મંદિરે ગયેલ મહિલા સાથે ‘નિર્ભયા’ જેવી ઘટના, ગેંગરેપ બાદ ગુપ્તાંગમાં નાખી રૉડ, લોહિલુહાણ હાલતમાં મળી આવી લાશ

ઉત્તર પ્રદેશમાં હજુ હાથરસમાં બનેલી ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં બીજી હ્યદયદ્રવક ઘટના સામે આવી છે. જેનાથી ફરી યોગી સરકાર અને પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. ઉત્તર પ્રદેશના બદાયું માં એક વર્ષીય મહિલા સાથે બળાત્કાર કરવામાં આવ્યો છે અને ત્યાર બાદ તેની હત્યા કરવામાં આવી છે. આનાથી પણ ચોંકાવનારી વાત તો એ છે કે પોલીસે આ ઘટનાને દબાવવા મહિલાનું મોત કૂવામાં પડી જવાથી થયું હોવાની વાત કહી રહી છે. મતલબ કે અહીની પોલીસ આવી ઘટના પ્રત્યે કેટલા અસંવેદનશીલ છે તેનું આ જીવતુ જાગતું ઉદાહરણ છે.

image source

બે આરોપીઓ હજુ ફરાર

આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે ઉત્તર પ્રદેશના બદાયૂંમાં 50 વર્ષની મહિલા સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે. આ મહિલા આંગણવાડી સહાયિકા તરીકે નોકરી કરે છે. સામે આવેલી વિગતો અનુસાર મહિલાના શરીર પર ગંભીર ઇજાઓના નિશાન જોવા મળ્યા છે તો બીજી તરફ મામલો સોશિયલ મીડિયામાં આવતા આખરે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે જ્યારે બે આરોપીએ હજુ ફરાર છે.

image source

પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલો

તો બીજી તરફ ફરજમાં લાપરવાહી માટે રાઘવેન્દ્ર પ્રતાપ સિંહ નામના એક પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તેમને આ ઘટના અંગે વિગતે જણાવી એ તો 50 વર્ષની મહિલા ત્રણ જાન્યુઆરીના રોજ મંદિરમાં પૂજા કરવા માટે ગઈ હતી અને આરોપ અનુસાર મંદિરના મહંત સત્યનારાયણ, ચેલા વેદરામ અને ડ્રાઈવર જસપાલે ગેંગરેપ કર્યો ત્યાર બાદ આ હવસના પૂજારીઓએ આ મહિલાની લાશને લોહિલુહાણ હાલતમાં ફેકી દીધી. તો આ અંગે પરિવારજનોએ જ્યારે પોલીસ ફરિયાદ કરી તો પોલીસ પહેલા તો ગેંગરેપ છે તે વાત સ્વીકારી તૈયાર નહોતી થતી તમણે આ મહિલા કૂવામાં પડીને મોતને ભેટી હોવાની વાત કહી. જો કે ત્યાર બાદ મામલો વધુ ગરમાતા અધિકારીઓએ આ મુદ્દે એક્શનમાં આવ્યા અને ત્રણ આરોપી સામે કેસ દાખલ કરવામાં આવ્યો.

image source

પ્રાઈવેટ પાર્ટમાં થઈ ગંભીર ઈજા

તો બીજી તરફ સૌથી મહત્વની વાત એ છે કે પોલીસે પોસ્ટમોર્ટમ કરવામાં પણ વિલંબ કર્યો હતો અને 48 કલાકે રીપોર્ટ આવ્યો હતો. જેથી લોકો પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા કરી રહ્યા છે.

પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં મહિલા સાથે ગેંગરેપ થયો હોવાની વાત સાબિત થઈ છે. રીપોર્ટ અનુસાર મહિલાના શરીર પર ગંભીર ઇજાઓ છે અને સાથે સાથે પ્રાઇવેટ પાર્ટમાં રૉડ જેવી કોઇ વસ્તુ નાખવાની વાત પણ સામે આવી છે. મહિલાની પાંસળીઓ, પગ અને ફેફસા ખૂબ ગંભીર રીતે ડેમેજ થયા હતા. જેથી લોકોએ આરોપીએ સામે કડક કાર્યવાહી કરવા માગ કરી છે. જો ગામ લોકોએ આ મામલે ગંભીરતા ન દાખવી હોત તો આ કેસની સચ્ચાઈ સામે ન આવી શકી હોત.

image source

ઉત્તર પ્રદેશમાં દરરોજ બળાત્કારના 11 બનાવો

તો બીજી તરફ નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના 2018 ના આંકડા અનુસાર, દેશમાં મહિલાઓ સંબંધિત ગુનાના 3,78,277 કેસ નોંધાયા હતા. જેમા દર વર્ષે બળાત્કારના 33,356 કેસ સામે આવે છે. એટલે કે દેશમાં દરરોજ 91 બળાત્કારની ઘટનાઓ બની રહી છે. તો બીજી તરફ ઉત્તર પ્રદેશમાં બળાત્કાર અને જાતીય હિંસાના 3946 કેસ નોંધાયા હતા, જેનો અર્થ છે કે રાજ્યમાં દરરોજ બળાત્કારના 11 બનાવો બને છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત