અમદાવાદ મનપા તંત્રનો મોટો નિર્ણય, આધાર કાર્ડને લગતી કામગીરી માટે આ જગ્યાઓ પર એપોઈન્ટમેન્ટની જરુર નથી

ગુજરાત રાજ્યમાં કોરોનાની બીજી લહેરના કારણે ઘણા સરકારી કામો અટવાઈ ગયા હતા, અને અમદાવાદ શહેરમાં મનપાની આધાર કાર્ડની કામગીરીને પણ તેની અસર પહોંચી હતી, જો કે હવે તેને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે કે મોટા ભાગના સિટી સિવિક સેન્ટરો પર આ કામગીરીને પૂર્વવત ફરીથી શરુ કરી દેવામાં આવી છે.

image soucre

અમદાવાદ શહેરમાં એપોઈનમેન્ટ વગર બંધ કરવામાં આવેલી આધાર કાર્ડ અપડેશન અને સુધારા સબંધિત કામગીરીને હવે મનપાના મોટાભાગના સિટી સિવિક સેન્ટર ખાતે ફરીથી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં હવે કોઇ પણ નાગરિક એપોઇન્ટમેન્ટ વિના પણ આધાર કાર્ડની કામગીરી માટે જઇ શકશે. આ માટે તેને અગાઉથી કોઈ પણ અપોઈન્ટમેન્ટ લેવાની જરુર પડવાની નથી.

image socure

AMC એટલે કે અમદાવાદ મહાનગરપાલિકાએ ફરી એક વાર આધાર કાર્ડની કામગીરી સિટી સિવિક સેન્ટરોએ એપોઇન્ટમેન્ટ વિના શરૂ કરી છે. જેના લીધે અમદાવાદ શહેરની જનતા તેનો લાભ મેળવી શકશે, આમ લાંબા સમયથી અટકી ગયેલી આધાર કાર્ડની અપડેશન અને સુધારણાની પ્રોસેસ હવે ફરીથી શરુ થઈ ગઈ છે.

image soucre

રાજ્યમાં કોરોનાની ભયંકર કહી શકાય તેવી બીજી લહેર બાદ અમદાવાદ મનપા કોર્પોરેશન દ્વારા અમુક સ્થળોએ જ માત્ર એપોઇટમેન્ટથી આધાર કાર્ડની જરૂરી કામગીરી કરવામાં આવતી હતી. જેના લીધે સામાન્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. તેમજ ધક્કા ખાવાનો વારો આવતો હતો. જો કે AMC એટલે કે અમદાવાદ મહાનગરપાલિકાએ ફરી એક વાર આધાર કાર્ડની કામગીરી સિટી સિવિક સેન્ટરોએ એપોઇન્ટમેન્ટ વિના શરૂ કરી છે. જેના લીધે અમદાવાદ શહેરની જનતા તેનો લાભ મેળવી શકશે, આમ લાંબા સમયથી અટકી ગયેલી આધાર કાર્ડની અપડેશન અને સુધારણાની પ્રોસેસ હવે ફરીથી શરુ થઈ ગઈ છે.

image socure

મનપા તંત્ર દ્વારા આધાર કાર્ડ અપડેશન અને સુધારણાની કામગીરી વિવિધ 40 ઓફિસ પર ફરી શરૂ કરવામાં આવી છે. જેમાં એપોઇન્ટમેન્ટ સિવાય પણ આધારકાર્ડની કામગીરી માટે નાગરિકો જઇને લાભ ઉઠાવી શકશે.

જે વિવિધ ઓફિસો ઝોન વાઈઝ પર આ કામગીરી થવાની છે તેની માહિતી નીચે આપેલી આ લિસ્ટમાં સામેલ કરી છે

દ.પશ્ચિમ ઝોન: સિવિક સેન્ટર, બોપલ, વેજલપુર વોર્ડ ઓફિસ, મક્તમપુરા સબ ઝોનલ ઓફિસ, સરખેજ સબઝોનલ ઓફિસ.

image source

દક્ષિણ ઝોન: મણિનગર ઝોનલ ઓફિસ, વટવા, બહેરામપુરા, ઇન્દ્રપુરી દાણીલીમડા સબ ઝોનલ ઓફિસ.
મધ્ય ઝોન: પોલિયો ફાઉન્ડેશન, રાયપુર, જમાલપુર સબઝોનલ ઓફિસ, દરિયાપુર સબ ઝોનલ ઓફિસ, ગુજરાત કામદાર કલ્યાણ કેન્દ્ર, અસારવા, શાહપુર સેન્ટર, ગિરધરનગર વોર્ડ ઓફિસ.

પશ્ચિમ ઝોન: ધરણીધર સિટી સિવિક સેન્ટર, મલ્ટિલેવલ પાર્કિંગ નવરંગપુરા, સાબરમતી વોર્ડ ઓફિસ, રાણીપ સબઝોનલ ઓફિસ, નારણપુરા સબ ઝોનલ

પૂર્વ ઝોન: રામોલ હાથીજણ રોડ સ્ટોર્સ, અમરાઇવાડી સિટી સિવિક સેન્ટર, ભાઇપુરા , ગોમતીપુર, વસ્ત્રાલ, નિકોલ સબ ઝોનલ ઓફિસ, લીલાનગર અર્બન હેલ્થ સેન્ટર, વિરાટનગર, ઓઢ‌વ વોર્ડ ઓફિસ

ઉ.પશ્ચિમ ઝોન: જૂની પંચાયત ઓફિસ,ચાંદલોડિયા, ચાણક્યપુરી બ્રીજ નીચે, ગોતા સબ ઝોનલ, થલતેજ ઓફિસ, મકરંદ દેસાઇ પુસ્તકાલય, બોડકદેવ,

image soucre

ઉત્તર ઝોન: નરોડા પાણીની ટાંકી પાસે, કુબેરનગર વોર્ડ ઓફિસ, અર્બન હેલ્થ સેન્ટર, સરદારનગર, રાજીવ ગાંધી ભવન, મેમ્કો, ઇન્ડિયાકોલોની, બાપુનગર સબ ઝોનલ ઓફિસ, ઠક્કરબાપાનગર વોર્ડ ઓફિસ.

આ સેન્ટરો પર નાગરિક આધાર કાર્ડ સબંધી કામગીરી માટે એપોઇન્ટમેન્ટ વિના જઇ શકશે.