ત્રિશાલા માતાને યાદ કરી થઈ ઈમોશનલ અને શેર કરી ખાસ તસવીર,,, પોસ્ટ થઈ વાયરલ
સંજય દત્તની દીકરી ત્રિશાલા દત્ત સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે ઈંસ્ટાગ્રામ પર ઘણીવાર અલગ અલગ તસવીરો શેર કરતી હોય છે.

હાલમાં જ તેણે પોતાની માતા અને સંજય દત્તની પહેલી પત્ની ઋચા દત્તની અનસીન એટલે કે કોઈએ જોય ન હોય તેવી તસવીર શેર કરી છે. આ ફોટો શેર કર્યાની સાથે જ વાયરલ થવા લાગી હતી. તેમાં ત્રિશાલાએ કેપ્શનમાં લખ્યું છે, હું અને માં…
View this post on Instagram
ખાસ વાત એ છે કે ત્રિશાલાએ શેર કરેલી આ તસવીર પર માન્યતા દત્ત એટલે કે સંજય દત્તની પત્નીએ પણ કોમેન્ટ કરી છે. માન્યતાની કોમેન્ટ પણ ચર્ચાનો વિષય બની છે કારણ કે તેણે તેમાં લખ્યું છે ખૂબસુરત…. જણાવી દઈએ કે માન્યતા ઘણીવાર ત્રિશાલાની તસવીરો પર કોમેન્ટ કરતી હોય છે.
ત્રિશાલા અને માન્યતા ખાસ સંબંધ ધરાવે છે. ત્રિશાલા સાથેના સંબંધો પર માન્યતાએ એક મુલાકાત દરમિયાન કહ્યું હતું કે, 12 વર્ષ પહેલા ત્રિશાલા માટે હું માન્યતા આન્ટી હતી, પરંતુ આજે તેની માં છું, મને તેના પર ગર્વ છે અને તે હંમેશા મારા કોન્ટેક્ટમાં રહે છે. મને પણ ખુશી થાય છે.. જો કે સંજૂ ખૂબ સખત સ્વભાવનો પિતા છે.
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે સંજય દત્ત અને ઋચા શર્માના લગ્ન 1987માં અમેરિકાના ન્યૂયોર્કમાં થયા હતા. લગ્નને એક જ વર્ષ થયું હતું અને ઋચાને કેન્સર હોવાનું સામે આવ્યું હતું અને 10 ડિસેમ્બર 1996ના રોજ તેનું અવસાન થયું. ઋચા અને સંજયની એક દીકરી છે જે ત્રિશાલા છે.

માતાના અવસાન બાદથી ત્રિશાલા તેના નાના અને નાની સાથે અમેરિકામાં જ રહે છે. ઋચા શર્માના નિધન બાદ સંજય દત્તે રેહા પિલ્લઈ સાથે લગ્ન કર્યા હતા. જો કે તે સંબંધ લાંબો સમય ટક્યો નહીં અને ત્યારબાદ તેણે માન્યતા દત્ત સાથે લગ્ન કર્યા. હાલ તે માન્યતા દત્ત સાથે ખુશહાલ જીવન જીવે છે. તેમને બે બાળકો પણ છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2019 ત્રિશાલા માટે ખુબ મુશ્કેલ વર્ષ સાબિત થયું હતું. આ વર્ષમાં તેના બોયફ્રેન્ડનું મોત થયું હતું. બોયફ્રેન્ડના મૃત્યુ પછી ત્રિશાલા ખૂબ દુખી હતી ધીરે ધીરે હવે તે નોર્મલ સમય પસાર કરી રહી છે.