આ વ્યક્તિને કહેવામાં આવે છે મુકેશ અંબાણીના ‘રાઇટ હેન્ડ’, જાણો કોણ છે આ વ્યક્તિ

મુકેશ અંબાણી આ વ્યક્તિ પર આંખ બંધ કરીને કરે છે વિશ્વાસ – તેમને મુકેશ અંબાણીના ‘રાઇટ હેન્ડ’ કહેવામાં આવે છે

image source

મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનવાન બિઝનેસમેન છે. તાજેતરમાં જ તેમની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના જીયો પ્લેટફોર્મમાં માર્ક ઝકરબર્ગની કંપની ફેસબુકે મસ મોટું ઇનવેસ્ટમેન્ટ કરીને ચકચાર જગાવી હતી. ફેસબુક ઉપરાંત દુનિયાની બીજી 8 મોટી કંપનીએ મુકેશ અંબાણીના જીયો પ્લેટફોર્મમાં ભાગીદારી ખરીદી છે.

image source

મુકેશ અંબાણીએ પોતાની કંપનીની ભાગીદારી વેચીને રૂપિયા 97885.65 કરોડ રૂપિયાની રકમ મેળવી છે. આમ કરીને તેમણે કંપનીનું હજારો કરોડોનું દેવું પણ ઓછું કરી દીધું છે. પણ આ બધી જ મહત્ત્વની ડીલ પાછળ મુકેશ અંબાણીના અત્યંત વિશ્વાસુ અને તેમના જમણો હાથ કહેવાતા મનોજ મોદીએ મહત્વનો ભાગ ભજવ્યો છે. તે બન્ને કોલેજ સમયથી એકબીજાના સારા મિત્ર રહી ચુક્યા છે. તો આજે અમે તમને તેમના આ વિશ્વાસુ વ્યક્તિ વિષેની માહિતી આપવા જઈ રહ્યા છીએ.

મનોજ મોદી કોણ છે ?

image source

કોઈપણ મોટી કંપનીને ચલાવવા માટે સૌથી વધારે જો કોઈની જરૂર પડતી હોય તો તે છે વિશ્વાસુ માણસની. મનોજ મોદી પણ મુકેશ અંબાણીના અત્યંત વિશ્વાસુ વ્યક્તિ છે. 1980ના વર્ષમાં મનોજ મોદી રિલપાયન્સ સાથે જોડાયા હતા. રિલાયન્સની કોઈ પણ મહત્ત્વની ડીલમાં તેમના નિર્ણયો પણ મહત્ત્વના હોય છે. રિલાયન્સમાં તેમની એક મોટા ડીલર તરીકેની વગ છે.

એક અહેવાલ પ્રમાણે આ જ મનોજ મોદીએ રિલાયન્સ જીયોમાં ફેસબુકને 43,574 કરોડ રૂપિયાનું રોકાણ કરવા માટે તૈયાર કર્યા છે. અને ફેસબુકના આટલા વિશાળ રોકાણ બાદ બીજી કંપનીઓ પણ રિલાન્ય જીયોમાં રોકાણ કરવા માટે આકર્ષાઈ છે.

તેઓ એક લેપ્રાફાઇલ જીવન જીવે છે

image source

સલમાન ખાનનો સામાન્ય બોડી ગાર્ડ પણ લાઈમલાઇટમાંથી દૂર નથી રહી શકતો પણ મનોજભાઈ મુકેશ અંબાણી કે જેઓ એશિયાના સૌથી ધનાડ્ય વ્યક્તિ છે તેમની કંપનીમાં મહત્ત્વની પોસ્ટ ધરાવે છે તેમ છતાં સાવ જ લો પ્રોફાઇલ જીવન જીવવાનુ પસંદ કરે છે. તેઓ મુકેશ અંબાણી દ્વારા ઘડવામાં આવેલી યોજનાઓને વાસ્તવિક સ્વરૂપ આપવાનું કામ કરે છે. જો કે તેઓ પોતાની કામની ચર્ચા ક્યારેય અન્ય સાથે શેર નથી કરતા.

મનોજ મોદીનું લક્ષ રિલાયન્સને ઇન્ટરનેટ ટેક કંપની બનાવવાનું છે

image source

હાલ આપણે બધા જાણીએ છીએ તેમ ઓઈલની કિંમત તળિયે આવી ગઈ છે અને તેના કારણે ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં પણ હાલ અસ્થિરતા ચાલી રહી છે. તેવા સંજોગોમાં મુકેશ અંબાણી રિલાયન્સ ગૃપને એક પેટ્રોકેમિકલ્સના સ્થાને એક ઇન્ટરનેટ ટેક્નોલોજી કંપની તરીકે સ્થાપિત કરવાનું વિચારી રહી છે. તેઓ પોતાના જીયો પ્લેટફોર્મ દ્વારા રિટેલ બિઝનેસમાં પણ જંપ લાવી રહ્યા છે. અને તેમાં પણ મનોજ મોદી પર ઘણો બધો મદાર રાખવામાં આવ્યો છે. ઉપર જણાવ્યું તેમ ફેસબુક ઉપરાંત દુનિયાની અન્ય દીગ્ગજ કંપનીઓને જીયો પ્લેટફોર્મમાં રોકાણ કરાવવા માટે મનોજ મોદીએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

રિલાયન્સ માટે તેઓ એક ઉત્તમ માર્ગદર્શક સાબિત થયા છે

image source

મનોજ મોદી પોતાના કામ બાબતે ખૂબ જ સ્પષ્ટપણે જણાવે છે કે તેઓ પોતે કોઈ જ ડીલ નથી કરતા અને તેમને રણનીતીમાં સમજ નથી પડતી. પણ તેઓ આખીએ સ્થિતિને પોતાના દ્રષ્ટિકોણથી જુએ છે અને તેમના અંગત લોકો સાથે તેઓ વ્યવહાર કરે છે, તેમને કોચિંગ આપે છે અને તેમને સલાહ તેમજ માર્ગદર્શન પુરા પાડે છે.

સૂત્રો દ્વારા એવું જાણવામાં આવ્યું છે કે મનોજ મોદી આકાશ અંબાણીને માર્ગ દર્શન આપવાનું કામ કરે છે અને તેઓ બન્ને સાથે મળીને રોકાણ સંબંધિત ડીલ બાબતે કામ કરે છે. આકાશ અંબાણીએ પણ ફેસબુક સાથેની ડીલ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. તેમણે ફેસબુકની પસંદગી પોતાની કંપનીમાં રોકાણ કરવા માટે એટલે પણ પસંદ કરી છે કારણ કે ફેસબુક વ્હોટ્સએપ તેમજ ઇન્સ્ટાગ્રામ જેવા કરોડો ફોલોઅર્સ ધરાવતી સોશિયલ સાઇટ્સના માલિક છે અને તે જોતાં ફેસબુક એક અત્યંત બળવાન કંપની પણ છે.

મનોજ મોદી ખૂબ જ સરળ કાર્ય પદ્ધતિમાં માને છે

image source

મનોજ મોદી પોતાના કામને જરા પણ ગુંચવવાનું પસંદ કરતા નથી તેઓ સરળ કાર્ય પદ્ધતિમાં માને છે. મનોજ મોદી બિઝનેસ માટેની સ્ટ્રેટેજી તૈયાર કરવામાં નિષ્ણાત છે. રિલાયન્સની જે પણ ડીલમાં માર્ગદર્શક તરીકે મનોજ મોદી શામેલ હશે તો તે ડીલ પાર પડવાની જ તે નક્કી જ હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત