માંગરોળના આ બકરાના અધધધ…લાખ રૂપિયા થયા ઓફર, છતાં માલિકે વેચવાનો કર્યો ઈન્કાર કારણકે..

માંગરોળમાં આ બકરાએ જમાવ્યું આકર્ષણ, ૭.૫૭ લાખ રૂપિયા થયા ઓફર છતાં માલિકે વેચવાનો કર્યો ઈન્કાર

જૂનાગઢના માંગરોળ પાસે શીલબારા ગામમાં એક બકરો આજકાલ ચર્ચામાં છે. આ બકરો આજકાલ સમાચારોમાં પણ ચમકી રહ્યો છે. ત્યારે સામાન્ય રીતે એવું થાય કે બકરામાં એવું તે શું હશે કે તેની આટલી મોટી કિંમત છતાં તેનો માલિક તેને વેચતો નથી. આજકાલ જૂનાગઢનો એક બકરો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. આ બકરાની કિંમત સાત લાખ અને તેથી વધુ આંકવામાં આવી રહી છે. આ બકરામાં એવું તે શું છે કે બકરાની કિંમત આટલી ઉંચી અંકાઈ રહી છે?

બકરાની ખાસિયત શું?

બકરાના પેટના ભાગે ઉર્દુમાં અલ્લાહ લખેલુ છે. ગળાના ભાગે ઉર્દુમાં મોહમ્મદ લખેલું છે. જેને કારણે બકરાની કિમંત ઉંચી આકવામાં આવી રહી હોવાનો અંદાજો લગાવાઈ રહ્યો છે. બકરામાં એક નવી ખાસિયતને કારણે બકરાની કિંમત ઉંચી છે.

ગરીબ પરિવાર ગુજરાન મજૂરી કરી ચલાવે છે

૭ લાખથી વધુમાં માગ છતા પરિવાર બકરાને વેચવા તૈયાર નથી. આ પરિવાર બકરાની પૂજા અર્ચના કરે છે. બકરો જેમની પાસે છે તે એક ગરીબ પરિવાર છે અને મજૂરી કરીને પોતાનું ગુજરાત ચલાવે છે.

ઈદ નિમિત્તે બકરો ખૂબ માંગમાં

image source

ઈસ્લામમાં એક વર્ષમાં બે ઈદ મનાવવામાં આવે છે. એકને મીઠી ઈદ કહેવાય છે, અને બીજીને બકરી ઈદ. ઈદ બધાને પ્રેમ કરવાનો સંદેશ આપે છે, તો બકરી ઈદ પોતાનું કર્તવ્ય નિભાવવાનો અને અલ્લાહ પર વિશ્વાસ રાખવાનો સંદેશ આપે છે. સાથે ઈદ-ઉલ-જુહા કુરબાનીનો દિવસ પણ હોય છે. બકરી ઈદના દિવસે એટલા માટે બકરાની અથવા અન્ય પશુની કુરબાની આપવામાં આવે છે.

આને ઈસ્લામિક કેલેન્ડરના હિસાબે છેલ્લા મહિનાના ૧૦માં દિવસે મનાવવામાં આવે છે. બકરાના માલિકોને ત્યાં ઇદનો તહેવાર આવતો હોવાથી ગ્રાહકોનો ખૂબ ઘસારો છે. મોટી સંખ્યામાં બકરો ખરીદવા લોકો પહોંચ્યા હતા અને ઉંચી કિંમત આપવાની તૈયારી બતાવી હતી. પણ પરિવાર ટસનો મસ ન થયો અને તેમણે બકરો વેચ્યો નહી.

image source

કેમ મનાવવામાં આવે છે બકરી ઈદ?

આ હજરત ઈબ્રાહિમના અલ્લાહ પ્રત્યે પોતાના પુત્ર ઈસ્માઈલની કુરબાનીના યાદમાં મનાવવામાં આવે છે. આ તે સત્યને દેખાડવાની રીત છે કે હજરત ઈબ્રાહિમ અલ્લાહમાં સૌથી વધારે વિશ્વાસ કરતા હતા. ઉલ્લેખનીય છે કે, અલ્લાહ પર વિશ્વાસ દેખાડવા માટે તેમણે પોતાના પુત્ર ઈસ્માઈલની બલી આપવાની હતી, પરંતુ જેવી તેમણે પુત્રની બલી આપવા માટે તલવાર ઉઘામી, એક દૈવી ચમત્કાર થયો અને તેમના પુત્રની જગ્યાએ એક બકરો(બકરા જેવી પ્રજાતી) ત્યાં આવી ગયો, કુરબાન થવા માટે. આજે આ કહાનીના આધાર પર જાનવરની કુરબાની આપવામાં આવે છે.

image source

જાનવરને ત્રણ ભાગમાં કાપવામાં આવે છે. એક ભાગ ગરીબોને દાન કરવામાં આવે છે. બીજો ભાગ મિત્રો અને સંબંધીઓને આપવામાં આવે છે, અને બચેલો ભાગ પરિવાર ખાય છે. આ કુરબાની માટે લાખો પશુઓની જરૂરત હોય છે. જેના માટે સઉદી અરબ સૂડાન સહિત કેટલાએ આફ્રિકન દેશ અને પાકિસ્તાનથી પશુ આયાત કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત