Site icon News Gujarat

કોરોના બાદ માનસિક રોગોમાં વધારો, આ શહેરમાં રોજના 500 લોકો જાય છે હોસ્પિટલે

છેલ્લા કેટલાક મહિનામાં લોકોએ કોરોનાનું ભયાનક સ્વરૂપ જોયું. લાખો લોકોને ચેપ લાગ્યો હતો અને હજારો લોકો મરી ગયા. માનસિક બીમાર લોકો માટે પણ આ રોગચાળો ખતરનાક સાબિત થયો હતો, જે મનોરોગીઓ સ્વસ્થ થવા લાગ્યા હતા તે હવે ફરીથી બામારી થવા લાગ્યા છે. ઘણા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી રહી છે. આનાથી ડોકટરોની ચિંતા વધી ગઈ છે. મનોરોગ ચિકિત્સકો કહે છે કે માનસિક સમસ્યાઓથી સાજા થતા લોકોના લક્ષણો ફરીથી ગંભીર બન્યા છે. આનું મોટું કારણ કોરોના કાળ દરમિયાન પ્રવર્તતી અનિશ્ચિતતા અને અસલામતીનું વાતાવરણ છે.

image source

તો બીજી તરફ વાત કરીએ ડાયમંડ સીટી સુરતની તો ત્યાં પણ માનસીક રોગો ધરાવતા લોકોની સંખ્યામાં કુબ વધારો થયો છે. નોંધનિય છે કે, સુરત સીટીમાં હાલમાં માનસિક તણાવ ના કારણે અનેક લોકો પરેશાન છે. નોંધનિય છે કે, છેલ્લા 2 મહિનામાં લોકોએ માનસિક બીમારીની ત્રણ લાખથી વધુ ગોળી ખાધી છે જેના પરથી તે વાતનો અંદાજ આવી શકે છે કે પરિસ્થિતિ કેટલી ગંભીર છે. આ અંગે સુરતના મનોચિકિત્સકો પાસે રોજના 400થી 500 દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. આ તણાવ કોરોનાને કારણે આવ્યો છે.

image source

આ અંગે સામે આવેલા લક્ષણો મુજબ દર્દીઓમાં ગભરાટ, બેચેની, પરસેવો વળવો, શરીર ઠંડુ પડવું, મોતનો ડર, ધબકારા વધવા, આત્મહત્યાના વિચાર આવવા જેવી ફરિયાદ કરે છે. તો બીજી તરફ આ અંગે જાણીતા ડૉક્ટરો કહે છે કે દર્દીઓ એન્જાઈટી, કોરોના ફોબિયા, ડિપ્રેશન, પેનિક ડિસઓર્ડર વગેરેથી પીડાઈ રહ્યાં છે. તેમણે કહ્યું કે, આવા દર્દીની સંખ્યા કોરોનાકાળમાં 50% જેટલી વધી ગઈ છે.

image source

નોંધનિય છે કે, સુરતમાં 65થી 70 જેટલા મનોચિકિત્સક ડૉક્ટર છે. જે મુજબ એક ડૉક્ટર પાસે 8થી 10 દર્દીઓ રોજ આવી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે, ડૉક્ટરો સારવાર માટે દર્દીને અલ્પ્રેક્સ, દુક્સેલ, નેક્સિટો, લોનાજોબ જેવી દવા આપી રહ્યાં છે. કોરોનાકાળમાં લોકોની જીવન શૈલીમાં ભારે પરિવર્તન આવ્યું છે. લોકો હાલમાં અસુરક્ષિત અનુભવી રહ્યા છે.

image source

નોંધનિય છે કે, હાલના સમયમાં ચારે બાજુ સમસ્યાના સમાચાર સાંભળી અને વાંચી લોકો માનસિક રીતે બીમાર થઇ રહ્યાં છે. દરેક વ્યક્તિ કોઈને કોઈ સમસ્યાથી ચિંતિત છે. ઘણા દર્દીઓ કહે છે કે અમે બધી તપાસ કરાવી, બધા રિપોર્ટ નોર્મલ છે છતાં ઉંઘ નથી આવતી અને બેચેની રહે છે. તો બીજી તરફ એન્જાઈટી, ડિપ્રેશન, પેનિક ડિસઓર્ડર અને કોરોના ફોબિયા જેવી બીમારીથી દર્દીની સંખ્યા છેલ્લા એક વર્ષમાં 50%થી વધુની થઈ છે. ડોક્ચરોએ કહ્યું કે, અત્યારે અમારી પાસે રોજ 20માંથી 10 દર્દી માનસિક રોગના આવે છે.

image source

નોંધનિય છે કે, કોરોનાની પહેલી લહેરમાં લૉકડાઉનને કારણે લોકો સારવાર માટે હોસ્પિટલ સુધી પહોંચ્યા નહોતા. જો કે તેઓ સમજી પણ શકતા નહોતા કે તેઓ માનસિક રીતે બીમાર થઈ ગયા છે. પરંતુ જેવુ લૉકડાઉન ખૂલ્યું કે લોકોએ અચાનક હોસ્પિટલ જવાનું શરૂ કર્યું. પછી ડોક્ટરોએ તપાસ કરી ત્યારે ખબર પડી કે તેઓ માનસિક રીતે બીમાર થઈ ગયા છે. નોંધનિય છે કે, માર્ચ 2021 પછી કોરોનાની બીજી લહેર આવી. સંક્રમણની સાથે સાથે મોતના આંકડા પણ વધવા લાગ્યા. જેના કારણે માનસિક રીતે બીમાર લોકોની સંખ્યામાં પણ અચાનક વધારો થવા લાગ્યો.

image source

ડોક્ટરો સલાહ આપે છે કે માનસિક હતાશા જેવા રોગને દૂર કરવા માટે, સૌથી અગત્યની બાબત એ છે કે હકારાત્મક વિચાર કરવો. લોકોને વિચારવું પડશે કે આ કટોકટીમાં તે એકલા નથી. લોકોએ કોઈપણ સમસ્યા વિશે તેમના પરિવારના સભ્યો સાથે ખુલ્લેા મનથી વાત કરવી જોઈએ. કોઈએ સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ પર આંધળો વિશ્વાસ કરવાનું બંધ કરવું પડશે. કોઈપણ રોગ માટે, ફક્ત ડોકટરો પર વિશ્વાસ રાખવો પડ છે. તમારે યોગ્ય સમયે પૂરતી ઉંઘ લેવી પડશે. યોગ અને પ્રાણાયામનો પણ આશરો લેવો જોઈએ. કોઈ શંકાના કિસ્સામાં, વ્યક્તિએ ડોકટરો અને માનસિક રોગ વિશેષજ્ઞની સલાહ લેવામાં અચકાવું જોઈએ નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version