Site icon News Gujarat

આ છે ઈશારા કે તમારા લગ્ન પણ છે રેડ ઝોનમાં, કેવી રીતે બચાવવા તુટતા લગ્ન

કહેવાય છે કે લગ્ન સાત જન્મોનો સંબંધ હોય છે. દરેકની જોડી પહેલાથી જ બની ચુકી હોય છે બસ ધરતી પર તેનું મિલન થાય છે અને તેઓ જન્મોજન્મના સાથી બને છે. પરંતુ આ જન્મોજન્મના સંબંધ પર મોબાઈલ ભારી પડી રહ્યો છે. જણાવી દઈએ કે એક તારણ અનુસાર લગ્ન તુટવાનું કારણ મોબાઈલ બની રહ્યો છે. વર્ષ 2018માં 17 ટકા લગ્નમાં ભંગાળનું કારણ મોબાઈલ હતું. માનસિક રોગના નિષ્ણાંતોના જણાવ્યાનુસાર જેમના લગ્ન તુટ્યા તેમનું કહેવું છે કે તેમના લગ્નમાં ભંગાણનું મુખ્ય કારણ મોબાઈલ હતો.

image soucre

એક કાર્યક્રમ આ મુદ્દા પર વધારે પ્રકાશ પાડવા યોજાયો હતો જેમાં ભાગ લેનાર 80 ટકા લોકોએ સ્વીકાર્યું હતું કે તેમના લગ્ન અફેરના કારણે તુટ્યા છે. પતિ કે પત્ની એકબીજાને સમય આપવાને બદલે દિવસભર મોબાઈલનો ઉપયોગ કરતા રહેતા. તેમાંથી અનેક લોકોના વોટ્સએપ, ફેસબુક, ઈંસ્ટાગ્રામના માધ્યમથી અફેર વધ્યા હતા. જેનું પરિણામ ડિવોર્સ તરીકે આવ્યું હતું.

image socure

કાયદા મંત્રાલયની એક રિપોર્ટ અનુસાર ડિવોર્સની બાબતમાં યુપી પછી કેરળ બીજા સ્થાન પર છે. અહીં છૂટાછેડાના કારણોમાં મોબાઈલ, અફેર ઉપરાંત પોર્નોગ્રાફી પણ છે. કેરળમાં પોર્નનું ઉત્પાદન વધ્યું છે. પોર્નોગ્રાફી અને ડેટિંગ એપ્સમાં પુરુષોનો રસ વધ્યો છે જેના કારણે સેક્સને લઈ નકારાત્મક અને હિંસાત્મક ફેરફાર જોવા મળે છે. તેના કારણે પુરુષો પત્ની પાસેથી પણ અપેક્ષા રાખે છે કે તે પોર્નોગ્રાફી જેવું જ વર્તન બેડ પર કરે. જો આ ઈચ્છા પુરી થાય નહીં તો તેમના અન્ય સાથે સંબંધ શરુ થઈ જાય છે. જેનું પરિણામ છૂટાછેડા તરીકે આવે છે. જો કે બીજા દેશોની સરખામણીમાં ભારતમાં ડિવોર્સનો રેટ હજું પણ ઓછો છે. ડિવોર્સના કારણોમાં લગ્ન બાદ અફેર, કોમ્યુનિકેશન ગેપ પણ મોટું કારણ છે.

વર્ષ 2019માં ડિવોર્સ લેનાર શિક્ષિકાનું કહેવું હતું કે તેનો પતિ દિવસમાં 2થી 3 મિનિટ જ તેની સાથે વાત કરતો હતો અને સાથે જ પતિ-પત્ની વચ્ચે સંબંધિઓનો હસ્તક્ષેપ પણ વધી ગયો હતો. આ કારણોને લીધે લગભગ 8 ટકા લગ્ન તુટે છે.

image soucre

લગ્ન તુટવાના છે તે વાતને સમજો

image soucre

લગ્નને કેવી રીતે બચાવવા ?

Exit mobile version