જીવનમાં પૈસાદાર બનશો કે સંઘર્ષ કરવો પડશે? આંગળીઓ પર રહેલા શંખના નિશાન પરથી જાણો આ રીતે તમે પણ

જીવનમાં પૈસાદાર બનશો કે સંઘર્ષ કરવો પડશે, આંગળીઓમાં અંકિત શંખનું રહસ્ય

image source

ભારતમાં દરેક શાસ્ત્રો આપણને ઉપલબ્ધ છે, પછી એ ખગોળ શાસ્ત્ર હોય કે પછી જ્યોતિષ શાસ્ત્ર. શાસ્ત્રોની દ્રષ્ટીએ ભારત કદાચ વિશ્વમાં સૌથી વધુ સમૃદ્ધ દેશ છે. જ્યોતિષ શાસ્ત્ર એવી વિદ્યા છે, જેમાં માણસ અથવા કોઈ પણ જીવ વિષે બધું જ જાણી શકાય છે. જો કે ખાસ કરીને જ્યોતિષ વિદ્યામાં હસ્તરેખાઓનું મહત્વ સૌથી વધુ છે, કારણ કે હથેળી જોઇને માણસ વિષે ઘણું વધુ જાણી સમજી શકાય છે. સમુદ્રશાસ્ત્રમાં પણ એવી ઘણી વસ્તુઓ છે જેમની સહાય લઈને માણસના સ્વભાવ અને વર્તન વિષે જાણી શકાય છે. આ લેખમાં અમે આજે આપને માણસની આંગળીઓ પર બનેલા શંખની આકૃતિ દ્વારા માણસને ઓળખવામાં કેવી રીતે મદદ મળી શકે એ વિશે જણાવીશું…

– એક આંગળી પર શંખનું નિશાન:

image source

જ્યોતિષ શાસ્ત્રમાં દર્શાવ્યા મુજબ, જો કોઈ વ્યક્તિની એક જ આંગળી પર શંખનું નિશાન હોય તો એને શુભ માનવામાં આવે છે. એવા વ્યક્તિ ઉચ્ચ શિક્ષણ મેળવીને ઊંચા પદ પર જતા હોય છે. સાથે જ સામાજિક કાર્યોમાં પણ આ લોકો વધુને વધુ ઉત્સાહપૂર્વક ભાગ લેતા હોય છે. એના સિવાય મુશ્કેલીઓથી પણ એમનો સામનો ક્યારેક જ થાય છે, એટલે કે તેઓનું જીવન સામાન્ય જીવન હોય છે.

– બે આંગળીઓ પર શંખના નિશાન:

જો કોઈ વ્યક્તિની બે આંગળીઓ પર શંખનું નિશાન હોય તો આ નિશાન વ્યક્તિના જીવનમાં સંઘર્ષને દર્શાવે છે. આવા વ્યક્તિ જીવનમાં સંઘર્ષ કરીને આગળ વધતા જોવા મળે છે. સફળતા મળે જરૂર છે, પણ આવા લોકોએ એને મેળવવા માટે આકરી મહેનત કરવી પડે છે. સાથે જ આવા લોકો હંમેશા અન્યો પર નિર્ભર રહીને જ પોતાનું જીવન જીવતા હોય છે. આવા લોકો ક્યારેય પણ કોઈકની મદદ કરવા માટે કોઈ કામ નથી કરી શકતા.

image source

– ત્રણ આંગળીઓ પર શંખના નિશાન:

જો કોઈ વ્યક્તિની ત્રણ આંગળીઓમાં શંખના નિશાન છે, તો એવા લોકોને મહિલાઓ પ્રત્યે વધારે આકર્ષણ હોય છે. આ સિવાય એશ-આરામ અને ઐશ્વર્યમાં વ્યક્તિનો ૧૦૦% ભાગ ખર્ચ થઇ જતો હોય છે. કહેવાય છે કે આ લોકો સામાન્ય કક્ષાનું જીવન જીવતા હોય છે.

