Site icon News Gujarat

માન્યા સિંહની તસવીરો અને વીડિયો વાયરલ, રિક્ષાની રેલી કરી અને એ પણ મિસ ઈન્ડિયા રનર અપનો તાજ પહેરીને

ફેમિના મિસ ઈન્ડિયામાં માનસા વારાણસીએ વી.એલ.સી.સી. મિસ ઈન્ડિયા 2020નો ખિતાબ જીત્યો છે, પરંતુ તેની પ્રથમ રનર અપ માન્યા સિંહ હાલમાં ચર્ચામાં આવ રહી છે. માન્યા સિંહ ભલે પહેલી રનર અપ રહી હોય, પરંતુ પોતાના જુસ્સા અને સંઘર્ષથી તેણે આ ખિતાબ જીતવાની સાથે સાથે દેશના લાખો લોકોના દિલ જીતી લીધા છે.

કારણ કે માન્યાના પિતા રિક્ષા ચાલક છે અને 14 વર્ષની ઉંમરે તે સપના પૂરા કરવા માટે ઘરેથી આવી ગઈ હતી. જો પરિવાર વિશે વાત કરીએ તો માન્યા સિંહ યુપીના દેવરિયાની રહેવાસી છે. તે મંગળવારે પિતા સાથે રિક્ષામાં બેસીને એક સમ્માન સમારોહમાં પહોંચી હતી. ઠાકુર કોલેજમાં આયોજિત આ સમ્માન સમારોહમાં તેમના માતા-પિતાને સમ્માનિત કરવામાં આવ્યા હતા.

આ રીતે એક રિક્ષા ચાલકની દીકરી માન્યા સિંહ ફર્સ્ટ રનર અપ અને મિસ યુપી બની એ જાણીને આજે આખો દેશ ગદગદ થઈ રહ્યો છે અને ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે. જો વિગતે વાત કરીએ તો માન્યા સિંહના પિતા ઓમપ્રકાશ સિંહે મંગળવાર 16 ફેબ્રુઆરીના રોજ ઓટો રેલીનું આયોજન કર્યું હતું.

image source

જેમાં માન્યા સાથે તેમની માતા પણ હાજર હતી. આ દરમિયાન તેમણે મિસ ઈન્ડિયાનો રનર અપનો તાજ પહેરેલો હતો. માન્યાએ બ્લેક કલરનો ખૂબસુરત ડ્રેસ પહેર્યો હતો. માન્યાના ચહેરા પર ખૂબ જ ખુશી જોવા મળી હતી. આ સાથે જ માનસાએ રસ્તામાં ફોટોઝ પણ પડાવ્યા હતા જે હવે ઘણા વાયરલ થઈ રહ્યા છે.

image source

પણ આ બધું એમનેમ નથી મળ્યું. જો એમના સંઘર્ષની વાત કરીએ તો માન્યા સિંહ ઉત્તર પ્રદેશના રિક્ષાચાલકની પુત્રી છે. આ જીત તેમના માટે વિશેષ છે કારણ કે તે ઘણી રાત અને ઘણા વર્ષોની મહેનત પછી પ્રાપ્ત થઈ છે. માન્યા સિંહે વાત કરતાં એમ પણ કહ્યું હતું કે, તેના માતાપિતાએ માન્યાની પરીક્ષા ફી ચૂકવવા માટે જે નાના-મોટા ઘરેણાં ગીરો મૂક્યા હતા.

કુશીનગરમાં જન્મેલી માન્યાએ જણાવ્યું કે તે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં ઉછરેલી છે, ઘણી રાત ભોજન વિના વિતાવી અને માત્ર થોડા રૂપિયા બચાવવા માટે માઈલો સુધી ચાલતી હતી. માન્યાએ કહ્યું કે ઓટો ડ્રાઇવરની પુત્રી હોવાના કારણે અને પુસ્તકોના ખર્ચ ન ઉઠાવી શકવાના કારણે શાળાના દિવસોમાં પણ તેની અવગણના કરવામાં આવી હતી.

આ સિવાય હાલમાં પણ માન્યાનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જે માન્યા સિંહે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે, જે અત્યાર સુધીમાં 2 લાખથી વધુ વખત જોવાઈ ચૂક્યો છે. આ વીડિયોમાં માન્યા સિંહ તેની માતાના પગને સ્પર્શ કરે છે અને તેના આંસુ લૂછે છે.

તે જ સમયે તેના પિતા પણ ભાવૂક થઈ રહ્યા છે, ત્યારબાદ માન્યા પણ તેના પિતા પાસે જાય છે અને તેમને ભેટી પડે છે. આ જોઈને દરેક લોકો ભાવૂક થઈ રહ્યાં છે અને તેમના આંખમાથી આંસુ નીકળી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version