નીતિન પટેલને લઈને ફરી શરુ થઈ ચર્ચાઓ, જાણો નવા મંત્રીમંડળ અંગેના સૌથી મોટા સમાચાર

ગુજરાતને સોમવારે નવા મુખ્યમંત્રી મળ્યા અને આજે નવા મંત્રીમંડળની સત્તાવાર જાહેરાત થવાની છે. ગુજરાતમાં ચુંટણી પહેલા અચાનક થયેલા નેતૃત્વ પરિવર્તન બાદ કેબિનેટ વિસ્તરણ પર આજે મહોર લાગશે. શનિવારે વિજય રૂપાણીએ રાજીનામું આપ્યા બાદ ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લેવાયો હતો. તેમણે સોમવારે રાજ્યના 17 માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.

image socure

ત્યારબાદથી મંત્રી પદ મેળવવા માટે અનેક નેતાઓ તેમને મળી ચુક્યા છે તેવું પણ સામે આવ્યું હતું. જો કે ભાજપે ડિસેમ્બર 2022 માં રાજ્યમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યમાં નેતૃત્વ પરીવર્તન કર્યું છે ત્યારે મંત્રીમંડળમાં પણ ફેરફારો નક્કી છે. ભાજપ ગુજરાતના પ્રવક્તા યમલ વ્યાસે એક મુલાકાતમાં કહ્યું હતું કે પ્રક્રિયાના ભાગરૂપે મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે અને તેમના નામોની જાહેરાત કરવામાં આવશે.

image socure

મુખ્યમંત્રી પદના નામ માટે જે રીતે ચર્ચાઓ હતી તેની જેમ જ ગુજરાતના નવા મંત્રીમંડળને લઈને પણ અટકળો તેજ થઈ ચુકી છે. ચર્ચાઓ છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં પાટીદાર ધારાસભ્યોને સ્થાન મળી શકે છે અને નવા મંત્રીમંડળમાં 7 થી 8 મંત્રીઓ પાટીદાર હોય શકે છે, જ્યારે 8 થી 10 ઓબીસી મંત્રીઓ, 2 થી 3 મંત્રી દલિત કે આદિવાસી સમુદાયમાંથી આવી શકે છે

image socure

હાલના રાજકીય વર્તુળમાં ચર્ચાઓ છે કે નવા મંત્રીમંડળમાં નવા ચહેરાઓને પણ તક મળી શકે છે. જેમાં આત્મારામ પરમાર, પંકજ દેસાઈ, નિમિષા સુથાર,શશીકાંત પંડ્યા, કીર્તિસિંહ વાઘેલા, કિરીટસિંહ રાણા, નીમાબેન આચાર્ય, જવાહર ચાવડા, જયેશ રાદડિયા, રાજેન્દ્ર ત્રિવેદી, જયદ્રથસિંહ પરમાર, મોહન ઢોડીયાના નામની ચર્ચાઓ છે.

image socure

આ સાથે જ ચર્ચાઓ છે કે નીતિન પટેલને નવા મંત્રીમંડળમાં જાળવી રાખવામાં આવશે. આ સિવાય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આરસી ફળદૂ અને કૌશિક પટેલ પણ મંત્રીમંડળમાં યથાવત રહી શકે છે. પાર્ટીના સૂત્રોએ કહેવું છે કે વરિષ્ઠ નેતાઓને કેબિનેટમાં યથાવત રાખવામાં આવશે.