– ચાર આંગળીઓ પર શંખના નિશાન:

જેની ચાર આંગળીઓ પર શંખના નિશાન હોય છે, તો એને અત્યંત શુભ સંકેત તરીકે ગણવામાં આવે છે. કહેવાય છે કે આવા વ્યક્તિઓ રાજા મહારાજા જેવું જીવન જીવે છે. એટલું જ નહી એવા લોકો પોતાના પરિવારનું માન સન્માન વધારે છે. એવા લોકોને પરિવાર કુળદીપક માને છે. કાર્યક્ષેત્રની વાત કરીએ તો આવા લોકો મોટેભાગે રાજ કાર્યો સાથે સંકળાયેલા હોય છે.

image source

– પાંચ આંગળીઓ પર શંખના નિશાન:

જો કોઈ વ્યક્તિના હાથની પાંચ આંગળીઓ પર શંખના નિશાન હોય તો આવા લોકો ઘણા ભાગ્યશાળી હોય છે. આ લોકો બધાના મનપસંદ લોકોમાંથી એક હોય છે. આવા લોકો જ્યાં પણ જાય છે, એમના દિલો પર પોતાની છાપ જરૂર છોડે છે. કાર્યક્ષેત્રની વાત કરીએ તો આવા લોકો પાણીને લગતા કાર્યોમાં ઊંચા પદ પર હોય છે.

– છ આંગળીઓ પર શંખના નિશાન:

જે લોકોની છ આંગળીઓ પર શંખના આકાર હોય છે, એવા લોકો વિદ્વાન હોય છે અને આવા લોકો સમાજને નવી દિશા આપે છે. આ સિવાય કાર્યક્ષેત્રની વાત કરીએ તો એવા જાતકો ધર્મના ઉપદેશકો, જ્યોતિષી, અધ્યાત્મિક ગુરુ વગેરે બની શકે છે.

image source

– સાત આંગળીઓ પર શંખના નિશાન:

જે વ્યક્તિની સાત આંગળીઓમાં શંખના આકાર બનતા હોય છે, એમના જીવનમાં આર્થિક સમસ્યાઓ આવતી રહે છે. જો કે આવા લોકોને બાળકો તરફથી અત્યંત પ્રેમ મળે છે. પણ આવા લોકોની સ્ત્રીઓને જીવનમાં ઘણો સંઘર્ષ કરવો પડતો હોય છે.

– આઠ આંગળીઓ પર શંખના નિશાન:

જો કોઈ વ્યક્તિની આઠેય આંગળીઓ પર શંખના આકાર હોય, તો એવા વ્યક્તિના જીવનમાં સંઘર્ષનો માર્ગ લાંબો હોય છે. આવા લોકોને નાની નાની વસ્તુઓ માટે પણ સંઘર્ષ કરવો પડે છે. કહેવાય છે કે આવા લોકો પોતાના ઊંચા સબંધોના કારણે જ ઊંચા પદ પર પહોચી શકતા હોય છે.

image source

– નવ આંગળીઓ પર શંખના નિશાન:

જો કોઈ વ્યક્તિના હાથની નવ આંગળીઓ પર શંખની રેખાઓ છે, તો આ પ્રકારના વ્યક્તિ વિરુદ્ધ લિંગના વ્યક્તિ પ્રત્યે આકર્ષણ ધરાવે છે. એવું માનવામાં આવે છે કે આવા લોકો હમેશા વિરોધી લિંગના વ્યક્તિને પોતાની તરફ આકર્ષવામાં જ લાગેલા રહે છે. જેના કારણે એમના જીવનમાં ઊંચ-નીચ આવતી રહે છે. જો કે આવા જાતકોનું ૪૦ વર્ષ પછીનું જીવન સારું હોય છે.

– દસેય આંગળીઓ પર શંખના નિશાન:

image source

જે જાતકની દસ આંગળીઓ પર શંખની આકૃતિ હોય, એવા લોકો ભાગ્યશાળી હોય છે. માન્યતા છે કે આવા લોકો આઈએએસ, પીસીએસ અને મુખ્ય સચિવ જેવા ઊંચા હોદ્દા પર પહોચતા હોય છે. એમને જીવનમાં ક્યારેય પણ કોઈ વાતની અછત સર્જાતી નથી. આવા લોકોનું દાંપત્ય જીવન પણ સુખમય હોય છે.

Source: NewsTrack

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત