‘મા તે મા…’ એક મુરઘી બાળકોને બચાવવા માટે 3 ઝેરી સાપ સાથે બાથ ભીડી ગઈ, વીડિયો જોઈ હાજા ગગડી જશે

પ્રાણીઓના રમુજી અને આશ્ચર્યજનક વીડિયો ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. આમાંની કેટલીક વીડિયોઝ તમને હસાવશે તો વળી કેટલાકને જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જતાં હોઈએ છીએ. તે જ સમયે કેટલાક વીડિયોઝ એવા પણ હોય કે જે લોકોને મોટો પાઠ આપતા હોય છે. આવો જ એક વીડિયો આજકાલ સોશ્યલ મીડિયા પર લોકોમાં ચર્ચામાં છે. આ વીડિયો જોઈને તમે પણ સમજી શકશો કે માતાની શક્તિ અને માતાનો પ્રેમ શું હોય છે? અને માતા હંમેશાં કોઈપણ મુશ્કેલીનો સામનો કરવા અને તેના બાળકો માટે કોઈની પણ સાથે લડવા માટે તૈયાર હોય છે.

image source

વાયરલ થઈ રહેલ આ વીડિયોએ લોકોનું દિલ જીતી લીધું છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે મુરઘી તેના બાળકો માટે ખતરનાક સાપ સાથે બાથ ભીડે છે. વારંવાર સાપ તેના પર હુમલો કરે છે, પરંતુ તે ડરી નથી જતી. પરંતુ તેમને એક ઉત્તમ જવાબ આપે છે. પરંતુ તે કોઈપણ સંજોગોમાં તેના બાળકોને બચાવી લે છે. વીડિયોમાં પણ તમે જોઈ શકો છો કે કેવી રીતે સાપ ફરીથી અને ફરીથી મરઘી પર હુમલો કરી રહ્યો છે અને મરઘી તેમની સામે લડી રહી છે. કદાચ આ માતાના પ્રેમની શક્તિ છે કે તે તેના બાળકોની સુરક્ષા માટે કોઈને પણ હરાવવાની હિંમત ધરાવે છે.

આ વીડિયો આઈપીએસ અધિકારી રૂપીન શર્માએ ટ્વિટર પર શેર કર્યો છે. વીડિયોની સાથે તેણે ફની કેપ્શન પણ આપ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 3 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને લોકો તેના પર રમુજી ટિપ્પણી કરી રહ્યા છે સાથે જ મુર્ઘીની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે.

મા વિશે એવું કહેવામાં આવે છે કે જ્યારે ઈશ્વરે પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌપ્રથમ મા બનાવવાનું વિચાર્યું હશે. અનન્વય અલંકારમાં એમ કહીએ કે વાત્સલ્યની મૂર્તિ એટલે મા, મા એટલે વાત્સલ્યની મૂર્તિ, તો કંઈ ખોટું નથી.એના જેવી વ્યક્તિ આ જગતમાં ક્યાંય મળે એમ નથી. માતાનો જોટો જડવો મુશ્કેલ છે. માતા, માં, જનની, મમ્મા આ શબ્દો સાંભળતા ની સાથે જ બાળકની આંખમાં એક અનેરી ચમક આવી જતી હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!