Site icon News Gujarat

કામની વાત: માર્ચ મહિનામાં LPG સિલિન્ડરની કિંમતથી લઇને આ નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફારો, જાણી લો જલદી નહિં તો..

માર્ચ, ૨૦૨૧માં લાગુ કરવા જઈ રહ્યા છે નવા નિયમો. દર વખતની જેમ આ વખતે પણ આપને માર્ચ મહિના દરમિયાન થઈ રહેલ પરિવર્તનો વિષે જાણવું ઘણું જરૂરી છે. આ વખતે રોજબરોજના જીવન સાથે સંબંધિત ઘણા બધા નિયમોને બદલવામાં આવી રહ્યા છે. આ નિયમોમાં બેંકથી લઈને પેટ્રોલ- ડીઝલ અને LPGની કિમતમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે આપને જણાવીએ કે, આ મહત્વના ફેરફારો વિષે…

LPG સિલેન્ડરના ભાવમાં ફેરફાર.

image soucre

તેલ કંપનીઓ દ્વારા દર મહિનાની પહેલી તારીખના દિવસે LPG ગેસ સિલેન્ડરના ભાવ નક્કી કરવામાં આવે છે. ત્યાં જ આ વખતે તા. ૧ માર્ચ, ૨૦૨૧ના દિવસથી રાંધણગેસ LPGની કિમતમાં ફેરફાર કરવામાં આવી શકે છે. પરંતુ ફેબ્રુઆરી મહિનામાં જ તેલ કંપનીઓ દ્વારા ત્રણવાર LPG રાંધણ ગેસની કીમત વધારી દીધી છે. અત્યારના સમયમાં ૧૪.૨ કિલોગ્રામ LPG સિલેન્ડરની કીમત દિલ્લી શહેરમાં ૭૯૪ રૂપિયા સુધી કીમત પહોચી ગઈ છે ત્યાં જ કોલકાતા શહેરમાં LPG સિલેન્ડરની કીમત ૭૪૫.૫૦ રૂપિયા જેટલી છે જયારે ચેન્નઈ શહેરમાં ૭૩૫ રૂપિયા જેટલી કીમત છે.

પેટ્રોલ- ડીઝલના ભાવ.

image source

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રોજબરોજ ફેરફાર જોવા મળી રહ્યા છે. ત્યાં જ ક્રૂડ ઓઈલના ભાવ ભારત દેશમાં આસમાનને અડી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રસાદ દ્વારા એવા સંકેત આપવામાં આવી રહ્યા છે કે, શિયાળાની ઋતુ પૂરી થવા આવી રહી છે ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં હવે ઘટાડો થઈ શકે છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રસાદએ જણાવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પેટ્રોલિયમ ઉત્પાદનોના લીધે ગ્રાહકો પર તેની અસર જોવા મળી રહી છે. હવે જયારે શિયાળો પૂરો થવા જઈ રહ્યો છે ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ઘટાડો થઈ શકે છે. શિયાળાની ઋતુમાં માંગ વધી જવાના લીધે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે વધારો જોવા મળ્યો છે ત્યાં જ હવે તેના ભાવ ઘટી શકે છે.

SBI બેંકના ખાતાધારકો માટે KYC કરાવવું ફરજીયાત.

image source

દેશની સૌથી મોટી સરકારી બેંક SBIના ખાતાધારકો માટે પોતાના બેંક એકાઉન્ટનું KYC અપડેટ કરાવવું ફરજીયાત કરી દીધું છે. જો બેંક એકાઉન્ટ તા. ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૧ સુધીમાં અપડેટ નહી કરવામાં આવ્યું હોય તો તા. ૧ માર્ચ, ૨૦૨૧ના દિવસથી આપનું એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવી શકે છે. એટલે કે, તા. ૧ માર્ચ, ૨૦૨૧ના દિવસથી આપ કોઇપણ પ્રકારની લેવડ- દેવડ કરી શકશો નહી.

આ બેંકના ATM માંથી નીકળશે નહી રૂ. ૨૦૦૦ની નોટ.

image source

તા. ૧ માર્ચ, ૨૦૨૧ના દિવસથી ATM ઉપભોક્તાઓને ATM માંથી બે હજારની નોટ મળશે નહી. આ નિર્ણય ઈન્ડીયન બેંક દ્વારા લેવામાં આવ્યો છે કે, તેઓ પોતાના ATMમાં બે હજાર રૂપિયાની નોટ નાખશે નહી. જેના માટે ઈન્ડીયન બેંક દ્વારા તા. ૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૧ના દિવસે એક સર્ક્યુલર જારી કરી દેવામાં આવ્યું હતું. આ સંદર્ભમાં ઈન્ડીયન બેંક દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ૨૦૦૦ રૂપિયાની નોટને ATM માંથી કાઢી લીધા બાદ ઉપભોક્તાને રિટેલ આઉટલેટ્સ અને અન્ય જગ્યાએ એક્સચેન્જ કરાવવામાં મુશ્કેલી આવે છે.

ટોલ પ્લાઝા પર ફ્રીમાં નહી મળે FASTag

image source

નેશનલ હાઈ વે ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તા. ૧ માર્ચ, ૨૦૨૧થી વાહન ચ્લ્કોને ટોલ પ્લાઝા પર FASTagની ખરીદી કરવા માટે ૧૦૦ રૂપિયાની ચુકવણી કરવાની રહેશે. એટલે કે, તા. ૧ માર્ચ, ૨૦૨૧થી ટોલ પ્લાઝા પર FASTag ફ્રી મળશે નહી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version