Site icon News Gujarat

કરુણતા: માને જરૂરી હતી ઓક્સિજનની, તો યુવક પોલીસને કરગર્યો અને આંખમાં આસું સાથે બોલ્યો ‘સિલિન્ડર આપો નહીં તો મા મરી જશે’

પોતાની માતા માટે ઓક્સિજન સિલેન્ડરની વ્યવસ્થા કરવા માટે યુવક પોલીસના પગમાં પડી ગયો, રડતાં રડતાં બોલ્યો સિલિન્ડર આપો નહીં તો મા મરી જશે

શહેર અને જિલ્લામાં પણ કોરોનાની મહામારી એ કાળો કેર વર્તાવ્યો છે, ત્યારે હાલ દરરોજ 300 થી 400 જેટલા કોરોના પોઝિટિવ કેસ જામનગરમાં નોંધાઈ રહ્યા છે. સંખ્યાબંધ દર્દીઓના મૃત્યુ થઈ રહ્યા છે. જેના પગલે સરકારી અને ખાનગી હોસ્પિટલો હાઉસફુલ થઈ ચૂકી છે. એક પણ બેડ ખાલી નથી અને મોટાભાગના દર્દીઓને ઓક્સીજનની જરૂરિયાત રહેતી હોય ત્યારે હાલ હવે હોસ્પિટલ હાઉસફુલ થતા લોકો હોમ આઈસોલેટેડ થઈ ઓક્સિજન સહિતની સારવાર લઇ રહ્યા છે. એવા સમયે જામનગર શહેરમાં ઓક્સિજનની ભારે અછત જોવા મળી રહી છે.

image source

એવામાં સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં ઉત્તર પ્રદેશના આગ્રાની ઉપાધ્યાય હોસ્પિટલની બહાર એક યુવક તેની માની સારવાર માટે પોલીસ સામે કરગરતો હતો.

આ વાયરલ વીડિયોમાં યુવકે પોલીસને દંડવટ કરીને કહ્યું હતું કે, ‘સર, કંઈક તો કરો તમે, મને મારી મા માટે ઓક્સિજન આપો.’

તમને જણાવી દઈએ કે, પોલીસકર્મીઓ આગ્રાની એક મોટી હોસ્પિટલ માટે ઉપાધ્યાય હોસ્પિટલમાંથી ઓક્સિજના સિલિન્ડર લેવા આવ્યા હતાં. આ જોઈ પોતાની માની સારવાર કરાવવા આવેલો યુવક પોલીસને કરગર્યો હતો.

image source

કોરોનાની મહામારીમાં દર્દીઓ તથા હોસ્પિટલોને ઓક્સિજનનો જથ્થો મેળવવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. અમદાવાદમાં કોરોનાનો કેસો વધતા જોઈ હોસ્પિટલોમાં ઓક્સિજન બેડો ખૂટ ગયા છે, જેના પગલે લોકો પોતાની રીતે ઘરે ઓક્સિજનના બાટલા લાવીને દર્દીઓે બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ બધા વચ્ચે ઓક્સિજનના બાટલાની ઉપર લગાવવામાં આવતા ફ્લો મીટર અને ગેસ પ્રેસર રેગ્યુલેટરની બજારમાં ભારે તંગી ઉભી થઈ હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ મેડિકલ ઓક્સિજનની સાથે ઈન્ડસ્ટ્રીયલ ઓક્સિજનનો પણ વપરાશ કોરોનાના દર્દીઓ માટે થવા લાગતા આ સ્થિતિનું નિર્માણ થયું છે.

image source

મળતી માહિતી પ્રમાણે ફ્લો મીટર અને રેગ્યુલેટરની તંગીના પગલે જે લોકો પાસે તેનો સ્ટોક છે તેમણે પણ ભાવ વધારી દીધા હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ ફ્લો મીટર બજારમાં 800 સુધીમાં મળતા હતા પરંતુ હવે તેનો ભાવ 2000 સુધી પહોંચી ગયો છે. આ જ રીતે પ્રેસર રેગ્યુલેટર જે બજારમાં 1000 સુધી મળતા હતા તે હવે 3000 સુધી પણ મળી રહ્યા નથી.

image source

ઓક્સિજનની અછત થતા ઈન્ડસ્ટ્રીયલ સિલિન્ડર રિફીલિંગના ભાવો પણ ભડકો થયો છે. અત્યાર સુધી ઈન્ડસ્ટ્રીયલ રિફીલિંગ માટે 250 જેટલો ભાવ લેવામાં આવતો હતો. જો કે, હવે તે વધીને 500 સુધી પહોંચી ગયો છે. ઉપરાંત અમુક જગ્યાએ તો તેના કરતા વધુ ભાવ લેવામાં આવી રહ્યા છે. અમદાવાદના લોકોને રિફીલિંગ માટે પણ કઠવાડા સુધી લાંબા થવું પડતું હોવાનું પણ જાણવા મળ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version