વીકેન્ડમાં માણો વોટરપાર્કની મજા, અમદાવાદની આસપાસના 5 વોટરપાર્ક છે ખૂબ જ ફેમસ, મળે છે ખાસ સુવિધાઓ

ગરમીની સીઝન આવી ગઇ છે. આ સાથે હવે ગુજરાતમાં અનેક હરવા ફરવાના સ્થળો પણ અનલોક થઈ રહ્યા છે. જો તમે તમારી સેફ્ટી સાથે લાંબા સમય બાદ તમારા વીકેન્ડને યાદગાર બનાવવા ઈચ્છો છો તો તમે વોટરપાર્કની ટૂર પ્લાન કરી શકો છે. વીકએન્ડમાં અમદાવાદમાં જ આવેલા આ ખાસ ગણાતા વોટરપાર્કની મજા લઇને પણ દિવસને પરિવાર સાથે યાદગાર બનાવી શકો છો. અહીં જે વોટરપાર્કની વાત કરવામાં આવી છે, તેમાંના કેટલાક તો સ્પેશ્યલ પેકેજની સુવિધા પણ આપે છે અને સાથે કેટલાકમાં સ્કૂલના બાળકોની સાથે સ્પેશ્યિલ ડિસ્કાઉન્ટ પણ મળી રહે છે. આ દરેક વોટરપાર્કની મુલાકાત લઇને તમે આનંદ સાથે દિવસ પસાર કરી શકો છો અને સાથે સ્નોપાર્કમાં પણ બાળકોને એક અલગ અનુભવ કરાવી શકો છો. આ પ્રવાસ તેમને માટે યાદગાર બની શકે છે.

જાણો અમદાવાદની આસપાસ આવેલા વોટરપાર્ક અને તેમાં મળતી સુવિધાઓને વિશે

સ્પ્લેશ વોટરપાર્ક, મહેસાણા

Splash Water Park
image source

મોજ-મસ્તી અને ઉનાળાની ગરમીમાં ઠંડકનો અનુભવ કરાવતું એક નવું ડેસ્ટિનેશન અમદાવાદ-સાણંદ હાઇવે પર આવેલું છે. અમદાવાદથી 7 કિમીના અંતરે સ્પ્લેશ વોટર પાર્ક આવેલું છે. અમદાવાદથી માત્ર 7 કિમીના અંતરે સ્પ્લેશ વોટર પાર્ક આવેલું છે. જ્યાં ફેમિલી સાથે આખો દિવસ વિતાવીને ગરમીમાંથી છુટકારો મેળવી શકાય છે. અમદાવાદથી સાણંદ જતાં તેલાવગામથી દોઢ કિમીના અંતરે આ વોટરપાર્ક બનાવવામાં આવેલું છે. અહીં તમે વોટર રાઇડ્સ વેવ્સ, મોટર રાઇડ, સ્વિમિંગ તથા રેઇન ડાન્સની મજા માણી શકો છો. આ વોટર પાર્કમાં નાની-મોટી 25 જેટલી રાઇડ્સ આવેલી છે. આ વોટર પાર્કનું કુદરતી વાતારવરણ તમારા મનને શાંતિની સાથે-સાથે એક નવી તાજગીનો અનુભવ કરાવી શકે છે. આ વોટર પાર્કમાં નાના બાળકો માટે ડ્ર્રેગન, ડોરા-ડોરા તથા અન્ય આકર્ષણો છે જે બાળકોનું મનમોહી લે તેવા છે. ઓછા બજેટમાં તથા નજીવા અંતરે આવેલું આ વોટર પાર્ક ઉનાળામાં સહેલાણીઓ માટે મોજ-મસ્તીનું એક નવું ડેસ્ટિનેશન બની ગયું છે. અહીંનો સમય સવારે 10થી સાંજના 7 વાગ્યા સુધીનો રહે છે. એડલ્ટ માટે અહીં લંચ સાથે 750 રૂપિયા અને લંચ વિના 600 રૂપિયા ફી છે. બાળકો માટે લંચ વિના 500 રૂપિયા અને લંચ સાથે 600 રૂપિયા ફી આપવામાં આવે છે. આ સિવાય તમારે કોશચ્યુમ અને લોકર માટે અલગથી ચાર્જ આપવાનો રહે છે.

વન્ડરલેન્ડ વોટરપાર્ક, સરખેજ

આ વોટરપાર્કની ખાસિયત છે કે તે 350000 સ્કે. ફીટમાં ફેલાયેલો છે. અહીં મજા કરવાને માટે કેટલીક રાઇડ્સને રાખવમાં આવી છે. 1200 સ્કે. ફીટના વિસ્તારમાં ફેલાયેલી આ રાઇડ્સ ટૂરિસ્ટને માટે એક અનેરું આર્કષણ બની રહે છે. અહી જે સ્નો રૂમ બનાવવામાં આવ્યો છે તેને -5 ડિગ્રીની મદદથી ટૂરિસ્ટને માટે બનાવી રાખવામાં આવ્યો છે. અહીંના ખાસ આર્કષણોની વાત કરવામાં આવે તો તેમાં સ્નોમાં રમવાની વ્યવસ્થા, Aqua Roller, Aqua Ball, Funny cars, Desert Bikes, Bumper balls, Funky Cars, Zorb, Joy Train, Joy Boats જેવી રાઇડ્સ પણ છે. અહીંના ટ્રાફિક આઇલેન્ડ અને સ્નો પાર્કની મુલાકાત પણ એકવાર લેવા જેવી ખરી, અહીંની આ ખાસ રાઇડ્સને માટે પ્રોફેશનલ્સ રાખવામાં આવ્યા છે. તેના કારણે એક્સીડન્ટ ફ્રી અને સેફ રાઇડ્સની મજા પણ લઇ શકાય છે.

