આ વર્ષે લગ્ન બંધનમાં બંધાયા આ સેલિબ્રિટી કપલ, આ અભિનેત્રીની ગુપચુપ વેડિંગે ફેન્સને ચોંકાવી દીધા

હાલ દેશભરમાં લગ્નની સિઝન ચાલી રહી છે. આવી સ્થિતિમાં બોલિવૂડમાં પણ લગ્નને લઈને ભારે હોબાળો થઈ રહ્યો છે. આ દિવસોમાં બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ અને એક્ટર વિકી કૌશલના લગ્ન દેશભરમાં ચર્ચામાં છે. કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્ન બોલિવૂડમાં વર્ષના છેલ્લા લગ્ન હોઈ શકે છે. જો કે આ પહેલા ઘણા સેલિબ્રિટી કપલ આ વર્ષે લગ્ન કરી ચુક્યા છે. તો ચાલો જાણી લઈએ આ વર્ષે લગ્નના બંધનમાં ક્યાં ક્યાં કલાકારો બંધાઈ ગયા

.
વરુણ ધવન અને નતાશા દલાલ

image soucre

બોલિવૂડ એક્ટર વરુણ ધવને તેમના લાંબા રિલેશનશિપ બાદ આ વર્ષની શરૂઆતમાં 24 જાન્યુઆરીએ ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્ન કર્યા હતા. આ કપલએ અલીબાગમાં સાત ફેરા લીધા હતા જ્યાં કરણ જોહર, સિદ્ધાર્થ મલ્હોત્રા જેવા ઘણા સેલેબ્સે હાજરી આપી હતી.

દિયા મિર્જા અને વૈભવ રેખી

image soucre

સુંદર અભિનેત્રી દિયા મિર્ઝાએ પણ આ વર્ષે 15 ફેબ્રુઆરીએ લગ્ન કર્યા હતા. મુંબઈમાં વૈભવ રેખી સાથેના આ લગ્નમાં તેના કેટલાક નજીકના મિત્રો અને સંબંધીઓએ હાજરી આપી હતી. નિર્માતા સાહિલ સંઘાથી છૂટાછેડા લીધા પછી દિયાના આ બીજા લગ્ન હતા.

યામી ગૌતમ અને આદિત્ય ધર

image soucre

બોલિવૂડ એક્ટ્રેસ યામી ગૌતમના લગ્નથી એમના બધા ફેન્સને આશ્ચર્ય થયું હતું. વાત જાણે એમ હતી કે, અભિનેત્રીએ 4 જૂને ફિલ્મ નિર્માતા આદિત્ય ધર સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા. એ બાદમાં અભિનેત્રી યામી ગૌતમએ સોશિયલ મીડિયા દ્વારા તેના ગુપ્ત લગ્નનો ખુલાસો કર્યો હતો.

રાજકુમાર રાવ અને પત્રલેખા

image soucre

અભિનેતા રાજકુમાર રાવ અને પત્રલેખાએ 15 નવેમ્બરે દેવઉઠી અગિયારસના શુભ દિવસે સાત ફેરા લીધા. આ લગ્નમાં બંનેના પરિવારના સભ્યો અને કેટલાક નજીકના મિત્રોએ જ હાજરી આપી હતી. આ કપલના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયા હતા. પત્રલેખા અને રાજકુમાર રાવ છેલ્લા 11 વર્ષથી એકબીજા સાથે રિલેશનશિપમાં હતા.

રિયા કપૂર અને કરણ બુલાની

image soucre

અનિલ કપૂરની નાની દીકરી અને સોનમ કપૂરની બહેન રિયા કપૂરે આ વર્ષે 14 ઓગસ્ટે એના લાંબા સમયથી રહેલા બોયફ્રેન્ડ કરણ ભુલાની સાથે લગ્ન કર્યાં હતાં. તમને જણાવી દઈએ કે બંને છેલ્લા 13 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. આ લગ્નમાં પણ અમુક નજીકના સંબંધીઓ અને ખાસ મિત્રો જ હાજર રહ્યા હતા.