Site icon News Gujarat

મંદિરોમાં નો એન્ટ્રી, પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ધમધમશે…આટલી ટિકિટો તો બુક પણ થઇ ગઇ, જતા પહેલા વાંચી લો આ કામની માહિતી

સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જવાનું વિચારતા લોકો ખાસ વાંચો, 200 ટિકિટ બુક થઈ ગઈ

કોરોનાની બીજી લહેરને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી છેલ્લા કેટલાક દિવસથી પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યું હતું જોકે હવે પ્રવાસીઓ માટે 8 જૂનથી ખુલ્લું મુકવામાં આવનાર છે. કોરોના કેસ વધતા દુનિયાની સૌથી ઉંચી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું હતું પરતું હવે કેસ ઘટતા સરકાર દ્વારા ફરી તેને ખુલ્લું મુકવાનો નિર્ણય કર્યો છે પ્રવાસીઓ માટે ઓનલાઈન અને ઓફ લાઈન ટિકિટ બુકિંગની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે.

image source

કોરોના કાળમાં જે લોકોએ એડવાન્સ ટિકિટ બુક કરાવી હતી તેઓએ પ્રવેશ આપવામાં આવતો હતો. અંદાજીત એક મહિનાથી કોરોનાને પગલે ઓનલાઈન બુકિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું. પરતું હવે કોરોના કેસ ઘટતા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ફરી ખુલ્લુ મુકવામાં આવનાર છે.

image source

દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ્ યુનિટી આજથી (તા. 8મી)ને મંગળવારથી ખુલ્લી થશે. વ્યુઇંગ ગેલેરીનો ટિકિટ સ્લોટ પૂરતી મર્યાદામાં કરી દેવાયો છે. ટિકિટ બુકિંગ શરૂ થતાં પ્રથમ દિવસે 200થી વધુ પ્રવાસીઓએ ઓનલાઇન ટિકિટ બુક કરાવી દીધી છે. SOU જોવા આવનારા પ્રવાસીઓને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવું ફરજિયાત રહેશે.

image source

કોરોનાની પ્રથમ લહેરમાં સ્ટેચ્યુ ઓફ્ યુનિટી છ મહિના સુધી બંધ રહ્યું હતું, પરંતુ બીજી લહેરમાં સ્ટેચ્યુ ઓફ્ યુનિટીને ખુલ્લુ રાખવામાં આવ્યું હતું અને પ્રવાસીઓ આવતા હતા પરંતુ એક સમય એવો આવ્યો હતો કે સ્ટેચ્યુ ઓફ્ યુનિટી જોવા માટે દિવસના 20થી 30 પ્રવાસીઓ પણ આવતા ન હતા. હવે કોરોનાના કેસ ઘટતા સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે તેના મુળ સ્વરૂપે ખુલવા જઈ રહ્યુ છે.

image source

મંગળવારે સ્ટેચ્યુ ઓફ્ યુનિટી જોવા માટે 380 રૂપિયાની કિમતની વ્યુઇંગ ગેલેરી જોવાની ટિકિટ 165 પ્રવાસીઓએ ઓન લાઈન બુક કરાવી છે અને વ્યુઇંગ ગેલેરી જોવાની 1030 રૂપિયાની કિમતની એકસપ્રેસ ટિકિટ 22 જેટલા પ્રવાસીઓએ બુક કરાવી છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જતા લોકો માટે સારા સમાચાર આવ્યા છે, રાજ્યમાં કોરોના કેસમાં ઘટડો નોંધાતા રાજ્ય સરકાર દ્વારા મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે જેમાં સરકારી-ખાનગી કાર્યાલયોને પણ 100 ટકા સ્ટાફ સાથે ફરી શરૂ કરવામાં આવ્યા છે તો રાજ્યામાં આજથી નવા શૈક્ષણિત સત્રનો પણ પ્રારંભ થઈ ગયો છે જેને લઈ ઓનલાઈન શિક્ષણ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે જો કે સરકારની નવી ગાઈડલાઈન ન આવે ત્યાં સુધી ઓનલાઈન શિક્ષણ આપવાનો જ નિર્દેશ કર્યો છે.

image source

તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી

હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરી શરૂ કરવાના નિર્ણય કરાતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે આવતીકાલથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ફરી શરૂ થશે કરવામાં આવનાર છે જેથી હવે ફરવાના શોખીન લોકો કેવળીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પણ લાહવો માણી શકશે. કોરોનાના કારણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું…જે હવે પ્રવાસીઓ માટે ફરી ખુલ્લુ મુકવામાં આવનાર છે. જેને લઇને તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version