સ્વપ્નસૃષ્ટિ, એસજી હાઇવે

image source

અમદાવાદના એસજી હાઇવે પર આવેલો આ વોટરપાર્ક પોતે પોતાનામાં ખાસ મહત્વ ધરાવે છે. અહીં તમે બાળકો સાથે સારી રીતે ઠંડકમાં પાણીની મજા માણી શકો છો. આ વોટરપાર્કની ખાસિયત છે કે અહીં તમે 7 અજાયબીઓને એક સાથે માણી શકો છો. અહીં જે સુવિધા ટૂરિસ્ટને આપવામાં આવે છે તેમાં ખાસ કરીને સ્નો ફોલ, મીસીસીપી વોટર રાઇડ, પેન્ડ્યુલમ, વેવ પુલ, વોટર ફોલ, રેઇન એટ વીલ/થ્રીલિંગ ફોગ અને મિરેકલ ટ્યુનલની મજા લઇ શકાય છે. જો અહીની રાઇડ્સની વાત કરવામાં આવે તો અહીં મિરેકલ ટ્યુનરની સાથે ચિલ્ડ્રન્સ પ્લે ગ્રાઇન્ડની સુવિધા છે અને કારગિલ લોન્ગેસ્ટ ફએમિલિ રાઇડની મજા પણ અહીં લઇ શકાય છે. સાયક્લોનનો અહેસાસ અહીંની રાઇડ્સ સિવાય ક્યાંય કરી શકાતો નથી. જો તમે સાથે ફૂડ લઇને ગયા હોય તો ઠીક છે પણ ન લઇ ગયા હોવ તો તમે અહીં નેરચલ ફૂડની સાથે પંજાબી, કોન્ટિનેન્ટલ, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ અને ગુજરાતી ફૂડની મજા પણ લઇ શકો છો. તે તમારા આનંદમાં વધારો કરી દેનારી ગણી શકાય છે. અહીંનો સમય સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીનો હોય છે. અહીં દરેક વ્યક્તિ માટે એન્ટ્રી ફી 500 રૂપિયા નક્કી કરાયેલી છે.

જલધારા વોટરપાર્ક, કાંકરિયા

અમદાવાદના કાંકરિયામાં આવેલો આ વોટરપાર્કને ખૂબ જ મોટા વોટરપાર્કનું સ્થાન આપવામાં આવ્યું છે. અહીં તમે તમારા ફેમિલિ સાથે સારી રીતે સમય પસાર કરી શકો છો. જો અહીંની રાઇડ્સની વાત કરવામાં આવે તો અહીં તમે મ્યુઝિકલ એક્વા ડાન્સ વીથ બ્લિન્કિંગ સ્ટારની મજાની સાથે સ્પલ્શ પુલ અને બાળકોની રાઇડ્સને માણી શકો છો.અહીં સૌથી મોટી એવી સાયક્લોન રાઇડ્સને પણ રાખવામાં આવલી છે. જેમાં બાળકો ખૂબ જ સારી રીતે એન્જોય કરતા હોય છે.

શંકુઝ વોટરપાર્ક, મહેસાણા

image source

આ ભારતનો એકમાત્ર વોટરપાર્ક છે જે દરેક ટૂરિસ્ટને દરેક પ્રકારની સુવિધાઓ પ્રોવાઇડ કરે છે. અહીં ક્વોલિટી અને સેફ્ટીની સાથે અનેક પ્રકારના આર્કષણો પણ મળી રહે છે.અહીં તમે ટ્વીસ્ટિંગ રાઇડ્સ, એક્લા ટ્યુબ્સ અને રોલિંગ વેવ પુલ્સની સાથે સાથે લોન્ચ ચેર્સ, પિકનિક સ્પોટની મજા પણ માણી શકો છો. અહીનીં રાઇડ્સમાં Zip Zap Zoom, Aqua Tube, Wave Pool, Shanku’s Twister, Aqua Shuttle, Racing Slide, Giant Octopus, Tumble Jumble, Lazy River, Rain Dance,Kiddies Corner, Kids Planet I & II, Wet Discoની મજા માણી શકો છો. આ દરેક રાઇડ્સ પોતે ખાસ મહત્વ ધરાવે છે અને તેમાં અનેક ટૂરિસ્ટ દિવસે મજા માણીને પોતાની રજાઓને ખાસ બનાવી શકે છે. આ વોટરપાર્ક સવારે 11 વાગ્યથી સાંજે 5.30 સુધી ખુલ્લો રહે છે. અહીં એન્ટ્રી ફી સોમથી શુક્ર માટે 500 રૂપિયા છે અને શનિવાર અને રવિવારના દિવસે આ ફી 600 રૂપિયા નક્કી કરેલી છે. આ સિવાય તમારે જો અહીં ફૂડ, કોશચ્યુમ, લોકર, રૂમાલ અને ફોટોગ્રાફીની મજા લેવી છે તો તમારે તેના માટે અલગથી રૂપિયા ભરવાના રહે છે.

image source

અહીં તમે પાણીની મજાની સાથે ફૂડની મજા પણ માણી શકો છો અને તમારા આનંદમાં વધારો કરી શકો છો. તો રાહ કોની જુઓ છો. ચેક કરી લો કે અનલોક ગુજરાતમાં તમારા આ વોટર પાર્ક તમને કઈ સુવિધાઓ પૂરી પાડી શકે છે અને માણી લો વીકેન્ડમાં મજા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!