રામ મંદિર બનવા માટે રાખી હતી માનતા, હવે કર્યું 1.51 કરોડનું દાન, આ ગુજરાતી મુસ્લિમ દંપત્તિ ચારેકોર વખણાયું

રામ મંદિરમાં પહેલાથી ગુજરાતીઓનો ફાળો ઘણો રહ્યો છે. મંદિરને ડિઝાઈન કરનારા ગુજરાતના સોમપુરા અને તેમના પરિવારની પણ જે તે સમયે ખુબ ચર્ચા થઈ હતી અને કહેવામાં આવી રહ્યું છે કે તેમનો પરિવાર 15 પેઢીથી મંદિર ડિઝાઈન કરી રહ્યો છે અને અત્યાર સુધીમાં પરિવારે 131 મંદિરો ડિઝાઈન કર્યા છે. ત્યારે હવે ફરી એકવાર એક ગુજરાતી દંપતી રામ મંદિર બાબતે ચર્ચામાં આવ્યું છે. હાલમાં પરિસ્થિતિ એવી છે કે મંદિરના નિર્માણ માટે દાન ઉઘરાવવામાં આવી રહ્યું છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે નાણા એકત્રીકરણ અભિયાન ચાલી રહ્યું છે. જેને લઈને ભક્તોનો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે.

image source

અત્યાર સુધીમાં આપણે દાન માટેના ઘણાં નવા કિસ્સાઓ જોયા છે અને જાણ્યા છે. લોકો પોતાનથી થતું નાનું કે મોટું દાન આપી રહ્યા છે. જેમાં ગુજરાતના ઘણાં લોકોએ કરોડો રૂપિયાનું દાન આપ્યું હોવાની વાતો સામે આવતી રહી છે. અહીં પણ આવાં જ એક ગુજરાતીએ 1.5 કરોડો રૂપિયાનું દાન આપ્યું છે. આ દંપત્તિની ગુજરાતમાં ભારે ચર્ચા થઈ રહી છે કારણ કે, આ દાન ગુજરાતના એક મુસ્લિમ દંપત્તિ આપ્યું છે. આ મુસ્લિમ દંપત્તિએ રામ મંદિરના નિર્માણે માટે 1.51 કરોડ જેટલી મોટી રકમ મંદિરનાં નિર્માણ માટે દાન કરી છે.

image source

જ્યારથી જ આ વાત જાહેર થઈ છે ત્યારથી જ ગુજરાતમા આ દંપત્તિની વાહ વાહ ચારે તરફ થઈ રહી છે. મળતા આંકડા પ્રમાણે વાત કરીએ તો રામ મંદિરના નિર્માણ માટે ગુજરાતમાંથી અત્યાર સુધીમાં 31 કરોડ રૂપિયાનું દાન આવ્યું છે.

પાટણના આ ડોક્ટર દંપત્તિએ સૌથી વધુ દાન આપ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ડોક્ટર હામિદ મંસુરી અને મુમતાઝ મંસુરીએ રામ મંદિરના નિર્માણ માટે 1.51 રોડ રૂપિયાનું દાન આપ્યું છે.આવી રિતે વીએચપીએ અત્યાર સુધીમાં 31 કરોડ રૂપિયાનું દાન આ રીતે ભેગુ કર્યું છે. પાટણના આ મુસ્લિમ દંપત્તિએ અનોખી પહેલ કરી હતી અને નાતજાત કે ધર્મના ભેદભાવથી દૂર એકતાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.

image source

આવું કામ કરીને આ દંપત્તિએ માનવતા અને ભાઈચારાનો ઉત્તમ દાખલો સમાજમાં બેસાડ્યો હતો.

આ દંપતી વિશે વધારે માહિતી મળતાં એ વાત પણ સામે આવી છે કે સિવાય પણ આ ડોક્ટર દંપતિ ભારતમાં ઘણા મંદિરોમાં દર્શને માટે જતા રહ્યાં છે. તેઓ પોતે મુસ્લિમ હોવા છતાં પણ તેઓ ધર્મમાં કોઈ ભેદભાવ માનતા નથી. આ દંપત્તિનું સ્પષટ કહેવું છે કે, માનવ ધર્મ સૌથી મોટો ધર્મ છે અને અમે ભારતીય છીએ માટે અમને ભારતીય હોવા પર ગર્વ છે. હાલમાં આખા પાટણ જિલ્લામાં આ દંપત્તિ પર બધા ગર્વ અનુભવી રહ્યાં છે. પાટણના રહેવાસી આ મંસુરી દંપત્તિએ ભગવાન શ્રી રામના મંદિર નિર્માણ માટે પોતાની તીજોરીના દરવાજા ખોલી દેતાં હિન્દુ ભાઈ-બહેનોમાં પણ ખુશીના આંસૂ જોવા મળ્યા હતાં.

image source

હાલમાં માહોલ એવો બન્યો છે કે આ દંપત્તિનું દાન બધે ચર્ચાનો વિષય બની ગયું છે. આ મંસૂરી દંપત્તિ અયોધ્યા પણ વારંવાર દર્શન માટે જાય છે અને રામમંદિર માટે તેમને ખુબર શ્રદ્ધા છે. તેમની આસ્થામાં માનવતા છલકાતી જોઈ શકાય છે. તેઓ જ્યારે રામમંદિર દર્શન કરી આવ્યા છે ત્યારે જ મુમતાજ મંસૂરીએ બાધા રાખી હતી કે, જલદી તે મંદિરનું નિર્માણ શરૂ થઈ જાય અને જ્યારે મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તો આ દંપત્તિ દાન આપવામાં પણ પીછે હઠ નથી કરી રહ્યું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!