણે એક દીકરીને પણ અડોપ્ટ કરી હતી.

image source

રાજના નિધનના સમાચારથી તેના ફેન્ડ્ર પણ આઘાતમાં સરી પડ્યા હતા. કારણ કે રવિવારે જ તેમના ઘરે પાર્ટી થઈ હતી. જેમાં રાજ એકદમ સ્વસ્થ હતો. પરંતુ બુધવારે સાંજથી તેની તબિયત ખરાબ થઈ હતી. તેણે સાંજે દવા લીધી અને તેણે આરામ કર્યો હતો પરંતુ ત્યારબાદ રાત્રે તેને છાતિમાં દુખાવો વધી ગયો હતો જ્યાર બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પરંતુ ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version