Site icon News Gujarat

મંદિરમાંથી જૂતાની ચોરી થઇ જાય તો જીવનમાં આવે છે તમામ મુશ્કેલીઓનો અંત, સાથે જાણો શું મળે છે શુભ સંકેત

મિત્રો, આપણો દેશ એ ધાર્મિક અને આધ્યાત્મિક સંસ્કૃતિ ધરાવતો દેશ છે અને આ કારણોસર જ આપણા દેશના દરેક ખુણામા તમને ભગવાનનુ મંદિર અવશ્યપણે જોવા મળી રહે છે. આજે આ લેખમા અમે તમને એક એવી વિચિત્ર બાબત વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જે દેખાવમા તો સામાન્ય છે પરંતુ, તેની પાછળનુ રહય ખુબ જ રસપ્રદ છે.

image source

મંદિરમાથી કોઈપણ વ્યક્તિના જૂતા અને ચંપલની ચોરી થવી અથવા તો ગુમ થવા આ બાબત એકદમ સામાન્ય બની ચુકી છે પરંતુ, જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે તેને એક શુભ ઘટના માનવામા આવે છે. વિશેષ તો જો શનિવારના દિવસે મંદિરમાંથી જૂતા કે ચપ્પલ ગાયબ થઇ જાય તો તે તમારા માટે વિશેષ લાભદાયી સાબિત થઇ શકે છે.

આપણા જ્યોતિષશાસ્ત્ર મુજબ એવુ માનવામા આવે છે કે, જો તમારા જૂતા અને ચપ્પલ મંદિરમાંથી ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય છે તો તે તમને એક વિશેષ સંકેત આપે છે. આ સંકેત મુજબ તમારા જીવનમાંથી ગરીબી દૂર થઈ જશે અને સારા દિવસોની શરૂઆત થશે.

image source

આ સિવાય અન્ય એક માન્યતા એવી પણ છે કે, જૂતા અને ચપ્પલની ચોરી એ ગ્રહદોષ માટેનુ એક જવાબદાર કારણ સાબિત થઇ શકે છે. અમુક માન્યતા પ્રમાણે જો શનિવારના દિવસે મંદિરમાંથી પગરખાની ચોરી થઈ જાય છે તો તે એક એવો સંકેત પૂરો પાડે છે કે, તે તમારી શનીદોષની સમસ્યાઓને દૂર કરવા માટે પણ લાભદાયી સાબિત થાય છે.

આ સિવાય શનિની અશુભતાને લીધે કોઈપણ કાર્યમા તમને સરળતાથી સફળતા મળતી નથી. આવી સ્થિતિમા જો મંદિરમાંથી શનિવારના દિવસે પગરખા ચોરાઇ જાય તો તેને અત્યંત શુભ માનવું જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આપણા શરીરના બધા ગ્રહો જુદા-જુદા પ્રકારના અવયવોમા રહે છે.

image source

એવુ માનવામા આવે છે કે, શનિનો વાસ પગમા થાય છે, જેના કારણે તે પગ સાથે સંબંધિત છે. એવુ કહેવામાં આવે છે કે, શનિદેવ એ જૂતા અને ચપ્પલના દાનથી ખૂબ જ ખુશ થાય છે અને તમારા પર અસીમ કૃપા વરસાવે છે. જો તમે પણ તમારુ ભાગ્ય ચમકાવવા ઈચ્છતા હોવ તો શનિવારના દિવસે પગરખાનુ દાન ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ ઉપાય અજમાવવાથી શનિદેવ તમારા પર ખુબ જ પ્રસન્ન થાય છે અને તમારી તમામ સમસ્યાઓનો અંત આવશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Exit mobile version