મરણ પથારીએ હોવા છતાં સગી દીકરીને માતાએ ન આપ્યું લોહી અને દૂધ, ઉપરથી કહ્યું-મરી જા, ડોક્ટરો પણ ચોંકી ગયા

આ ઘટના મધ્યપ્રદેશના શીઓપુર જિલ્લાના નગર ગાઓનરા ગામની છે. આજે હાઇટેક યુગમાં દીકરી દીકરા કરતાં ઓછી નથી. ‘બેટી બચાવો – બેટી પઢાઓના નારા પણ આપવામાં આવી રહ્યા છે. કેટલીય યોજનાઓ સરકાર દ્વારા દીકરીઓના ભવિષ્યને ધ્યાનમાં લેતા શરૂ કરવામાં આવતી હોય છે. પરંતુ કેટલાક પરિવારની માનસિકતા હજી પણ બદલાઈ નથી તેવું લાગી રહ્યું છે.

image source

આ ઘટના વિશે વિગતે કરીએ તો, નગર ગાઓનરા ગામે સુરેશ બેરવાની પત્ની રામાપતિ બાઇ રહે છે. જેને પહેલેથી જ પાંચ દીકરીઓ હોવાનું જાણવાં મળી રહ્યુ છે. આ પછી પુત્ર થવાની આશાએ તે ફરી ગર્ભવતી થઈ અને પાંચ મહિના તેને ડિલિવરી થઈ જેમાં છઠ્ઠા સંતાન તરીકે તેણે ફરી એક વખત પુત્રીને જ જન્મ આપ્યો હતો.

જો મળતી માહિતી મુજબ વાત કરીએ તો લગભગ ચારથી સાડા ચાર મહિના સુધી મહિલાએ બાળકીને સ્તનપાન કરાવ્યું, પરંતુ બાદમાં તેણે બાળકીને દુધ પીવડાવાનું બંધ કરી દીધું હતું. આવી સ્થિતિમાં પાંચ મહિનાની બાળકી ખુબ જ વધારે કુપોષિત થઈ ગઈ હતી. આ પછી જાણકારી મળતાં, આંગણવાડી કાર્યકર બાળકનું વજન કરવા પહોંચી હતી અને વજન લીધા પછી, છોકરી ખૂબ ઓછી વજનવાળી અને કુપોષિત જાણવાં મળી હતી.

image source

જ્યારે આંગણવાડીની કાર્યકર્તાએ આ બાળકીની માતાને બાળકીનું નામ નોંધાવવા કહ્યું , ત્યારે આ મહિલાએ નામ નોધવાવાની જ ના પાડી દીધી હતી. ત્યારબાદ જ્યારે આંગણવાડી વર્કરે તેને સમજાવતાં કહ્યું કે, આ બાળકી ખુબ વધારે કુપોષિત થઈ ગઈ છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવી જરૂરી છે. જલ્દીથી આ બાળકીને ઈલાજ નહીં આપવામાં આવે તો તેને જીવ જોખમમાં મુકાઇ જશે. જેથી તેઓ મદદ કરશે અને તરત જ તેને દાખલ કરવા સમજાવ્યું હતુ.

આંગણવાડી કાર્યકરના આટલાં સમજાવ્યા પછી પણ આ મહિલા એકની બે ના થઈ . બાળકીની માતા રામપતિ કોઈ જ હિસાબે બાળકીને કોઈ પ્રકારની સારવાર આપવા તૈયાર જ ન થઈ. આ પછી પ્રોજેક્ટ અધિકારીને કેસ અંગે જાણ કરવામાં આવી હતી. અધિકારી ગામ પહોંચી ગયા હતા અને માતાને સમજાવ્યા બાદ બાળકીને એનઆરસીમાં દાખલ કરાઈ હતી. જ્યાં તેનું વજન 3.5 કિલો અને લોહી માત્ર 3.2 પોઇન્ટ મળ્યું હતું. ડોક્ટરે બાળકીને તપાસ કર્યાં બાદ જણાવ્યું હતું કે. તેની હાલત ખુબ જ ખરાબ છે. તાત્કાલીક આ બાળકીને લોહી ચડાવું પડશે.

image source

આવી સ્થિતિમાં બાળકીના બ્લડ ગ્રુપના ટેસ્ટ કરવામાં આવ્યો અને તેની માતા રામાપતિના લોહીનો નમૂના પણ લેવામાં આવ્યો હતો જેથી યુવતીનું લોહી મેચ થઈ શકે અને તેણીને લોહી આપી શકે. બન્નેના બ્લડ રિપોર્ટ આવ્યા બાદ જાણવાં મળ્યું કે, બાળકી અને માતા બન્નેનું લોહી એક જ બ્લડ ગ્રુપ ધરાવે છે. આ રિપોર્ટ પછી ડોકટરે તેની માતાને બાળકી માટે લોહી આપવાનું કહ્યું જેથી તેને વહેલી તકે સાજી કરી શકાય.

પરંતુ આ બાબતે માતાએ જે જવાબ આપ્યો એ સાંભળીને ડોકટરો પણ દંગ રહી ગયા. બાળકીની માતાએ લોહી આપવાનો જ ઇનકાર કરી દીધો હતો. વાત માત્ર અહીં જ પુરી નથી થતી, આ મહિલાએ નાનકડી બાળકી સામે જોઈને તેને મરી જવાનું કહ્યું. જે સાંભળી ત્યાંના તમામ લોકોના પગ નીચેથી જમીન જ સરકી ગઈ. આ પછી બાળકીની આવી હાલત જોઈને આંગણવાડી કાર્યકરે નવજાત પ્રત્યે દયા આવી અને તેણે બાળકી માટે રક્તદાન કર્યું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!