અમદાવાદના એક જાણીતા મંદિરના 28 સંતોને લાગ્યું કોરોનાનું સંક્રમણ

અમદાવાદના એક જાણીતા મંદિરના 28 સંતોને લાગ્યું કોરોનાનું સંક્રમણ

કોરોના વાયરસની મહામારીએ માઝા મુકી છે અને દિવસેને દિવસે સંક્રમિતોની સંખ્યા હજારોમાં વધી રહી છે. અને એક સાથે એક જ જગ્યામાંથી ઢગલા બંધ સંક્રમિતો સામે આવી રહ્યા છે. અમદાવાદમાં પણ કોરોના સંક્રમિતોનો આંકડો ઉત્તરોત્તર વધી રહ્યો છે. તાજેતરમાં અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા શાહીબાગ ખાતેના સ્વામિનારાયણ મંદિરના એક નહીં પણ અનેક સંતોને કોરોનાનું સંક્રમણ લાગ્યું છે.

image source

શાહિબાગમાં આવેલા અત્યંત વ્યસ્ત રહેતાં બાપ્સ મંદિરમાં નગર પાલિકા દ્વારા સંતો તેમજ સ્વયંમ સેવકો સહિત કૂલ 150 જેટલા લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 28 જેટલા સંતોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. હાલ તે દરેકને કોવિડ કેર સેન્ટર તેમજ કોવિડ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા છે.

image source

આ સિવાય અમદાવાદ મ્યુનિસિપાલિટી દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગુરુકુળ વિસ્તારમાં આવેલી એક ઓફિસમાં 289 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 9 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ સિવાય અમદાવાદની વિવિધ કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર પણ ટેસ્ટ શરૂ કરવામા આવ્યા છે.

image source

શહેરની વિવિધ કન્સ્ટ્રક્શન સાઇટ્સમાં 810 જેટલા મજૂરોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી દક્ષિણ પશ્ચિમ ઝોનમાંથી 3 લોકો તેમજ મધ્ય ઝોનમાંથી 2 મજૂરોના કોરોના રિપોર્ટ પોઝિટિય આવ્યા હતા.

ગત્ત 24 કલાકમાં રાજ્યમાં 1325 કેસ નોંધાયા

image source

તમને જણાવી દઈએ કે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 1325 કોરોના સંક્રમિત કેસ નોંધાયા છે. આ સાથે ગુજરાતમાં કોરોના સંક્રમિતોના કૂલ 100375 કેસ નોંધાઈ ચૂક્યા છે. અને છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણથી 16 લોકોના મૃત્યુ થયા છે. આમ અત્યાર સુધીમાં ગુજરાતમાં કોરોનાના કારણે 3064 લોકોના મૃત્યુ નીપજ્યા છે.

image source

હાલ એક્ટિવ કેસની વાત કરીએ તો 16131 કેસ એક્ટિવ છે. અને અત્યાર સુધીમાં કૂલ 81180 કોરોના સંક્રમિત લોકો સાજા થઈને પોતાના ઘરે ગયા છે. હાલની સ્થિતિમાં સમગ્ર રાજ્યમાં કૂલ 89 કોરોના પેશન્ટ વેન્ટીલેટર પર છે અને 16042 લોકોની સ્થિતિ સ્થીર છે. ગઇકાલે કોરોના સંક્રમણના કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 3 મૃત્યુ, સુરતમાં 3 મૃત્યુ, સુરત કોર્પોરેશનમાં 2 મૃત્યુ, ભરુચમાં 1 મૃત્યુ વડોદરા કોર્પોરેશનમાં 1 મૃત્યુ રાજકોટ કોર્પોરેશનમાં 3 મૃત્યુ, ભરુચમાં 1 મૃત્યુ, ગાંધીનગરમાં 1 મૃત્યુ, વડોદરા કોર્પોરેશનમાં 1 મૃત્યુ, વડોદરામાં 1 મૃત્યુ અને ભાવનગર કોર્પોરેશનમાં 1 મૃત્યુ થયા છે.

image source

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 1126 લોકો કોરોના સંક્રમણથી મુક્ત થયા હતા. અને 75487 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યારસુધીમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના 25,59,916 ટેસ્ટ થયા છે. એક આશાસ્પદ વાત તમને એ જણાવી દઈએ કે રાજ્યમાં કોરોના દર્દીઓના સાજા થવાનો દર 80.82 % છે.

હાલના સમયમાં સમગ્ર રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં 5,54,774 લોકોને ક્વોરેન્ટાઇન કરવામાં આવેલા છે. જેમાંથી 5,54247 લોકો હોમ ક્વોરેન્ટાઇમાં છે જ્યારે 527 લોકોને ફેસીલીટી ક્વોરેન્ટાઇમાં મુકવામા આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત