અહીંયા સાડી પહેરીને પુરુષો કરે છે પૂજા, જાણી લો શુ છે વર્ષોથી ચાલી આવેલી અનોખી પ્રથા

ભારતમાં ઘણા બધા ધર્મના લોકો રહે છે અને દરેક ધર્મના રિવાજો પણ અલગ-અલગ હોય છે. અહીં તમામ પ્રકારની ધાર્મિક પરંપરાઓ અને રીત રિવાજો જોવા મળે છે. આમાંથી કેટલીક પરંપરાઓ એટલી બધી વિચિત્ર છે કે તેના વિશે સાંભળીને આશ્ચર્ય પણ થાય છે. તો ચાલો આજે જાણીએ આવી જ એક અનોખી પરંપરા વિશે, જેના વિશે સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો.

image soucre

હિંદુ ધર્મમાં દેવી-દેવતાઓની પૂજાને લઈને જુદી જુદી પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. આવી જ એક પરંપરા પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના ચંદન નગરમાં અનુસરવામાં આવે છે. આ પરંપરા એવી છે, જેના વિશે સાંભળીને તમને વિશ્વાસ નહીં થાય. આ પરંપરા અનુસાર મહિલાઓ નહીં પણ પુરૂષો સાડી પહેરીને દેવી માતાની પૂજા કરે છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ પરંપરા બે વર્ષથી નહીં પરંતુ છેલ્લા 229 વર્ષથી ચાલી રહી છે. આવો જાણી લઈએ આ અનોખી પરંપરા વિશે.

image soucre

પશ્ચિમ બંગાળના ચંદન નગરમાં આ પરંપરા દરમિયાન મા જગધાત્રીની પૂજા કરવામાં આવે છે. આ દરમિયાન ઘરની મહિલાઓ નહીં પણ પુરૂષો સાડી પહેરીને માતાની પૂજા કરે છે. દર વર્ષની જેમ આ વખતે પણ ચંદન નગરનો નજારો અદ્ભુત હતો. આ વખતે પણ પૂજા દરમિયાન સાડીઓમાં સજ્જ પુરુષોએ સિંદૂર અને સોપારીથી માતા જગધાત્રીની પૂજા કરી હતી.

image soucre

બંગાળી સંસ્કૃતિમાં સદીઓથી માતા જગધાત્રીની પૂજા દરમિયાન એક અલગ જ નજારો જોવા મળે છે. આ દરમિયાન પુરુષો સાડી પહેરીને અને માથે પલ્લુ મૂકીને મા જગધાત્રીની પૂજા કરે છે. દર વર્ષે તે ખૂબ જ સુંદર દ્રશ્ય હોય છે. પૂજા દરમિયાન આ અદ્ભુત દૃશ્યના સાક્ષી બનવા માટે સેંકડો ભક્તો મંડપ સંકુલની અંદર અને બહાર એકઠા થાય છે.

ત્યારથી શરૂ થઈ આ પરંપરા

image soucre

પશ્ચિમ બંગાળની સંસ્કૃતિમાં આ પરંપરા અંગ્રેજોના શાસનના સમયથી ચાલતી આવી છે. આ અનોખી પૂજા વિશે કહેવામાં આવે છે કે 229 વર્ષ પહેલાં જ્યારે અંગ્રેજોનું શાસન હતું ત્યારે સૂર્યાસ્ત પછી અંગ્રેજોના ડરથી મહિલાઓ ઘરમાંથી બહાર નહોતી નીકળતી. એ દરમિયાન ઘરના પુરુષો સાડી પહેરીને માતા જગધાત્રીની પૂજા કરતા હતા. એ પછીથી આ એક પરંપરા ચાલી નીકળી છે અને ત્યારથી જ પુરુષો સાડી પહેરીને દેવી માતાની પૂજા અર્ચના કરે છે.