મેંગો રબડી – ઉપવાસના દિવસોમાં હવે બનાવો આ રબડી, નાના મોટા દરેકને પસંદ આવશે…

સામગ્રી

  • એક લિટર દૂધ
  • ખાંડ :૨કપ
  • એલચી પાવડર :એક ચમચી
  • કાજુ, બદામ, પિસ્તા કતરણ :૩ ચમચી
  • કેસર: ૫થી૮ ત્તાતણા
  • બદામ કેરી ૨ નંગ

રીત: સૌ પ્રથમ ગેસ ચાલુ કરી દૂધ ને ગરમ કરવા મૂકવું,

દૂધ ને ધીમા તાપે જ ગરમ કરવા મૂકવું, એક ઉભરો આવે પછી એલચી વાટેલી અંદર નાખવી,

પછી દૂધ માં થોડું કેસર નાખી એક કપ મા રાખવું, જેથી કલર સારો આવે, પછી તે દૂધ પછી ગરમ દૂધ મા નાખવું, એક દમ મિક્સ કરી દેવું.

આજુ બાજુ ચોંટે નહિ તે ધ્યાન રાખવું. પછી તેમાં, કાજુ, બદામ પિસ્તા, કતરણ નાખવી, એક ધીમા તાપે હલાવતા રહો,

પછી ખાંડ ગળપણ મુજબ નાખો, ધીમા તાપે ચમચા ના મદદ થી ફેરવતા રહો, રબડી થોડી ઘટ્ટ થવા લાગે,

ગેસ બંધ કરી દો, તેને અને ઠંડી થવા મૂકી દો,

પછી થોડી ઠંડી થાય પછી ફ્રિજમાં મુકી દો, ૩થી૪કલાક બાદ રબડી ને કાઢી દો.

કેરી ને મિક્ચર જાર મા કાઢીને ઝીણા ટુકડા કરીને એક જારમાં ફેરવી દો થોડા ટુકડા એક બાઉલમાં રાખો,

પછી બાઉલ મા રબડી કાઢી ને , ઉપર રસ નાખી એક વાટકી, ઉપર કેરી ના ટુકડા થોડા નાખો, ઉપર ડ્રાય ફુટ ની કતરણ નાખો, પછી સર્વ કરો.

આ રબડી કોઈ પણ ઉપવાસ માં પી શકાય છે. ટેસ્ટ મા યમ્મી લાગે છે. મિત્રો આશા રાખું છું મારી રેસીપી તમને જરૂર થી પસંદ આવે.

જય કૃષ્ણ મિત્રો

રસોઈની રાણી : ફોરમ ભોજક

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.