અનેક મનોકામનાઓ પૂરી કરવા માત્ર આ મંદિરમાં પ્રગટાવો દીવો, અધુરી ઇચ્છાઓ પણ તરત જ થઇ જશે પૂરી

ઉદયપુરના લાહૌલ સ્પીતિ જિલ્લાના ત્રિલોકનાથ ગામમાં આવેલું છે. ત્રિલોકીનાથ મંદિર. આ મંદિરમાં શિવભક્તોની ભારે ભીડ જોવા મળે છે. કારણ કે આ મંદિરમાં દીવો પ્રગટાવવાથી ભક્તોની મનોકામના પુરી થતી હોવાની માન્યતા છે. આ પૂજા પાછળની માન્યતાઓ એકદમ અલગ છે.

હિન્દુઓ અનુસાર ત્રિલોકનાથ દેવતાને ભગવાન શિવનું સ્વરૂપ મનાય છે, જ્યારે બૌદ્ધ ધર્મ અનુસાર આર્ય અવલોકીત્શ્વર માને છે, અને તેમની પૂજા કરે છે. હિન્દુ અનુયાયીઓનું માનવું છે કે આ મંદિરનું નિર્માણ પાંડવોએ કર્યું હતું. જયારે બૌદ્ધના અનુયાયીનું માનવુ છે કે, પદ્મસંભવ આઠમી શતાબ્દીમાં આ જગ્યાએ આવ્યા હતા અને આ જગ્યા પર પહેલી વાર પૂજા કરી હતી. તેથી બૌદ્ધ ધર્મના લોકો અહી પૂજા કરે છે, જો કે આજ સુધી આ રહસ્ય પરથી પડદો હટ્યો નથી

image source

આ મંદિરની ખાસિયત એ પણ છે કે દેશનું આ એક માત્ર મંદિર છે, જ્યાં બૌદ્ધ અને હિંદૂ ધર્મના લોકો એક સાથે દર્શન કરવા માટે આવે છે. આ મંદિરમાં એક દીવા ઘર નામનો કક્ષ છે. જ્યાં ભક્તો જઈ અને એક દીવો પ્રગટાવી ભગવાન સમક્ષ તેમના મનની ઈચ્છા વ્યક્ત કરે છે. તેમની મનની ઈચ્છા ગણતરીના દિવસોમાં પૂરી થઈ જાય છે. આ મંદિરમાં દેશ વિદેશથી ભક્તો ઉમટે છે. તેમના માટે એક થી છ કલાક સુધી રસોડા પણ ધમધમતા રાખવામાં આવે છે.

image source

આ મંદિરની એક અન્ય વિશેષ વાત છે કે તેના અંદરના મુખ્ય દ્વારની બંને બાજુએ બાંધવામાં આવેલ બે સ્તંભ માનવીના પાપ પુણ્યનો નિર્ણય કરે છે. માન્યતા એ છે કે જે વ્યક્તિને તેના પાપ અને પુણ્ય વિશે જાણવું છે, તે આ સાકળા સ્તંભની વચ્ચેથી પસાર થઈ શકે છે. જો મનુષ્યએ પાપ કર્યું હશે તો ભલે તે દુબળો પાતળો હોય પણ સ્તંભની વચ્ચેથી નિકળી શકશે નહી. તેમજ વ્યક્તિ ભલે શરીરમાં ભારે હોય પણ તેણે પુણ્ય કર્યા હશે તો સરળતાથી આ સ્તંભો વચ્ચેથી નીકળી શકે છે.

image source

આ મંદિરને કૈલાશ અને માનસરોવર બાદ સૌથી પવિત્ર તીર્થ માનવામાં આવે છે. ત્રિલોકીનાથ મંદિરમાં બે ધર્મોના લોકો એક સાથે પૂજા કરે છે. લાહૌલ સ્પીતિ અને તેની આસપાસના વિસ્તારમાં કિન્નોર જિલ્લમાં બંને ધર્મોના લોકો રહે છે. એટલું જ નહીં મોટા ભાગના લોકો બંને ધર્મ પણ પાડે છે.

image source

ઓગસ્ટ મહિનામાં ત્રિલોકિનાથના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. કારણ કે આ મહીનામાં પોરીમેળો યોજાય છે, જેમાં ઘણા લોકો હાજરી આપવા આવે છે. પોરી મેળો ત્રિલોકિનાથ મંદિર અને ગામમાં દર વર્ષે ઉજવવામાં આવતો ત્રણ દિવસનો ભવ્ય ઉત્સવ છે, જેમાં હિન્દુઓ અને બૌદ્ધો બંને ખૂબ ઉત્સાહથી ભાગ લે છે. આ પવિત્ર પર્વ દરમિયાન સવારે ભગવાનને દહીં અને દૂધથી સ્નાન કરાવવામાં આવે છે, અને લોકો મોટી સંખ્યામાં મંદિરની આસપાસ ભેગા થાય છે, અને ઢોલ નાગાડે વગાડવામાં આવે છે.

image source

સ્થાનિક માન્યતા મુજબ ભગવાન શિવ આ દિવસે ઘોડા પર ગામમાં આવે છે. એટલા માટે આ તહેવાર દરમિયાન મંદિરની આસપાસ ઘોડાને લઈ જવામાં આવે છે. એક ભવ્ય મેળાનું પણ આયોજન કરવામાં આવે છે, જે અહીંના નજીકના શહેરોના વેપારીઓને એક સાથે લાવે છે. આ મેળામાં તમને હસ્તકલા, સ્થાનિક ખોરાક અને અન્ય ઉત્પાદનોનો સમૃદ્ધ સંગ્રહ જોવા મળે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