સુપરમાર્કેટ સ્ટોરમાં ઘુસી 9 ફૂંટ લાંબી ગરોળી, અને પછી થયું કંઇક એવું કે…વિડીયો જોઇને તમારી આંખો પણ થઇ જશે પહોળી

સુપરમાર્કેટમાં ઘુસી જાય છે ૯ ફૂટ લાંબી ગરોળી, ત્યારે આપ પણ આ વિડીયોને જોઇને નવાઈ પામી જશો, આ વિડીયો થયો વાયરલ.

આપે મોનિટર લિઝર્ડનું નામ તો સાંભળ્યું જ હશે. મોનિટર લિઝર્ડનું નામ સાંભળતાની સાથે જ હોલીવુડની ફિલ્મ ગોડઝીલાની વર્સીસ કોંગ ફિલ્મનું સ્મરણ થઈ આવે છે. આ ફિલ્મમાં મોટા મોટા મોન્સ્ટર જેવા જોવા મળતા રાક્ષસોને જોઇને બાળકો પણ ખુબ ડરી જાયછે. સાધારણ રીતે આપે આપના ઘરમાં ગરોળી તો જોઈ જ હશે. ત્યારે આજે પણ કેટલાક લોકો એવા છે જેઓ ગરોળીને જોઈને ખુબ જ ડરી જાય છે. ભારત દેશમાં પણ મોનિટર લિઝર્ડ જોવા મળી જાય છે.

image source

જી હા, આ લેખમાં અમે આપને એક એવી ગરોળી વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેની લંબાઈ અંદાજીત ૯ ફૂટ જેટલી છે. આ ૯ ફૂટ લાંબી મોનિટર ગરોળીનો વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. ભારત દેશમાં આવી ગરોળીને ગોહ કહેવામાં આવે છે. ગોહને ગરોળીની શ્રેણીમાં સમાવવામાં આવી છે.મોનિટર લિઝર્ડ નાના અને મોટા એમ બંને કદમાં જોવા મળે છે. કેટલીક ગોહનું કદ ૧૦ ફૂટ સુધીની લાંબી હોય છે. ગોહને સામાન્ય ભાષામાં મોટી ગરોળી કે પછી વિશાળ ગરોળી તરીકે પણ જાણવામાં આવે છે.

હાલના સમયમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વિશાળ ગરોળીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો આપને નવાઈ પમાડે તેવો છે. આપ પણ આ વિડીયોને જોઇને આશ્ચર્યચકિત થઈ જશો. આ વિડીયોમાં આપ જોઈ શકો છો કે, આ મોનિટર લિઝર્ડ (વિશાળ ગરોળી) એક સ્ટોરની અંદર ઘુસી જાય છે. ત્યાર બાદ સ્ટોરની અંદર આવેલ ડ્રોઅર્સ પર પણ ચઢી જાય છે એટલું જ નહી, ઉપર ચઢવા માટે આ મોનિટર લિઝર્ડ વસ્તુઓને પણ નીચે પાડી પાડી રહી છે જે આપ આ વિડીયોમાં જોઈ શકો છો.

image source

મોનિટર લિઝર્ડની આ ઘટના થાઈલેન્ડ દેશમાં જોવા મળી છે. આ મોનિટર લિઝર્ડ થાઈલેન્ડમાં આવેલ સેવન ઈલેવન નામના સ્ટોરમાં ઘુસી જાય છે અને આખા સ્ટોરમાં ફરવા લાગે છે. આ વિડીયોમાં આપ જોઈ શકો છો કે, આ મોનિટર લિઝર્ડ સ્ટોરમાં આવેલ ડ્રોઅર્સ પર કેવી રીતે ઉપર ચઢી રહી છે અને આ સમય દરમિયાન સ્ટોરમાં જે કઈપણ ઉપરની તરફ રાખવામાં આવ્યું હતું તે તમામ વસ્તુઓને વેર- વિખેર કરી નાખે છે. ડ્રોઅર પર ચઢી ગયા બાદ આ મોનિટર લિઝર્ડ ઉપર બેસીને આરામ કરવા લાગે છે. આવી વિશાળ ગરોળીને જોઈને કોઇપણ વ્યક્તિ ડરી જાય. ૫૯ સેકન્ડનો આ વિડીયો હાલમાં ઈન્ટરનેટ પર અનેક હેડલાઈન્સ બનાવી રહ્યો છે.

જોઈએ આ વિડીયો.

આ વિડીયો જોઈને આપ પણ આશ્ચર્યચકિત રહી જશો. આ ઘટના વિષે મુનો નોમાડાએ જણાવ્યું છે કે, બેંગકોકમાં અને દેશના અન્ય ભાગોમાં પણ આવી મોનિટર લિઝર્ડનું જોવા મળવું ઘણી સામાન્ય બાબત થઈ ગઈ છે. પરંતુ સુપરમાર્કેટમાં મોનિટર લિઝર્ડએ કેવી રીતે પ્રવેશ કરી લે છે તે સમજ આવી રહ્યું નથી.

image source

આ મોનિટર લિઝર્ડનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યોછે. અત્યાર સુધી આ વિડીયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હજારો યુઝર્સ દ્વારા જોઈ લેવામાં આવ્યો છે. જયારે કેટલાક લોકો એવા છે જેમણે આ વિડીયો જોયા બાદ પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!